ગુજરાતની આ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી શકે છે અમિત શાહ

લોકસભા ચૂંટણીને લઇને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડવા પર વિચાર કરી રહ્યાં છે. જો તેઓ ચૂંટણી લડવા તૈયાર થાય છે તો અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.

ગુજરાતની આ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી શકે છે અમિત શાહ

ગાંધીનગર: લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જવો મળી રહ્યો છે. ત્યારે લોકસભા ચૂંટણીને લઇને ભાજપે પણ કવાયત શરૂ કરી દીધી છે. તો અમિત શાહ લોકસભા ચૂંટણી લડી શકે છે તેવા સમાચાર સામે આવી રહ્યાં છે. જો કે, અમિત શાહ લોકસભા ચૂંટણી લડશે તો તેઓ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.

લોકસભા ચૂંટણીને લઇ ભાજપે રાજ્યમાં કવાયત શરૂ કરી દીધી છે. મળતી પ્રાથમિક માહિતી અનુસાર, લોકસભા ચૂંટણીને લઇને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડવા પર વિચાર કરી રહ્યાં છે. જો તેઓ ચૂંટણી લડવા તૈયાર થાય છે તો અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.

ત્યારે પીએમ મોદી રાજકોટથી ચૂંટણી લડવાને લઇને ભાજપના બે નેતાઓ અલગ અલગ નિવેદન આપી રહ્યાં છે. જેમાં નરહરિ અમીને પીએમ મોદીના અંગત નિર્ણય જણાવીને રાજકોટથી ચૂંટણી લડે તો સોરાષ્ટ્રને ફાયદો થશે તેવો દાવો કર્યો છે. ત્યારે બીજી બાજી બાબૂ જેબલિયાએ મોદી રાજકોટથી ચૂંટણી નહીં લડે તેવું નિવેદન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, 12 માર્ચે લોકસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ પાર્ટી દ્વારા રાજ્યમાં CWCનું આયોજન કરવામાં આવ્યું હતું. CWCમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણીનો શંખનાદ ફૂંક્યો હતો. ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવવા માટે સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news