નમસ્તે ટ્રમ્પ: VIP ગેટ નજીક પડી જતા અમેરિકન પત્રકારને ઇજા, 10 બેભાન થયા

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી આજે વિશ્વનાં સૌથી વિરાટ ક્રિકેટ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ નામનાં કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં હજારોની મેદની ઉમટી પડી હતી. આ ઐતિહાસિક ઇવેન્ટને કવર કરવા માટે સમગ્ર વિશ્વનાં પત્રકારો ઉમટી પડ્યા હતા. જો કે અમેરિકન પત્રકાર લીચ મેથ્યુ કોઇ કારણસર VIP ગેટ નજીક ગબડી પડ્યાં હતા. તેના કપાળનાં ભાગે સામાન્ય ઇજા થઇ હતી.જો કે તત્કાલ 108ની ટીમ દ્વારા પત્રકારને સારવાર આપવામાં આવી હતી.
નમસ્તે ટ્રમ્પ: VIP ગેટ નજીક પડી જતા અમેરિકન પત્રકારને ઇજા, 10 બેભાન થયા

અમદાવાદ : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી આજે વિશ્વનાં સૌથી વિરાટ ક્રિકેટ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ નામનાં કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં હજારોની મેદની ઉમટી પડી હતી. આ ઐતિહાસિક ઇવેન્ટને કવર કરવા માટે સમગ્ર વિશ્વનાં પત્રકારો ઉમટી પડ્યા હતા. જો કે અમેરિકન પત્રકાર લીચ મેથ્યુ કોઇ કારણસર VIP ગેટ નજીક ગબડી પડ્યાં હતા. તેના કપાળનાં ભાગે સામાન્ય ઇજા થઇ હતી.જો કે તત્કાલ 108ની ટીમ દ્વારા પત્રકારને સારવાર આપવામાં આવી હતી.

ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં ગરમીનાં કારણે ગુજરાતી નાગરિકોને પણ ઘણી સમસ્યા વેઠવી પડી હતી. ત્યારે આટલી ગરમીમાં નહી રહેવા માટે ટેવાયેલા વિદેશી પત્રકારોને ખુબ જ મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેડિયમમાં હાજર અન્ય 10 લોકો પણ બેભાન થવાની ઘટના બની હતી. જ્યારે કેટલાક લોકોને ઉલ્ટીઓ થઇ હતી. જો કે 108ની ટીમ દ્વારા તમામને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. પત્રકારે પણ 108 ટીમનો આભાર માન્યો હતો. તેમને મળેલી સારવાર બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news