કોરોનાને ડામવા તંત્ર ખડેપગે પણ આમ છતાં ઘોર બેદરકારીનો મોટો કિસ્સો આવ્યો સામે
દેશભરમાં લોકડાઉનનો પાંચમો દિવસ છે. આ સમય દરમિયાન તંત્ર દ્વારા કરાઈ રહેલી પ્રસંશનીય કામગીરી વચ્ચે અમદાવાદના પાંજરાપોળ વિસ્તારના રહીશોની નારાજગી સામે આવી છે.
Trending Photos
અતુલ તિવારી, અમદાવાદ : દેશભરમાં લોકડાઉનનો પાંચમો દિવસ છે. આ સમય દરમિયાન તંત્ર દ્વારા કરાઈ રહેલી પ્રસંશનીય કામગીરી વચ્ચે અમદાવાદના પાંજરાપોળ વિસ્તારના રહીશોની નારાજગી સામે આવી છે. અહીં ગોયલ ટાવરમાં રહેતા રહીશોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. હકીકતમાં 26 માર્ચે ગોયલ ટાવરના એક 40 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રહીશોએ કોર્પોરેશન પાસેથી મદદ માગી છે પણ તેમને હજી સુધી આ મદદ મળી નથી.
ગોયલ ટાવરમાં રહેલી 40 વર્ષીય વ્યક્તિ લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાનો ભોગ બની છે. આ સંજોગોમાં ટાવરમાં ફ્યુમિગેશ કરવામાં આવે એવી રહીશો માગણી કી રહ્યા છે. તેમણે મ્યુનિસિપલ કાઉન્સિલર તેમજ ટોલ ફ્રી નંબર પર વારંવાર ફોન કર્યા છે પણ આમ છતાં તેમને કોઈ મદદ નથી મળી રહી.
ગોયલ ટાવરના જે રહિશનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમના પરિવારજનોના પણ ટેસ્ટ કરાયા છે અને આ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. આ સિવાય અહીં વિદેશથી આવેલા અન્ય બે લોકોને પણ કોરોન્ટાઇલ કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે