કોમન ટોયલેટમાં મહિલાઓ જવાનું ટાળતી, તેથી અમદાવાદમાં હવે મહિલાઓ માટે બનશે ખાસ ‘પિંક ટોયલેટ’

AMC Initiative For Women : અમદાવાદમાં જાહેર સ્થળો ઉપર મહિલાઓને શૌચાલયની પડતી મુશ્કેલી અંગે વિવિધ ફરીયાદ અને રજૂઆતો મળી હતી. જેના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહિલાઓ માટે વિશેષ સુવિધાઓ ધરાવતા ટોયલેટ બનાવવાની વાત વર્તમાન બજેટમાં કરી હતી. તેથી શહેરમાં કુલ 21 સ્થળો ઉપર પિંક ટોયલેટ બનાવવાનુ નક્કી કરવામાં આવ્યુ

કોમન ટોયલેટમાં મહિલાઓ જવાનું ટાળતી, તેથી અમદાવાદમાં હવે મહિલાઓ માટે બનશે ખાસ ‘પિંક ટોયલેટ’

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદ શહેરમાં મહિલાઓની સુવિધા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના સાત ઝોનમાં કુલ રૂપિયા 10 કરોડના ખર્ચે અલગ અને સગવડ સાથેના 21 પિંક ટોઈલેટ બનાવાશે. શહેરમાં નાગરિકોની સુવિધા માટે જુદા જુદા સ્થળોએ આશરે 350 જેટલા પે એન્ડ યુઝ ટોયલેટ બનાવાયા છે. જેમાં પુરુષ અને મહિલાઓના ટોઈલેટના બ્લોક અલગ હોવા છતાં ત્યાંનો મુખ્ય દરવાજો એક હોવાથી મહત્તમ મહિલાઓ પે એન્ડ યુઝ ટોઈલેટનો ઉપયોગ ટાળતી હોવાનું સરવેમાં જાણવા મળ્યું છે. જેથી શહેરમાં મહિલાઓ બહાર કોઈ કામે નીકળે ત્યારે ટોયલેટની ભારે અગવડ પડતી હોવાની રજૂઆતો મહિલા કોર્પોરેટરો અને સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી થઈ હતી. જેના પગલે મ્યુનિસિપલ કમિશ્નરે ચાલુ નાણાકીય વર્ષના ડ્રાફ્ટ બજેટમાં મહિલાઓ માટે અલાયદા પિંક ટોઈલેટ બનાવાની જોગવાઈ કરી હતી.

અમદાવાદમાં જાહેર સ્થળો ઉપર મહિલાઓને શૌચાલયની પડતી મુશ્કેલી અંગે વિવિધ ફરીયાદ અને રજૂઆતો મળી હતી. જેના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહિલાઓ માટે વિશેષ સુવિધાઓ ધરાવતા ટોયલેટ બનાવવાની વાત વર્તમાન બજેટમાં કરી હતી. પિંક ટોયલેટ સ્કીમ હેઠળ ફક્ત અને ફક્ત મહિલાઓની જરૂરીયાત અને સુવિધાઓને ધ્યાને રાખી શહેરમાં કુલ 21 સ્થળો ઉપર પિંક ટોયલેટ બનાવવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. એએમસીના સાતેય ઝોનમાં પસંદ કરાયેલા 21 સ્થળો પર પિંક ટોયલેટ બનાવાશે. એક ઝોનમાં હાલ 3 લોકેશન ઉપર પિંક ટોયલેટ બનાવવામાં આવશે. જે કોન્ટ્રાક્ટર આ પિંક ટોયલેટ બનાવશે. 5 વર્ષ સુધી તેની સારસંભાળ રખાશે, જેના માટે અલગથી 4.5 કરોડ જેટલી જંગી રકમ ચૂકવાશે. 

No description available.

એકંદરે 21 પિંક ટોયલેટ પાછળ કુલ રૂપિયા 10 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે. મહિલાઓને પિંક એટલે કે ગુલાબી કલર વધારે પસંદ હોવાથી આ તમામ ટોયલેટને અંદર-બહાર પિંક કલરથી રંગવામાં આવશે. મહિલાઓ માટેના અલાયદા પિંક ટોયલેટમાં કેરટેકર તરીકે પણ મહિલાઓને જવાબદારી સોંપવામાં આવશે. તેમજ આ ટોયલેટમાં કોઈ પુરુષ પ્રવેશ કરે નહિ તેની સૂચના આપતા બોર્ડ લગાવાશે. જેથી કોઈ મહિલાને અડચણ પડે નહીં

No description available.

પિંક ટોયલેટમાં મહિલાઓ માટે શું હશે સુવિધાઓ.......

  • પિંક ટોયલેટમાં 5 ટોયલેટ વેસ્ટર્ન સ્ટાઈલના લગાવાશે
  • ચેન્જિંગ અને બેબી ફીડિંગ માટે પણ અલગ રૂમ બનાવાશે
  • દરેક ટોઈલેટમાં સેનિટરી પેડ વેન્ડિંગ મશીન મૂકાશે
  • દિવ્યાંગ મહિલાઓ તથા બાળકીઓની સુવિધા માટે રેમ્પ સહિત ઓછી ઊંચાઈના ટોયલેટ લગાવાશે
  • પિંક ટોયલેટમાં સ્વચ્છતા પર ભાર મૂકાશે અને દુર્ગંધ ફેલાય નહીં તે માટે એક્ઝોસ્ટ ફેન પણ લગાવાશે. 
  • ત્યાં હેન્ડ ડ્રાયર, અરીસો, લિક્વિડ સાબુ સહિતની જરૂરી સુવિધા હશે

No description available.

21 લોકેશન પર પિંક ટોયલેટ હશે
એએમસીના રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ જણાવ્યુ કે, અમદાવાદના 21 લોકેશન ઉપર પિંક ટોયલેટ બનાવવા માટે રૂ.5 કરોડનો ખર્ચ થશે, તેમજ 5 વર્ષ માટેના તેના ઓપરેશન અને મેન્ટેનન્સ અંગે પણ સાડા ચાર કરોડથી વધુની રકમનો ખર્ચ થશે. એકંદરે 21 પિંક ટોયલેટ પાછળ કુલ રૂપિયા 10 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે. 

No description available.

ઉલ્લેખનીય છે કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમદાવાદમાં પહેલા કરતા અનેકગણી સારી સુવિધાઓ શૌચાલય માટેની કરી દેવામાં આવી છે. પરંતુ મોટાભાગના શૌચાલયોમાં પ્રવેશનો રસ્તો એક જ હોવાથી મહિલાઓ તેનો ઉપયોગ કરવાનુ ટાળથી હતી. ત્યારે નવા બનનારા 21 પિંક ટોયલેટ ફક્ત મહિલાઓની જરૂરીયાતને ધ્યાને રાખી બનવાના હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓ તેનો સંકોચ વિના ઉપયોગ કરી શકશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news