AMC ઠનઠન ગોપાલ, રૂપિયા ઉભા કરવા 500 કરોડમાં પ્રાઇમ લોકેશનની પ્રોપટી વેચવા કાઢી

Properties for Sale in Ahmedabad: આ માટે પ્લોટના ભાવ પણ જાહેર કરાયા છે. થલતેજમા આવેલા પ્લોટના વેચાણથી રુપિયા ૧૭૪ કરોડ તથા બોડકદેવ વોર્ડમાં આવેલા પ્લોટના વેચાણથી રુપિયા ૧૭૨ કરોડથી વધુ આવક થવાનો એએમસીને અંદાજ છે. ૨૦ થી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન તમામ પ્લોટ અંગે ઓનલાઈન હરાજી કરવામા આવશે.

AMC ઠનઠન ગોપાલ, રૂપિયા ઉભા કરવા 500 કરોડમાં પ્રાઇમ લોકેશનની પ્રોપટી વેચવા કાઢી

Ahmedabad Municipal Corporation: અમદાવાદમાં આવક કરતાં જાવક વધતાં હવે મોટા નિર્ણયો લેવાયા છે. એએમસી હવે પોતાની મિલકતો વેચવા કાઢી છે. જેને કારણે એએમસી શહેરના પ્રાઈમ લોકેશન પર આવેલા 7 પ્લોટને વેચીને 500 કરોડ રૂપિયા ઉભા કરી લેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખર્ચા વધી રહ્યાં છે. જેની સામે આવકના સ્ત્રોત ઘટતાં તિજોરીનું તળીયુ દેખાવા લાગ્યું છે. હવે વિકાસના નામે અમદાવાદના થલતેજ, બોડકદેવ ઉપરાંત વસ્ત્રાલ અને નિકોલમા આવેલા સાત પ્લોટ વેચીને ૫૦૦ કરોડની આવક ઉભી કરવા નિર્ણય કરવામા આવ્યો છે. 

આ માટે પ્લોટના ભાવ પણ જાહેર કરાયા છે. થલતેજમા આવેલા પ્લોટના વેચાણથી રુપિયા ૧૭૪ કરોડ તથા બોડકદેવ વોર્ડમાં આવેલા પ્લોટના વેચાણથી રુપિયા ૧૭૨ કરોડથી વધુ આવક થવાનો એએમસીને અંદાજ છે. ૨૦ થી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન તમામ પ્લોટ અંગે ઓનલાઈન હરાજી કરવામા આવશે. આ પહેલાં પણ  મ્યુનિ.એ.પ્લોટ વેચવા ઓનલાઈન હરાજી કરી હતી.

જે સમયે સિંધુભવન રોડ ઉપરના પ્લોટનો ૧૫૧ કરોડમાં સોદો નક્કી કરાયો હતો. જે આખરે રદ કરી દેવામાં આવ્યો હતો. સરકારે આ પ્લોટ વેચ્યો નહોતો પણ બજારમાં ભાવ અંગેની ગણતરીઓ માંડી લીધી હતી. હવે એક સાથે 7 પ્લોટ વેચવાનો નિર્ણય લીધો છે.

કોરોના મહામારીના સમય બાદ મ્યુનિસિપલ તંત્રની આવકમા ઘટાડો થયો છે. કોરોનાની અસર હવે એએમસીની આવક પર થવા લાગી છે.  આ પહેલાં 1૬ જેટલા રહેણાંક તથા કોમર્શિયલ પ્લોટના વેચાણ માટે ટેન્ડર બહાર પાડવામા આવ્યુ હતુ. ૭ મે-૨૦૨૧ના રોજ ઓનલાઈન હરાજી કરવામા આવી હતી.આ હરાજીમા ટી.પી.સ્કીમ. નંબર-૫૦, બોડકદેવના પ્લોટ નંબર-૩૮૫ની ૩૪૬૯ ચોરસમીટર જમીન ખરીદવા માટે ૧૫૮ બીડર ઓનલાઈન હરાજીમા હાજર રહયા હતા.

આ પણ વાંચો:  પ્રિયતમા સાથે જાવ કે પરિવાર સાથે...પણ જવાનું ચૂકતા નહી, ગજબના છે આ પિકનિક સ્પોટ
આ પણ વાંચો: 
 અહીં સસ્તામાં મળી જશે લેટેસ્ટ ફેશનના કપડાં, લગ્ન હોય તો અહીં જવાનું ચૂકતા નહી
આ પણ વાંચો: રહસ્યમય મંદિરની ખૌફનાક કહાની: શાપિત કિરાડૂ મંદિરમાં સાંજ પછી જતા ડરે છે લોકો
આ પણ વાંચો:
 'ઉજડે ચમન' કોઇ કહે તે પહેલાં અપનાવો આ ટિપ્સ, કાળા અને લાંબા થશે વાળ

પ્લોટની અપસેટ વેલ્યુ તંત્ર દ્વારા રુપિયા ૧,૮૮,૦૦૦ પ્રતિ ચોરસમીટર રાખવામા આવી હતી.જો કે હરાજી સમયે પ્લોટની કિંમત રુપિયા ૨,૨૨,૧૦૦ સુધી પહોંચી ગઈ હતી. જોકે, આ મામલે તંત્રને કાર્ટેલ રચાઈ હોવાની ગંધ આવતાં મ્યુનિએ આ પ્લોટની હરાજીઓ રદ કરી દીધી હતી. હવે ફરી રૂપિયાની જરરૂ પડતાં 7 પ્લોટ વેચવાનો નિર્ણય લેવાયો છે.

કયા સાત પ્લોટની ઓનલાઈન હરાજી કરાશે

પ્લોટનું સ્થળ   ક્ષેત્રફળ(સ્કે.મી)     અપસેટ વેલ્યુ           હેતુ

બોડકદેવ         ૭૫૭૭                  ૨૨૮૦૦૦          કોમર્શિયલ

થલતેજ           ૯૮૨૨                 ૧૭૭૮૦૦              રહેણાંક

થલતેજ           ૧૦૯૮                 ૧૪૦૦૦૦              રહેણાંક

વસ્ત્રાલ            ૯૭૭૮              ૬૨૦૦૦               રહેણાંક

વસ્ત્રાલ           ૩૧૫૩               ૭૨૦૦૦             રહેણાંક

વસ્ત્રાલ           ૩૧૪૧              ૭૨૦૦૦              રહેણાંક

નિકોલ          ૪૪૩૫             ૭૦૦૦૦             રહેણાંક

હવે એએમસીને પોતાની નવી આવક ઉભી કરવા માટે કોઈ સ્ત્રોત ન મળતાં ફરી આ પ્લોટનું વેચાણ કરી રૂપિયા ઉભો કરવાનો નિર્ણય લીધો છે. આ મામલે નિર્ણયો પણ લેવાઈ ગયા છે. જેને પગલે આગામી દિવસોમાં આ પ્લોટોની હરાજી થાય તેવી સંભાવના છે. એએમસી અત્યારસુધી સરકાર પાસે અપેક્ષા રાખતી હતી પણ હવે સરકાર કોઈ પણ રાહત યોજનાઓમાં રૂપિયા ખર્ચે તેવી સંભાવના ઓછી હોવાથી એએમસીએ પોતાના ખર્ચ માટે રૂપિયા ભેગા કરવાનો નિર્ણય લીધો છે. જેમાં બિલ્ડરોને પણ બખ્ખાં થવાની સંભાવના છે. આગામી દિવસોમાં હરાજીમાં શું ભાવ આવે છે અને સરકાર કેવો નિર્ણય લે છે એની પર તમામનો આધાર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news