તમે કાશ્મીર ફાઇલ્સ જોઇ આવ્યા કે નહી? અમિત શાહે પોતાની રેલીમાં લોકોને પુછ્યું !
Trending Photos
અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પોતાનાં ગૃહરાજ્ય અને પોતાનાં સંસદીય વિસ્તારની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે બોપલમાં આયોજીત એક કાર્યક્રમમાં શનિવારે કાશ્મીર ફાઇલ્સ ફિલ્મનો ઉલ્લેખ પણ કર્યો હતો. આ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, દરેક ગુજરાતીએ કાશ્મીર ફાઇલ્સ જોવી જોઇએ. કોંગ્રેસનાં શાસન દરમિયાન કાશ્મીરના ખીણ વિસ્તારમાં કેવી રીતે આપણા કાશ્મીરી પંડિતો સાથે ઉત્પીડન થયું. કેવી રીતે આતંકવાદીઓએ અને સ્થાનિક લોકોએ તેમની સાતે દુર્વ્યવહાર કર્યો.
જેમણે પણ આ ફિલ્મ નથી જોઇ તેમણે જરૂરથી આ ફિલ્મ જોવી જોઇએ. જેથી આપણે જાણી શકીએ કે કોંગ્રેસના શાસન દરમિયાન કેવા લોકોના આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને કેવી રીતે આ લોકો ઉત્પીડન કરે છે. જેથી કોંગ્રેસની માનસિકતા અંગે તમે જાણી શકો. શાહે કહ્યું કે, તમે જ્યારે નરેન્દ્ર ભાઇને બીજી વખત વડાપ્રધાન બનાવ્યા ત્યાર બાદ તેમણે સૌથી પહેલુ કામ 370 હટાવવાનું કર્યું હતું. જે લોકો કહેતા હતા કે 370 હટશે તો લોહીની નદીઓ વહેશે તેવું કંઇ જ થયું નથી. હાલ ત્યાં પ્રમાણમાં શાંતિ છે.
શાહે કહ્યું કે, વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશીત ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ કાશ્મીરી પંડિતો તેમના મુળ રાજ્ય અને પોતાના ઘરથી પલાયન થવા પર આધારિત છે. જે 1990 ના દશકની શરૂઆતમાં પાકિસ્તાન સમર્થિક આતંકવાદ દ્વારા કેટલાક ચોક્કસ સમુદાયને નિશાન બનાવાયાની દર્દનાક કહાની આ ફિલ્મમાં દેખાડવામાં આવી છે. તેમણેપોતાની સભાની શરૂઆત જ તમે કાશ્મીર ફાઇલ્સ જોયું કે નહી? તેવું પુછીને કરી હતી.
શાહે કોંગ્રેસ પર વ્યંગ કરતા જણાવ્યું કે, 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન 4 રાજ્યોમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. નાગરિકો પોતાના રાજ્યે સુરક્ષીત, સમૃદ્ધ અને શક્તિશાળી બનાવવા માટે નરેન્દ્ર મોદી દ્વારા અપનાવાયેલી નીતિઓને મત આપી રહ્યા છે. આ ચાર રાજ્યોમાં કોંગ્રેસનો સફાયો થઇ ગયો છે. ક્યાંય દુર દુર સુધી કોંગ્રેસ શોધી હાથ નથી આવી રહી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે