‘સહકારથી સમૃદ્ધિ’ સંમેલનમાં અમિત શાહ બોલ્યા, ઐતિહાસિક સંમેલન તાપી ભૂમિ પર યોજાયું

આજે તાપીમાં દેશનો પ્રથમ સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયું હતું. જેમાં ગૃહમંત્રી અમિત શાહ પશુપાલકોને સંબોધન કર્યુ હતું. પશુપાલકોનો વિકાસ થાય તે હેતુથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્ષેત્રને વધુ વેગવંતુ બનાવવા સહકારીતા મંત્રલાય વિભાગની રચના કરવામાં આવશે. સુમુલ ડેરીના સહકારથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1 લાખથી વધુ પશુપાલકો જોડાયા હતા. 
‘સહકારથી સમૃદ્ધિ’ સંમેલનમાં અમિત શાહ બોલ્યા, ઐતિહાસિક સંમેલન તાપી ભૂમિ પર યોજાયું

ઝી મીડિયા/બ્યૂરો :આજે તાપીમાં દેશનો પ્રથમ સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયું હતું. જેમાં ગૃહમંત્રી અમિત શાહ પશુપાલકોને સંબોધન કર્યુ હતું. પશુપાલકોનો વિકાસ થાય તે હેતુથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્ષેત્રને વધુ વેગવંતુ બનાવવા સહકારીતા મંત્રલાય વિભાગની રચના કરવામાં આવશે. સુમુલ ડેરીના સહકારથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1 લાખથી વધુ પશુપાલકો જોડાયા હતા. 

તેમણે સંબોધનની શરૂઆતમાં કહ્યુ કે, દૂધ ઉત્પાદકોને મારા રામ રામ અને પ્રણામ. ઐતિહાસિક સંમેલન તાપી ભૂમિ પર યોજાયું છે. આ કાર્યક્રમ સહકારી માળખુ કેટલુ મજબૂત થયુ છે તેની સાક્ષી મળે છે. આ વર્ષ આઝાદીના અમૃત મહોત્સવનું છે. વડાપ્રધાનની દુનિયાભરમાં ખ્યાતિ છે. તેઓ આ મહોત્સવને અલગ અંદાજથી જોઈ રહ્યાં છે. અનેક શહીદો, સ્વાતંત્ર્યવીરોને યાદ કરવાનો મહોત્સવ કર્યો, અને તેમના ત્યાગથી દેશની યુવા પેઢી પ્રેરણા લે અને દેશભક્તિના સંસ્કારથી ભરાય તેવુ પણ આયોજન કર્યું. તેમણે દેશને સંકલ્પ વર્ષ તરીકે ઉજવવાનુ કાર્ય કર્યું. દેશ 25 વર્ષ પછી ક્યા હશે તે સંકલ્પ કરવાનું નક્કી કર્યું. દેશના દરેક નાગરિકેને સમૃદ્ધ બનાવવાની, સ્ટાર્ટઅપના માધ્યમથી યુવકોને આગળ આવવાની તક આપી. તેમ સહકારી કાર્યકર્તાઓ માટે સહકારી સંગઠનને મજબૂત કરવાનુ આપણે નક્કી કર્યુ છે. હુ ગર્વથી કહુ છું કે હુ સુવર્ણ કામ માટે આવ્યુ છે.

તેમણે કહ્યુ કે, 200 લીટરથી શરૂ થયેલી સુમુલ ડેરીની યાત્રા 20 લાખ લીટર સુધી પહોંચી છે. ખેડૂતો ભાઈ-બહેનોના પરિશ્રમ માટે રોજ 7 કરોડ રૂપિયાનુ દૂધ વેચાય છે. અઢી લાખ સભાસદના બેંક ખાતામાં સીધા પહોંચે છે. આદિવાસી બહેનોના ખાતામાં જે રૂપિયા જમા થાય છે, તે ચમત્કાર સહકારી આંદોલન અને સંઘબળનો છે. અમૂલના ત્રિભોવન પટેલના પુરુષાર્થથી થયુ છે. 

તાપી જિલ્લાના બાજીપૂરા ખાતે આયોજીત કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિત અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં 1 લાખથી વધારે પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. તો આ સમગ્ર કાર્યક્રમને પગલે પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે અને બાજીપૂરા પોલીસ છાવણીમાં ફેરવાયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news