આશ્રમનો ચોંકાવનારો કિસ્સો: પુત્રની જરૂર હોય તે ફ્રૂટની પ્રસાદી લે એમ કહી દુષ્કર્મ આચરનાર સંત ઝડપાયો

કબિર કહે કમાલ કો દો બાત શીખ લે. કર સાહેબ કી બંદગી ઔર ભુખે કો ભોજન દે........આ સંદેશાને કલંક લગાડતો કબીર આશ્રમ સાવરકુંડલા નજીક આવેલ દાધીયા ગામના કબીર આશ્રમના એક સંતે એક મહિલા સાથે દુષ્કર્મ (Rape) આચરતા સમગ્ર પથકમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

આશ્રમનો ચોંકાવનારો કિસ્સો: પુત્રની જરૂર હોય તે ફ્રૂટની પ્રસાદી લે એમ કહી દુષ્કર્મ આચરનાર સંત ઝડપાયો

કેતન બગડા, અમરેલી: કબિર કહે કમાલ કો દો બાત શીખ લે. કર સાહેબ કી બંદગી ઔર ભુખે કો ભોજન દે........આ સંદેશાને કલંક લગાડતો કબીર આશ્રમ સાવરકુંડલા નજીક આવેલ દાધીયા ગામના કબીર આશ્રમના એક સંતે એક મહિલા સાથે દુષ્કર્મ (Rape) આચરતા સમગ્ર પથકમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

સાવરકુંડલા (Savarkundala) ના તાલુકાના દાતિયા ગામ એ સંત કબીર આશ્રમ (Kabir Ashram) આવેલો છે આ આશ્રમમાં અમર દાસ સાહેબ નામના એક સાધુએ બે માસ પહેલા ગુરુપૂર્ણિમા અવસર નિમિત્તે એકઠા થયેલા કેટલાક સેવકો અને ભક્તોમાંથી રોકાયેલ સેવકોમાં રોકાયેલ એક મહિલાને મધરાતે બોલાવી સફરજન ફ્રૂટમાં કેફી પદાર્થ નાખી બેભાન કરી દુષ્કર્મ આચર્યાની ઘટના બની હતી. આ લંપટ સાધુ એવી અફવા ફેલાવતો હતો કે જેને પુત્ર પ્રાપ્તિની જરૂર હોય તે ફ્રુટ અને પાન બીડાનો પ્રસાદ લે તો પુત્ર પ્રાપ્તિ થાય. 

ત્યારે પુત્ર પ્રાપ્તિની ઝંખના માં વલભીપુર (Valabhipur) વિસ્તારની એક મહિલા તેની સાસુ સાથે આ આશ્રમ રોકાઈ હતી અને તેને કેફી પદાર્થવાળો ફ્રુટ ખવડાવી બેભાન કરી દુષ્કર્મ આચર્યું હતું. બેભાન મહિલા સવારે ભાનમાં આવતા પોતાના વતનમાં જઇ પતિને વાત કરી અને સાવરકુંડલા (Savarkundala) પોલીસ મથકમાં આ લંપટ સાધુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. દુષ્કર્મ આચર્યા બાદ આ લંપટ સાધુ આશ્રમ (Ashram) છોડી ફરાર થયો હતો ત્યારે મહિલાની ફરિયાદને આધારે સાવરકુંડલા પોલીસ સુરતથી તેમને દબોચી લઇ પૂછપરછ હાથ ધરી હતી અને આશ્રમની તપાસ પણ હાથ ધરી છે.

સંત.અમરદાસ સાહેબ ઉર્ફે અમરસંગ ખોડાભાઈ પરમાર ઉં.વ.35 ગામ ભાવનગર પોતે પરણિત છે. તેને 1 પુત્ર 1 પુત્રી છે જે ભાવનગર રહે છે. પોલીસ જાપ્તામાં ઊભેલો સફેદ વસ્ત્રધારી બગલા ભગત સાધુ પોલીસની સામે પોતે કરેલા કારનામાઓ પોપટની જેમ બોલી રહ્યો છે. અને પોતાની ભૂલ હોવાનું રટણ રટી રહ્યો છે.

ધર્મ અને સંસ્થાને કલંક લગાડતી આ ઘટનાથી સમગ્ર સાવરકુંડલા (Savarkundala) પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે પુત્રપ્રાપ્તિની ઘેલછામાં અનેક ભોળી મહિલાઓ આવા લંપટ સાધુઓ કે લંપટ લોકોની  માયાજાળમાં આવી જતા હોય છે. તેઓ એક ખાસ ચેતવાની જરૂર છે. ત્યારે હવે આ લંપટ સાધુ કેટલા લોકો સાથે આવું દુષ્કર્મ આચરી ચૂક્યો છે. તેના ઉપરથી ક્યારે પડદો ઊચકશે તે તો આવનારો સમય જ બતાવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news