Success Story: આ ગુજરાતી ખેડૂતે ખેતીમાં નવી ક્રાંતિ સર્જી; નવી પદ્ધતિ અપનાવી કેવી રીતે કરે છે આંબળાની ખેતી?

Success Story: પાટણના ચાણસ્મા તાલુકાના મંડલોપ ગામના પટેલ નવટરભાઈએ છેલ્લા 21 વર્ષથી આમળાની ખેતી કરે છે. પ્રગતિશીલ ખેડૂત દ્વારા તેમની કોઠાસુઝ અને ખેતી વાડી વિભાગના માર્ગદર્શન હેઠળ ચીલા ચાલુ પદ્ધતિ છોડીને ઓર્ગનિક ખેતી તરફ વળી મોટા પ્રમાણમાં અમળાના છોડ વાવી આજે સારી એવી આવક મેળવી રહ્યા છે.

Success Story: આ ગુજરાતી ખેડૂતે ખેતીમાં નવી ક્રાંતિ સર્જી; નવી પદ્ધતિ અપનાવી કેવી રીતે કરે છે આંબળાની ખેતી?

 પ્રેમલ ત્રિવેદી/પાટણ : ચાણસ્માના મડલોપ ગામના પ્રગતિશીલ ખેડૂત દ્વારા તેમની કોઠાસુઝ અને ખેતી વાડી વિભાગના માર્ગદર્શન હેઠળ ચીલા ચાલુ પદ્ધતિ છોડીને ઓર્ગનિક ખેતી તરફ વળી મોટા પ્રમાણમાં અમળાના છોડ વાવી આજે સારી એવી આવક મેળવી રહ્યા છે. તો સારા પ્રકારની ખેતી અને તેમાં પણ ઓર્ગંનિક પ્રકારથી જતન કરી આમળાનું ઉત્પાદન કરવામાં આવતા તેની પંથકમાં માંગ પણ વધવા લાગી છૅ.

ઓર્ગેનિક રીતે ખેતી કરનાર માટે ઉજ્જવળ ભવિષ્ય
શિયાળાની ઠંડીમાં શરીરને તંદુરસ્ત રાખવા માટે લોકો કસરત અને યોગ સહિત વિવિધ વસાણાંનું સેવન કરતાં હોય છે. પરંતુ આ બધામાં આયુર્વેદની દ્રષ્ટિએ આમળાને ઉત્તમ માનવામાં આવે છે. વિટામિન- Cથી ભરપૂર આમળાં સેવન કરનારને તો લાભકારક છે, જ પરંતુ ઓર્ગેનિક રીતે ખેતી કરનાર માટે પણ ઉજ્જવળ ભવિષ્ય સમાન બન્યાં છે. 

સીઝનમાં પ્રગતિ શીલ ખેડૂત રૂપિયા 1 લાખથી વધુની આવક
પાટણના ચાણસ્મા તાલુકાના મંડલોપ ગામના પટેલ નવટરભાઈએ છેલ્લા 21 વર્ષથી આમળાની ખેતી કરે છે. પહેલા ચીલા ચાલુ ખેતી કરતા હતા, પણ તેમાં પાણી મેળવવા મુશ્કેલી તો રોગચાળો, બદલાતા વાતાવરણ જેને લઇ પાક ઉત્પાદન પર તેની સીધી અસર થવા પામતી હતી. ત્યારબાદ નટવર ભાઈ પટેલે ઓર્ગનિક બાગાયતી ખેતી કરવાનું વિચાર્યું અને તેઓએ તેમના પિતા અને પાટણ બાગાયતી ખેતીવાડી વિભાગનું માર્ગદર્શન મેળવ્યું અને હિંમતનગર વિસ્તારમાંથી 110 છોડ લાવી તેમના 2 વીઘાના ખેતરમાં તેનું વાવેતર કર્યું અને ગાયના ગોબર, ગૌમૂત્રનો ઉપયોગ કરી વિવિધ પ્રકારની દવા બનાવી ઓર્ગનિક પદ્ધતિથી જમીન ફળદ્રુપ બનાવી તે પ્રકારથી ખેતી કરતા આમળાના છોડ પર આવતા ફળ મોટા, રસ વાળા અને રેશા વગરના ઉત્પન્ન થતા તેની માંગ પણ વધવા લાગી છૅ. આ સીઝનમાં પ્રગતિ શીલ ખેડૂત રૂપિયા 1 લાખથી વધુની આવક મેળવી રહ્યા છૅ અને બજારમાં મંડલોપના આંબળાની માંગ પણ વધુ રહે છૅ.

ખેતરમાં આમળાનું વાવેતર કરવાનું આયોજન
આ પ્રકારે ઓર્ગેનિક પદ્ધતિ દ્વારા આમળાની ખેતી કરતા અન્ય ગામના ખેડૂતો પણ એ પ્રકારની ખેતી જોવા આવી રહ્યા છે. નટવર ભાઈએ જે પ્રકારે છોડની જાળવણી અને માવજત કરી સારા પ્રકારના અમાળાનું ઉત્પાદન કરે છે અને તેમાંથી સારી એવી કમાણી કરી રહ્યા છે, ત્યારે નટવરભાઈ એ જે પ્રકારે વાવેતર કર્યું છે. તેને નિહાળી અને તેમના માર્ગ દર્શન હેઠળ ખેડૂત તેમના ખેતરમાં આમળાનું વાવેતર કરવાનું આયોજન હોઈ તેમનું માર્ગદર્શન મેળવી રહ્યા છૅ.

શિયાળામાં આંબળાનું સેવન તંદુરસ્તી માટે પણ ફાયદા કારક
પાટણ, ચાણસ્મા પંથકના વેપારીઓ તેમજ લોકો સીઝન શરૂ થતાની સાથે જ મંડલોપ ગામે જઈ નટવર ભાઈ પટેલના ખેતરમાં આમળાની ખરીદી કરવા પહોંચી જાય છે. આ આબળું તદ્દન પ્રાકૃતિક ઢબે ઉત્પાદન કરેલ હોઈ તે મોટું અને રેસા વગરનું હોવાને લઇ તેની માંગ પણ વધુ હોય છૅ અને શિયાળામાં આંબળાનું સેવન તંદુરસ્તી માટે પણ ફાયદા કારક છૅ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news