અમદાવાદના નાગરિકો માટે વધુ એક સુવિધા : આ રુટ વચ્ચે દોડશે હનુમાન એક્સપ્રેસ, માત્ર 5 રૂપિયા ટિકિટ

Hanuman Express : અમદાવાદમાં AMTS બસ બાલા હનુમાન એક્સપ્રેસ ફરીથી શરૂ થઈ છે. આ બસ લાલ દરવાજા ભદ્રકાળી મંદિરથી ગાંધી રોડ થઈ કાલુપુર અને કાલુપુરથી પરત ભદ્રકાળી મંદિર સુધી ચાલશે
 

અમદાવાદના નાગરિકો માટે વધુ એક સુવિધા : આ રુટ વચ્ચે દોડશે હનુમાન એક્સપ્રેસ, માત્ર 5 રૂપિયા ટિકિટ

Ahmedabad News : અમદાવાદમાં જે રૂટ પર 6 વર્ષથી બસ સેવા બંધ હતી તે બસ સેવા પાંચમા નોરતાથી શરૂ કરવામાં આવી છે. હવે ભદ્રથી કાલુપુર વચ્ચે બાલા હનુમાન એક્સપ્રેસ દોડવાની શરૂ થઈ ગઈ છે. દર 20 મિનિટે મળી રહેશે આ બસ મળશે. એક્સપ્રેસ બસ સેવાની ટિકિટનો દર 5 રૂપિયા રાખવામાં આવ્યો છે. છેલ્લાં 6 વર્ષથી ગેરકાયદે દબાણોના કારણે મહત્વપૂર્ણ રૂટ પર બસ બંધ કરવાની નોબત આવી હતી. 

અમદાવાદ મહાનગર પાલિકાએ ભદ્ર આસપાસ સહિત સમગ્ર રૂટનાં તમામ દબાણો દૂર કરીને ફરીથી આ બસને ચાલુ કરી છે. આ બસની સવારે 6.30 વાગ્યાથી રાત્રે પોણા નવ વાગ્યા સુધી 44 ટ્રિપો ગોઠવવાવામાં આવશે. બાલા હનુમાન એક્સપ્રેસ ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા, પાનકોરનાકા, ફુવારા, બાલા હનુમાન મંદિર, ખાડિયા ચાર રસ્તા, પાંચકૂવા દરવાજા, શહેર કોટડા, કાલુપુર, રેવડી બજાર, ધના સુથારની પોળ, ઝવેરીવાડ, વીજળી ઘર, અપના બજાર અને તિલકબાગ વચ્ચે દોડશે. 

અમદાવાદમાં AMTS બસ બાલા હનુમાન એક્સપ્રેસ ફરીથી શરૂ થઈ છે. આ બસ લાલ દરવાજા ભદ્રકાળી મંદિરથી ગાંધી રોડ થઈ કાલુપુર અને કાલુપુરથી પરત ભદ્રકાળી મંદિર સુધી ચાલશે. જોકે આ બસના રૂટ ઉપર ભદ્રકાળી મંદિર, ત્રણ દરવાજા અને ગાંધી રોડ ઉપર મોટી સંખ્યામાં પાથરણા સહિતના દબાણો છે. જોકે, હાલ ભદ્રકાળી મંદિર પરિસર, ત્રણ દરવાજા, ગાંધી રોડ કાલુપુરથી લઈ પરત ભદ્રકાળી મંદિર સુધીમાં મોટી સંખ્યામાં રોડ ઉપર દબાણ અને પાર્કિંગ જોવા મળે છે. રોડ ઉપર વાહનો પાર્ક કરેલા છે ગમે ત્યાં લોકો લારીઓ અને પાથરણા લઈને ઊભા રહેલા હોય છે. જેના કારણે બાલા હનુમાન એક્સપ્રેસને પસાર થવામાં મુશ્કેલી પડશે એ નક્કી. 

પરંતું ભદ્રથી કાલુપુર વચ્ચે બાલા હનુમાન એક્સપ્રેસ દોડશે તેનાથી અમદાવાદના નાગરિકો આનંદમાં છે. AMTS દર 20 મિનિટે બસ શરૂ કરશે. આ માટે ટિકિટનો દર 5 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. 6 વર્ષથી દબાણના કારણે બંધ બસની સેવા 19 ઓક્ટોબરથી શરુ કરવામાં આવી છે. હાલ દબાણ દૂર કરી અમદાવાદ મનપાએ ફરી બસ સેવા શરુ કરી છે. સવારે 6:30 થી સાંજે 8:45 સુધી 44 ટ્રીપ લેવામાં આવશે. બસની સેવા 5.5 km સુધી મળશે. 

આ રૂટમાં ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા, પાનકોરનાકા, ફુવારા, બાલા હનુમાન મંદિર, ખાડિયા ચાર રસ્તા, પાંચકુવા દરવાજા, શહેર કોટડા, કાલુપુર, રેવડી બજાર, ધનાસુથારની પોળ, ઝવેરીવાડ, વીજળી ઘર, અપના બજાર અને તિલકબાગ વચ્ચે દોડશે

આશરે 20 કરોડના ખર્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ભદ્ર પ્લાઝા તૈયાર કર્યો હતો. નગર દેવીના દર્શને આવતા શ્રદ્ધાળુઓ માટે કોટ વિસ્તારને આવરી લેતી મફત બસ સેવા પણ શરૂ કરાઈ હતી, પરંતુ દબાણના કારણે છેલ્લા 6 વર્ષથી આ રૂટની બસ સેવાને સદંતર બંધ કરવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news