કોણ છે અમરીશ ડેર : પાટીલ કેમ હતા તલપાપડ, ચૈતર વસાવા બાદ આપના ઉમેશ મકવાણા ટાર્ગેટ
Ambrish Der : રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલાં ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો... રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરિશ ડેરે આપ્યું રાજીનામું.... લોકોની સેવા અને સહયોગ માટે કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો
Trending Photos
Loksabha Elections : મેં તો રૂમાલ મૂકીને જગ્યા રાખી હતી પણ અમરીશ ડેર બસ ચૂકી ગયા.. સી આર પાટીલ ઘણીવાર અમરીશ ડેરને ભાજપમાં જોડાવવા માટે આમંત્રણ આપી ચૂક્યા છે પણ આજે એ આમંત્રણ અને રૂમાલનો અમરીશ ડેરે સ્વીકાર કરી લીધો છે. આજે આહીર સમાજના નેતાઓ સાથે પાટીલ અમરીશ ડેરના અમદાવાગ સ્થિત ઘરે પહોંચ્યા હતા. એટલે અમરીશ ડેર કોંગ્રેસ છોડી રહ્યાંની અટકળો વહેંતી તઈ હતી જોકે, કોંગ્રેસે ડેરના રાજીનામાના સમાચાર વહેતા થાય એ પહેલાં સસ્પેન્ડ કરી દીધા હતા. આગામી દિવસોમાં અમરીશ ડેર ભાજપમાં જોડાઈ જશે. અહીં જાણો કોણ છે અમરીશ ડેર જેને લેવા માટે ભાજપ પહેલાંથી તૈયાર હતી. લોકસભા પહેલાં અમરીશ ડેરે કોંગ્રેસ છોડી દેતાં ઘણા સમીકરણો બદલાઈ ગયા છે. હવે ભાવનગરથી કોળી નેતા ઉમેદવાર બને તો નવાઈ નહીં. ભાજપ અમરીશ ડેરને રાજુલાની સીટ પરથી ફરી ચૂંટણી લડાવી શકે છે.
કોણ છે આ નેતા..
અમરીશ ડેર વર્ષ 2017માં રાજુલા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા, તે સમય તેઓ હીરા સોલંકીને હરાવી ધારાસભ્ય બન્યા હતા. જ્યારે 2022ની ચૂંટણીમાં અંબરીશ ડેરનો હિરા સોલંકી સામે પરાજય થયો હતો. અમરીશ ડેર ગુજરાત કોંગ્રેસનો એક યુવા ચહેરો હતો. વર્ષ 2017ની ચૂંટણીમાં બહુમતી સાથે રાજુલા બેઠક પર વિજય થયો હતો. અમરીશ ડેરનું આખુ નામ ડેર અમરીશભાઈ જીવાભાઈ છે. તેમણે જુનાગઢની ડો. સુભાષ વ્યાયામ શાળાથી ડી. પી. એડ. નો અભ્યાસ કર્યો છે. જેઓ પહેલાં ભાજપમાં હતા પણ કોઈ કારણોસર ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં એમનો પડ્યો બોલ ઝિલાતો હોવાથી તેઓએ ભાજપની અનેક ઓફરો નકારી હતી.
આજે ડેર અને પાટીલ વચ્ચે બેઠક
ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલે અમરેલીમાં કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરને લઈને નિવેદન આપ્યું હતું. એ સમયે પાટીલે કહ્યું હતું કે મારે તો ડેરને એક વખત ખખડાવવાના છે, મારો અધિકાર છે. અમરીશ ડેર માટે ભાજપમાં જગ્યા ખાલી જ છે. જેમ બસમાં આપણે આપણા મિત્રો માટે જગ્યા ખાલી રાખીએ તેમ મેં તેમના માટે રૂમાલ મૂકી રાખ્યો હતો પણ ડેર બસ ચૂકી ગયા હતા. ભાજપની પાર્ટીના ઘણા લોકો ડેરના ખાસ મિત્રો છે. અમરીશ ડેરની ભાજપમાં જોડાવવા અંગે ઘણીવાર ચર્ચાઓ થઈ છે. એ આજે સાચી સાબિત થઈ છે. ચર્ચા એ છેકે ડેર આવતીકાલે જ ભાજપમાં જોડાઈ શકે છે. અમદાવાદમાં આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને અંબરીશ ડેર વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાત સમયે પ્રદેશ ભાજપ નેતા ભરત ડાંગર સહિત આહીર સમાજના અન્ય સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતા.
ભાવનગરમાં આપના ઉમેદવારને ઝટકો લાગશે
અંબરીશ ડેરને ભાજપ દ્વારા રાજુલા વિધાનસભા બેઠક પર લડાવવાની તૈયારીઓ કરી રહ્યું હોવાની ચર્ચા હાલ ચાલી રહી છે. તો બીજી તરફ રાજુલાનાં ધારાસભ્ય હીરા સોલંકીને ભાજપ દ્વારા લોકોસભાની ટીકીટ આપવા ભાજપ મોવડી મંડળ તૈયાર હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાવનગર બેઠક પર કોળી સમાજનો ચહેરો ઉતારે તેવા ગણિતો છે. હાલમાં ભારતીબેન શિયાળ એ કોળી નેતા જ છે. ભાજપ રાજુલાનાં ધારાસભ્ય હીરા સોલંકીને ભાવનગર લોકસભા બેઠક પર ઉતારે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જેને લઈ ભાવનગર બેઠક પરથી ભારતીબેન શિયાળનું નામ કપાઈ શકે છે. હવે મહત્વની બાબતએ છે કે કોંગ્રેસ અને આપ દ્વારા ભાવનગર અને ભરૂચ બેઠક પર ગઠબંધન ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે. ત્યારે વિપક્ષની રણનીતિનો જવાબ આપવા ભાજપ ભાવનગરમાં કોળી સમાજનો ચહેરો ઉતારી શકે છે.
ભાવનગર લોકસભા બેઠક પર આપના ધારાસભ્ય ઉમેદવાર હોવાથી ભાજપે એમનો તોડ કાઢવા માટે સમીકરણો ફેરવી દીધા છે. ભાવનગર જિલ્લામાં લોકસભા બેઠક ઉપર 1980થી કૉંગ્રેસને માત્રને માત્ર હાર મળી છે. હવે 2024ની લોકસભા ચૂંટણીને લઈને ગઠબંધન કરવામાં આવ્યું છે. ભાવનગર લોકસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે બોટાદ જિલ્લાના ઉમેશ મકવાણા પસંદ કર્યા છે. શક્તિસિંહ ગોહિલના હોમટાઉન એવા ભાવનગર બેઠક ઉપર છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ હાર મેળવતી આવી છે, તેના ઉમેદવાર જીત્યા નથી. મોટા માર્જિનથી કૉંગ્રેસે આ બેઠક ગુમાવી છે. આ વર્ષે નવો પ્રયોગ કદાચ કરવામાં આવ્યો છે પણ ભાજપે આપ અને કોંગ્રેસના ગઠબંધનને હરાવવા માટે વિકલ્પ શોધી લીધો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે