NRI News: સ્ટોરમાં કામ કરતા મહેસાણાના પાટીદાર યુવકની અમેરિકામાં કરપીણ હત્યા, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ

NRI News: અમેરિકામાં મહેસાણાનો એક યુવક સ્ટોરમાં કામ કરતો હતો ત્યારે સ્ટોરમાં કામ કરતા ગુજરાતી યુવકને ગોળી મારી  હત્યા કરાઈ છે. સ્ટોરમાં લૂંટના ઈરાદે ઘૂસેલા બે શખસોએ યુવકની છાતીમાં ગોળી ધરબી દીધી હતી.

NRI News: સ્ટોરમાં કામ કરતા મહેસાણાના પાટીદાર યુવકની અમેરિકામાં કરપીણ હત્યા, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ

તેજસ મોદી/મહેસાણા: વિદેશોમાં હવે ગુજરાતીઓ સુરક્ષિત જણાઈ રહ્યા નથી. કારણ કે થોડા સમય પહેલા ન્યૂઝીલેન્ડમાં એક ગુજરાતી યુવકની હત્યા બાદ અમેરિકામાં ફરી એકવાર ગુજરાતીની હત્યા કરવામાં આવી હતી. અમેરિકામાં મહેસાણાનાં એક યુવકની સ્ટોરમાં ગોળી મારી હત્યા કરી નાંખવામાં આવી છે. હાલ તો બંને હત્યારા આરોપીઓને પોલીસે પકડી પાડયા છે.

આ ઘટના વિશે મળતી માહિતી અનુસાર, અમેરિકામાં મહેસાણાનો એક યુવક સ્ટોરમાં કામ કરતો હતો ત્યારે સ્ટોરમાં કામ કરતા ગુજરાતી યુવકને ગોળી મારી  હત્યા કરાઈ છે. સ્ટોરમાં લૂંટના ઈરાદે ઘૂસેલા બે શખસોએ યુવકની છાતીમાં ગોળી ધરબી દીધી હતી. અમેરિકાના નેસ્વિલના ટેનેસી વિસ્તારમાં આ ઘટના બની હતી.

મહેસાણાના વિશાલ પટેલની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. જેના કારણે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે. વાસ્તવમાં મહેસાણાના ઉટાવા ગામનો વિશાલ પટેલ ટેનેસી રાજ્યના નેસ્વિલ શહેરમાં એક સ્ટોરમાં કામ કરતો હતો. 

બે દિવસ પહેલાં 2 અશ્વેત વ્યક્તિઓ સ્ટોરમાં લૂંટના ઈરાદે પ્રવેશે છે અને સ્ટોરમાં પ્રવેશતાની સાથે જ બંને હુમલાખોરો વિશાલ પટેલને ગોળી મારી ફરાર થઈ જાય છે. ગોળી વાગતા જ વિશાલનું ઘટનાસ્થળે જ મોત થાય છે. પોલીસે બંન્ને હત્યારાને ઝડપી લીધા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news