શું કરવું તેની AMC ને પણ ખબર નથી? બજાર બંધ કરવાના આદેશ બાદ ચાલુ રાખવા પછી ફરી બંધ કરવા આદેશ
Trending Photos
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયથી અમદાવાદ પશ્ચિમના કેટલાય નાના મોટા વેપારીઓ અસમંજસમાં મુકાયા. કરફ્યુ મુકવામાં આવ્યો છે એવું સમજીને ખાણી પીણી સિવાયનો વ્યવસાય કરતા વેપારીઓએ પણ 10 વાગતાની સાથે જ ધંધા વેપાર બંધ કર્યા. અગાઉ AMC તરફથી જાહેર થયેલા પરિપત્રએ અમદાવાદ પશ્ચિમમાં અનેક વેપારીઓની વધારી મુશ્કેલી, કોર્પોરેશન તરફથી બે પરિપત્ર થયા. જેમાં પહેલા પરિપત્ર મુજબ રાત્રે 10 વાગ્યા બાદ માત્ર દવાની જ દુકાનો ખુલી રહેશે. જો કે ત્યારબાદ ગણતરીના જ કલાકોમાં કોર્પોરેશનના નવા પરિપત્રમાં જોવા મળ્યો હતો. કોર્પોરેશનનાં યુટર્ન મુજબ માત્ર ખાણી પીણીની દુકાનો અને લારીઓ જ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.
જો કે વેપારીઓમાં ગેરસમજ ઉભી થઇ અને ખાણી પીણીના વ્યવસાય સિવાયના વેપારીઓ પણ પોતાની દુકાન કે લારી બંધ કરી 10 વાગે જ ઘર તરફ રવાના થયા હતા. કોર્પોરેશનને ગણતરીની કલાકોમાં લીધેલા યુટર્નના પગલે કેટલાક વેપારીઓએ કહ્યું કે કરફ્યુ મુકવામાં આવ્યો છે તેવી વાત વહેતી થઇ હતી. જેથી 10 વાગતા જ ધંધો બંધ કરી રહ્યા હતા. જ્યારે કેટલાક લોકો તો રાત્રે 10 વાગ્યા બાદથી કર્ફ્યું લાગ્યો હોવાનું માનીને વહેલા જ ઘરે પરત ફરી રહ્યો હતો.
જો કે બાદમાં સ્પષ્ટતા કરતા કોર્પોરેશને કહ્યું કે, કોઇ પ્રકારનો કર્ફ્યું લગાવવામાં આવ્યો નથી. આ ઉપરાંત માત્ર ખાણીપીણીની દુકાનો જ બંધ રાખવા માટે આદેશ અપાયો છે. કારણ કે ખાણીપીણીના નામે જ લોકોનાં ટોળા એકત્ર થતા હતા, જેથીક કોર્પોરેશને માત્ર અને માત્ર ખાણીપીણીની દુકાનો અને લારીઓ જ બંધ કરવા માટેનો આદેશ અપાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશનનાં આ આદેશ સામે લોકોમાં જોવા મળી રહેલા રોષને કારણે છેલ્લી ઘણીએ ફેરવી તોળ્યું હોવાનું મનાઇ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે