ગુજરાતના આ ધારાસભ્યના થઈ રહ્યા છે વખાણ, ડૂબતા યુવકોને બચાવવા ખુદ દરિયામાં કૂદ્યા
Hira Solanki : ધારાસભ્ય હીરા સોલંકી અને તરવૈયા ટીમ યુવાનોને બચાવવા દરિયામાં બચાવવા પહોંચ્યા હતા. ધારસભ્ય હીરાભાઈ સોલંકી દરિયામાં કરંટ હોવા છતાં જીવન જોખમે દરિયામાં ખાબક્યા
Trending Photos
Amreli News અમરેલી : હાલ ભાજપના એક ધારાસભ્યની ચારેતરફ ચર્ચા થઈ રહી છે. એ છે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી. અમરેલીના રાજુલામાં તણાયેલા યુવાનોને બચાવવા તરવૈયાની ટીમ સાથે MLA હીરા સોલંકીની પણ દરિયામાં કૂદ્યા હતા. તેઓ પણ યુવકોની શોધખોળમાં લાગી ગયા છે. દરિયામાં કરંટ હોવા છતા તેઓ પોતાના જીવના જોખમે બચાવ ટીમ સાથે યુવકોની શોધખોળમાં લાગી ગયા છે.
અમરેલીના રાજુલાના પટવા ગામની ઘટના છે. જેમાં દરિયામાં 4 યુવાનો નાહવા ગયા હતા. આ યુવકો દરિયામાં ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ રેસ્ક્યૂ ટીમ દરિયામાં ઉતરી હતી. રેસ્ક્યૂ ટીમ આવે તે પહેલા સ્થાનિક લોકો યુવકોને બચાવવા દરિયામાં કૂદ્યા હતા. ત્યારે ધારાસભ્ય હીરા સોલંકી અને તરવૈયા ટીમ યુવાનોને બચાવવા દરિયામાં બચાવવા પહોંચી હતી. યુવકો ડૂબવાની ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓએ જરા પણ વિચાર્યા વગર દરિયામાં ઝંપલાવ્યું હતુ.
ધારાસભ્ય હીરા સોલંકી અને તરવૈયા ટીમ યુવાનોને બચાવવા દરિયામાં બચાવવા પહોંચ્યા હતા. ધારસભ્ય હીરાભાઈ સોલંકી દરિયામાં કરંટ હોવા છતાં જીવન જોખમે દરિયામાં ખાબક્યા હતા. જેમાં 3 યુવાનોનો બચાવ 1 થયો હતો, તો એક યુવકની શોધખોળ હજી શરૂ છે.
ધારાસભ્ય દરિયામાં શોધખોળ કરવા જતા તેમની પાછળ કેટલાય યુવાનો પણ જોડાયા હતા. રાજુલાના પટવા ગામમાં 3 યુવાનોના બચાવ બાદ એકની શોધખોળ ચાલુ છે. 2 કલાક બાદ માત્ર યુવાનનું ટીશર્ટ મળ્યું હતું. ધારાસભ્ય હીરા સોલંખી ખુદ દરિયામાં ઉતરીને યુવકની શોધખોળ કરી રહ્યાં છે. ધારાસભ્ય હીરા સોલંકી સામાન્ય માણસની જેમ દરિયામાં બચાવ કામગીરીમાં લાગ્યા હતા.
બાદમાં ધસમસતા સમુદ્રમાંથી ધારાસભ્ય હીરા સોલંકીને બોટમાં બેસાડાયા હતા. ધારાસભ્ય કલાકોથી દરિયામાં તરતા હોવાને કારણે કાર્યકરો દ્વારા બોટમાં બેસાડાયા હતા. હીરાભાઈ સોલંકી તરવૈયાની પહેલા દરિયા દેવને પગે લાગી અંદર પહોંચ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે