અમરાઈવાડી બેઠકનું ગણિત : બે પાટીદાર નેતા વચ્ચે સીધો જંગ, કોણ ફાવશે?

અમદાવાદ (Ahmedabad) શહેરની અમરાઇવાડી (Amraiwadi) વિધાનસભાની પેટાચૂંટણી માટે બે પાટીદારો (Patidar) નેતાઓ વચ્ચે સીધો જંગ જામ્યો છે. નવાઇની વાત એ છે અમદાવાદની આ બેઠક માટે બંને નેતાઓ મહેસાણા (Mehsana) જિલ્લાના કડીના વતની છે. ભારતીય જનતા પાર્ટી (BJ))એ આ બેઠક પરથી સંધના કાર્યકર જગદીશ પટેલને મેદાને ઉતાર્યા છે, તો કોંગ્રેસે (Congress) પાટીદાર નેતા ધર્મેન્દ્ર પટેલ પર દાવ લગાવ્યો. શહેરી બેઠક હોવાથી સ્વાભાવિક રીતે જ ભારતીય જનતા પાર્ટીનું પલડુ ભારે હોય પણ અહી સમીકરણ અલગ જોવા મળે છે. એવું એટલા માટે કે બંને પાટીદાર નેતાઓઓ અન્ય જ્ઞાતિના મતદારો પર આધાર રાખવાનો રહે છે. ત્યારે આવતીકાલે વિધાનસભાની પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) પહેલા બેઠકનું ગણિત જોઈએ.
અમરાઈવાડી બેઠકનું ગણિત : બે પાટીદાર નેતા વચ્ચે સીધો જંગ, કોણ ફાવશે?

ગૌરવ પટેલ/અમરાઈવાડી :અમદાવાદ (Ahmedabad) શહેરની અમરાઇવાડી (Amraiwadi) વિધાનસભાની પેટાચૂંટણી માટે બે પાટીદારો (Patidar) નેતાઓ વચ્ચે સીધો જંગ જામ્યો છે. નવાઇની વાત એ છે અમદાવાદની આ બેઠક માટે બંને નેતાઓ મહેસાણા (Mehsana) જિલ્લાના કડીના વતની છે. ભારતીય જનતા પાર્ટી (BJ))એ આ બેઠક પરથી સંધના કાર્યકર જગદીશ પટેલને મેદાને ઉતાર્યા છે, તો કોંગ્રેસે (Congress) પાટીદાર નેતા ધર્મેન્દ્ર પટેલ પર દાવ લગાવ્યો. શહેરી બેઠક હોવાથી સ્વાભાવિક રીતે જ ભારતીય જનતા પાર્ટીનું પલડુ ભારે હોય પણ અહી સમીકરણ અલગ જોવા મળે છે. એવું એટલા માટે કે બંને પાટીદાર નેતાઓઓ અન્ય જ્ઞાતિના મતદારો પર આધાર રાખવાનો રહે છે. ત્યારે આવતીકાલે વિધાનસભાની પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) પહેલા બેઠકનું ગણિત જોઈએ.

આવતીકાલે ગુજરાતમાં પેટાચૂંટણી, તમામ 6 બેઠકો પર તૈયારીઓનો ધમધમાટ શરૂ  

આ બેઠકનું રાજકીય સમીકરણ જોઈએ તો અમદાવાદ મહાનગર પાલિકાના ત્રણ વોર્ડનો સમાવેશ આ વિધાનસભામાં થાય છે. અમરાઇવાડી વોર્ડમાં કોંગ્રેસની પેનેલ વિજયી થઈ છે. ભાઈપુરા વોર્ડમાં ત્રણ ભાજપ અને એક કોંગ્રેસના કોર્પોરેટર છે. ઇન્દ્રપુરી વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ વિજેતા થઇ છે. આ સિવાય અહી વટવા અને ખોખરાના કેટલાક બૂથનો સમાવેશ થાય છે. આ પેનલના વિજય પ્રમાણે સીટ ફર ભાજપાનો દબદબો જોવા મળે છે. 

આ બેઠક પર જ્ઞાતિના આંકાડ પર નજર કરીએ તો અહીં કુલ ૨,૭૯,૦૮૨ મતદાર છે. જેમાં 5૦૦૦૦ દલિત, 5૦૦૦૦ પરપ્રાંતિય, 33000 પાટીદાર, ૧૧૦૦૦૦ ઓબીસી અને ૩૫ હજાર સવર્ણ મતોનો સમાવેશ થાય છે. એટલે કે બંને પટેલ ઉમેદવારોએ અન્ય મત પર આધાર રાખવાનો છે. 

અમરાઇ વાડી બેઠકના ઇતિહાસ પર નજર કરીએ તો, વર્ષ 1962માં અમરાઇવાડી વિધાનસભાનુ કોઈ અસ્તિત્વ ન હતું. એ સમયે અમદાવાદ શહેરમાં માત્ર સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થતો હતો. જેમાં સાબરમતી એલિસબ્રિજ, દરિયાપુર-કાઝીપુર અસારવા, જમાલપુર ખાડીયા, દરિયાપુર, શહેરકોટડા અને ગોમતીપુરનો સમાવેશ થતો હતો. 1967 અને 1972માં કાંકરીયા બેઠક અસ્તિત્વમાં આવી, જેમાં અમરાઇવાડીનો સમાવેશ થતો હતો. વર્ષ 1975માં મણિનગર વિધાનસભા અસ્તિત્વમાં આવી, જેમાં અમરાવાડી વિસ્તારનો સમાવેશ થતો હતો. 1975માં મણિનગરના ધારાસભ્ય તરીકે રાષ્ટ્રીય મજદુર પક્ષના નવિનચંદ્ર બારોટ કોંગ્રેસના નટવરલાલ શાહ સામે 6574 મતથી વિજયી બન્યા હતા. 

1975
નવીનચંદ્ર બારોટ, આરએમપી - 27853 (6574 મતે વિજય)
નટવરલાલ શાહ, કોંગ્રેસ - 21279

1980
રામલાલ રૂપલાલ, કોંગ્રેસ (આઇ) - 33894 (11138 મતે વિજયી)
ઇન્દુભાઇ પટેલ, જનતા પાર્ટી - 22756

1985
રામલાલ રૂપલાલ, કોંગ્રેસ - 36580 (16739 મતે વિજય)
હરીન પાઠક, ભાજપ - 19841

1990
કમલેશ ગોવિંદભાઇ પટેલ, ભાજપ - 55610 (30464 મતે વિજય)
જયંતીભાઇ કપાસી, જનતાદળ - 25146

1995
કમલેશ ગોવિંદભાઇ પટેલ, ભાજપ - 88838 (52128 મતે વિજય)
ચીમનલાલ હરીચંદ શાહ, કોંગ્રેસ - 36710

1998
કમલેશ ગોવિંદભાઇ પટેલ, ભાજપ - 82652 (39050 મતે વિજય)
વિજય કેલ્લા, કોંગ્રેસ - 43602

2002
નરેન્દ્ર મોદી, ભાજપ - 113589 (75333 મતે વિજય)
યતીન ઓઝા, કોંગ્રેસ - 38256

2007
નરેન્દ્ર મોદી, ભાજપ - 139568 (87161 મતે વિજય)
દિનશા પટેલ, કોંગ્રેસ - 52407

વર્ષ 2010માં થયેલા નવા સીમાંકનમાં અમરાઇવાડી વિધાનસભા અસ્તિત્વમાં આવ્યું, જેની અત્યાર સુધી બે ચૂંટણીઓ યોજાઇ છે.

2012
હસમુખભાઇ સોમાભાઇ પટેલ, ભાજપ - 108683 (65425 મતે વિજય)
બીપીનભાઇ ગોપાલભાઇ ગઢવી, કોંગ્રેસ - 43258

2017
હસમુખભાઇ સોમાભાઇ પટેલ, ભાજપ - 105694 (49732 મતે વિજય)
અરવિંદ ચૌહાણ, કોંગ્રેસ - 55962

હસમુખ પટેલ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં સાસદ બનતાં આ સીટ ખાલી પડી, જેની પ્રથમ પેટા ચૂંટણી યોજાવાની છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news