AMC એ અમદાવાદમાં સપાટો બોલાવ્યો, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર રિલાયન્સ ડિજીટલ સેન્ટરને સીલ માર્યું

અમદાવાદ કોર્પોરેશને કોવિડ 19 ને લઈ બેદરકારી દાખવતા એકમો સામે લાલ આંખ કરી છે. આજે સવાર થી જ amc ની ટીમ અમદાવાદ શહેરમાં સીલ મારવાની કામગીરી કરી રહી છે. જેમાં પ્રહલાદ નગરમાં આવેલુ રિલાયન્સ ડિજીટલને પણ સોશિયલ ડિસ્ટન્સના ભંગ અને સ્ટાફ કામગીરી દરમ્યાન માસ્ક ન પહેરતા amc એ સીલ મારવાની કામગીરી કરી છે. આ ઉપરાંત શાહઆલમ સર્કલ ખાતે આવેલો બ્રાન્ડ ફેકટરી મોલ પણ સીલ મારવામાં આવ્યો છે. બ્રાન્ડ ફેક્ટરી દ્વારા કોવિડ 19 ના નિયમોનું પાલન ન થતા આખો મોલ સીલ કરાયો છે. બ્રાન્ડ ફેક્ટરીમાં ફરજ પર હાજર કર્મચારીઓ અને ગ્રાહકો પણ માસ્ક વિના ઝડપાયા હતા. મનપાના દક્ષિણ ઝોન હેલ્થ વિભાગ દ્વારા મોલને સીલ મારવામાં આવ્યું છે. 
AMC એ અમદાવાદમાં સપાટો બોલાવ્યો, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર રિલાયન્સ ડિજીટલ સેન્ટરને સીલ માર્યું

ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદ કોર્પોરેશને કોવિડ 19 ને લઈ બેદરકારી દાખવતા એકમો સામે લાલ આંખ કરી છે. આજે સવાર થી જ amc ની ટીમ અમદાવાદ શહેરમાં સીલ મારવાની કામગીરી કરી રહી છે. જેમાં પ્રહલાદ નગરમાં આવેલુ રિલાયન્સ ડિજીટલને પણ સોશિયલ ડિસ્ટન્સના ભંગ અને સ્ટાફ કામગીરી દરમ્યાન માસ્ક ન પહેરતા amc એ સીલ મારવાની કામગીરી કરી છે. આ ઉપરાંત શાહઆલમ સર્કલ ખાતે આવેલો બ્રાન્ડ ફેકટરી મોલ પણ સીલ મારવામાં આવ્યો છે. બ્રાન્ડ ફેક્ટરી દ્વારા કોવિડ 19 ના નિયમોનું પાલન ન થતા આખો મોલ સીલ કરાયો છે. બ્રાન્ડ ફેક્ટરીમાં ફરજ પર હાજર કર્મચારીઓ અને ગ્રાહકો પણ માસ્ક વિના ઝડપાયા હતા. મનપાના દક્ષિણ ઝોન હેલ્થ વિભાગ દ્વારા મોલને સીલ મારવામાં આવ્યું છે. 

ગુજરાતમાં વરસાદની આગાહીને લઈને આવ્યા મોટા અપડેટ 

અમદાવાદમાં એએમસી દ્વારા આજે મોટાપાયે સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં પ્રહલાદનગરના રિલાયન્સ ડિજીટલ સેન્ટરને સીલ મારવામાં આવ્યું છે. તો સાથે  સાજીપુર વોર્ડમાં આવેલ ટોરેન્ટ પાવર બિલ કલેક્શન સેન્ટરને પણ 40 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો છે. આ ઉપરાંત કોવિડ 19ની ગાઈડલાઈનનું પાલન ન કરવા બદલ એનરીચ હેર એન્ડ સ્કીન સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડ પણ સીલ મારવામાં આવ્યું છે. આ ઉપરાંત બાપુનગરમા આવેલ ટોરેન્ટ બિલ કલેક્શન સેન્ટરને પણ સીલ મારવામાં આવ્યું છે. ત્યારે ટોરેન્ટ પાવર લિમિટેડનું નરોડા વિસ્તારમાં આવેલ સેન્ટર પણ સીલ મારવામાં આવ્યું છે. 

રામ મંદિરના ભૂમિ પૂજનથી સુરતના કારસેવક આજે ચા ન પીવાની બાધા પૂરી કરશે

ઉલ્લેખનીય છે કે, એએમસી દ્વારા કોવિડ 19નું સંક્રમણ અટકાવવા માટે મોટાપાયે પગલા લેવાઈ રહ્યાં છે. છેલ્લા બે દિવસમાં મોટી કામગીરી કરીને એએમસીએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરનારા એકમોને સીલ કર્યાં છે. બે દિવસ પહેલા અમદાવાદનો સૌથી મોટો આલ્ફા વન મોલ સીલ કરાયો હતો. તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે ડ્રાઇવઇન રોડ પર આવેલ મેકડોનલ્ડ રેસ્ટોરન્ટને સીલ માર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news