Amreli Loksabha Result: અમરેલી સીટ પર ભાજપનાં ભરત સુતરિયાની જીત, જેનીબેન ઠુમ્મરનો ના ચાલ્યો જાદું

Amreli Lok Sabha Chunav Result 2024: અમરેલી બેઠક લેઉવા પાટીદાર સમાજની બહુમતીવાળી બેઠક છે. ત્યારે અમરેલી લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા 2,27,839 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર મત ગણતરી 14 રાઉન્ડ પુરા થઈ ગયા છે. અમરેલીથી ભરત સુતરીયાની જીત નિશ્ચિત છે.

Amreli Loksabha Result: અમરેલી સીટ પર ભાજપનાં ભરત સુતરિયાની જીત, જેનીબેન ઠુમ્મરનો ના ચાલ્યો જાદું

Amreli Lok Sabha Election Result 2024:અમરેલી બેઠક સૌરાષ્ટ્રના રાજકારણમાં એપિસેન્ટર બની રહી છે. ગુજરાતની 26 બેઠકો પૈકી અમરેલી લોકસભા બેઠકનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. અમરેલી બેઠક પર ઉમેદવારની પસંદગીમાં અનેક વિવાદ જોવા મળ્યા હતા. તેમ છતાં ભાજપ માટે માથાનો દુખાવો બનેલી અમરેલી બેઠક પર ભારતીય જનતા પાર્ટી કેસરિયો લહેરાય એવી આશા છે. અમરેલી લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા 2,27,839 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર મત ગણતરી 14 રાઉન્ડ પુરા થઈ ગયા છે. અમરેલીથી ભરત સુતરીયાની જીત નિશ્ચિત છે.

અમરેલી લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેએ લેઉવા પાટીદારોને મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપે ભરત સુતરિયાને અને કોંગ્રેસે મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્મરને ટિકિટ આપી છે. અમરેલી બેઠક પર ઉમેદવારની પસંદગીમાં અનેક વિવાદ જોવા મળ્યા હતા. ભરત સુતરિયાનું નામ જાહેર થતા જ ભાજપમાં અસંતોષ સામે આવ્યો હતો. અમરેલીમાં ઠેરઠેર ઉમેદવાર બદલવાની માગ સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.

અમરેલી લોકસભા બેઠક છેલ્લા ત્રણ ટર્મથી ભાજપની જીત થતી રહી છે. રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા અમરેલીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ ઉપરાંત અમરેલીના પ્રથમ સાંસદ મહિલા હતા. તમને જણાવી દઈએ કે 2024ની ચૂંટણીમાં અમરેલી બેઠક પર 49.22% મતદાન થયું હતું.

અમરેલી લોકસભા મતવિસ્તાર લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી પાસે છે. આ લોકસભા મતવિસ્તાર અમરેલી અને ભાવનગર જિલ્લા હેઠળ આવે છે. આ બેઠક પરથી 2014ની ચૂંટણી નારણભાઈ કાછડિયા જીત્યા હતા. 2014ની ચૂંટણીના મતદાન સમયે અમરેલી લોકસભા મતવિસ્તારમાં કુલ મતદારોની સંખ્યા 1,486,286 હતી, જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 7,77,662 અને મહિલા મતદારોની સંખ્યા 7,08,624 હતી.

કોણ છે ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા?
ભરત સુતરીયા હાલ અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ છે. તેઓ લેઉઆ પાટીદાર સમાજના અને લાઠીના બારૈયા ગામના છે. તેઓ વ્યવસાયે ખેડૂત છે અને તેઓ ધોરણ 10 પાસ છે. તેઓ વર્ષ 1991 થી ભાજપ કેડર છે. તેઓ વર્ષ 2009-2011 દરમિયાન પાર્ટીના તાલુકા જનરલ સેક્રેટરી પદે રહ્યા હતા. તેઓ વર્ષ 2010-2015 દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ હતા. ભરત સુતરીયા વર્ષ 2019 બાદ નગરપાલિકા પ્રભારી હતા.

કોણ છે કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર?
જેનીબેન ઠુમ્મરે વર્ષ 2015માં અમરેલીના બાબરા તાલુકાની મોટા દેવળિયા બેઠક પરથી જિલ્લા પંચાયતની ચૂંટણી જીતીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જેનીબેન ઠુમ્મર અમરેલીના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય રહી ચુકેલા વિરજી ઠુંમ્મરના પુત્રી છે. તેઓ યુવા કોંગ્રેસ નેતા છે. હાલ કોંગ્રેસમાં સૌરાષ્ટ્ર મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે. 

નારણ કાછરીયા ત્રણ વખત રહી ચૂક્યા છે સંસદ
રાજકીય દૃષ્ટિકોણથી ગત ચૂંટણીમાં (2019) નારણ કાછરીયાએ ભાજપની ટીકીટ પર ચૂંટણી લડીને તેમના નજીકના હરીફ કોંગ્રેસના પરેશ ધાનાણીને 2 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. ચૂંટણીમાં નારણભાઈને 56 ટકા મત મળ્યા હતા. આ પહેલા પણ કાછરીયા અહીંથી ત્રણ વખત સંસદમાં રહી ચૂક્યા છે, જ્યારે 2004માં કોંગ્રેસ અહીંથી ચૂંટણી જીતી હતી.

સાત વખત કોંગ્રેસ પાર્ટીને જીતી મળી
આઝાદી પછી 1957ના લોકસભા ચૂંટણીથી લઈને 1984 સુધી સાત વખત કોંગ્રેસ પાર્ટીને જીતી મળી છે. પરંતુ જનતા દળે 1989માં અમરેલી બેઠક પરથી પહેલીવાર કોંગ્રેસને હરાવ્યું હતું. ત્યારપછી ભાજપ અહીંથી સતત જીત હાંસલ કરી રહ્યું છે. 1991, 1996, 1998 અને 1999માં અહીં ભગવો ઝંડો લહેરાઈ રહ્યો છે. એનડીએ સરકારના શાઈનિંગ ઈન્ડિયાના નારા છતાં 2004માં આ બેઠક પર ભાજપનો પરાજય થયો હતો અને લાંબા સમય બાદ ફરી એકવાર કોંગ્રેસનો વિજય થયો હતો. પછી 2009 અને 2014માં બીજેપી ફરી જીતી હતી. 2014માં નારણભાઈ કાછડિયા અમરેલી બેઠક પરથી સાંસદ બન્યા હતા.

અમરેલી શહેરમાં 7 વિધાનસભા બેઠકો
અમરેલીની કુલ વસ્તી 20,80,631 છે, જેમાંથી 74 ટકા લોકો ગામડામાં અને 25 ટકા લોકો શહેરોમાં રહે છે. અહીંના જ્ઞાતિ સમીકરણ મુજબ 7.63 ટકા લોકો SC અને 0.41 ટકા લોકો ST છે. અમરેલી શહેરમાં 7 વિધાનસભા બેઠકો છે, જેમાં ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડા, રાજુલા, અને મહુવામાં ભાજપનું પ્રભુત્વ છે, જ્યારે ગારિયાદર બેઠક ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જીતી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ આ તમામ વિધાનસભા મતવિસ્તારોમાં આગળ હતું.

2014નો જનાદેશ
2014ની અમરેલી લોકસભા ચૂંટણીમાં ભાજપના નારણભાઈ કાછડિયાએ કોંગ્રેસના વિરજીભાઈ ઠુમ્મરને હરાવીને 4,36,715 મતોથી જીત મેળવી હતી. વિરજીભાઈ ઠુમ્મરને 2,80,483 મત મળ્યા હતા.

2019નો જનાદેશ
2019ની અમરેલી લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નારણભાઈ કાછડિયાએ 5,29,035 મતોથી જીત મેળવી હતી અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને હરાવ્યા હતા. પરેશ ધાનાણીને 3,27,604 મત મળ્યા હતા. જ્યારે બસપાના ઉમેદવાર રાવજીભાઈ ચૌહાણને માત્ર 1,553 મત મળ્યા હતા. અમરેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો હતો. ભાજપે અહીંથી નારાયણ કાછડિયાને ટિકિટ આપી હતી જ્યારે કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી મેદાનમાં હતા. જ્યારે બહુજન સમાજ પાર્ટીએ રાવજીભાઈ ચૌહાણને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા.

અમરેલી બેઠક પર દિલીપ સાંઘાણી 4 વાર વિજેતા બન્યા
વર્ષ 1962માં અમરેલી બેઠક પર પ્રથમ ચૂંટણી થઇ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ મહિલા ઉમેદવાર જયાબેન શાહ પીએસપી પક્ષના માથુરદાસ મહેતાને હરાવીને સાંસદ બન્યા હતા. ત્યારબાદ વર્ષ 1967ની ચૂંટણીમાં પણ જયાબેન શાહ વિજેતા બન્યા હતા. આમ જયાબેન શાહ બે વખત સાંસદ બન્યા હતા. આ સિવાય આ બેઠક પર દિલીપ સાંઘાણી 4 વાર વિજેતા બન્યા છે અને એક વાર હારનો સામનો કરવો પડ્યો છે. નવીનચંદ્ર રવાની પણ આ બેઠક પર બે વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. 

અમરેલી વિશે?
અમરેલી ગુજરાતનું એક મહત્વનું શહેર છે, જે કપાસ, મગફળી અને ઘઉંની ખેતી માટે પ્રખ્યાત છે. અહીં ગીરના જંગલોની સરહદ વિસ્તાર છે. આ જિલ્લામાં પીપાવાવ બંદર આવેલું છે, જેના કારણે અહીં પ્રવાસીઓની ભારે અવરજવર રહે છે. ભારતનો સૌથી મોટો સિમેન્ટ પ્લાન્ટ અહીં આવેલો છે. આ ઉપરાંત અહીં પ્રાચીન ટાવર, મહેલો, ભાઈ સંગ્રહાલય, નાગનાથ મંદિર અને જુમ્મા મસ્જિદ જેવા ઐતિહાસિક સ્થળો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news