ગુજરાતીઓ આનંદો! મહિનાના વિરામ બાદ હવે મેઘરાજા આવશે મૂડમાં! જાણો ક્યારે ક્યાં પડશે ધોધમાર
Meteorologist Ambalal Patel's forecast: વરસાદને લઈને આગાહી કરતા ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, 10થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડશે.
Trending Photos
Meteorologist Ambalal Patel's forecast: સપ્ટેમ્બર મહિનો ઓગસ્ટ મહિનાની જેમ સાવ કોરો કટ તો નહિ જ જાય. કારણ કે, સપ્ટેમ્બરમાં પણ ભારેથી અતિભારે કે ધોધમાર વરસાદની નહિ, પરંતું હળવા વરસાદની આગાહી તો છે જ. આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. જેમાં સપ્ટેમ્બર માસમાં રાજ્યના ભાગોમાં સારા વરસાદના સંકેત છે. આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી છેકે, ઓગસ્ટ ભલે કોરો ગયો પણ સપ્ટેમ્બર કોરો નહીં જાય. સપ્ટેમ્બરમાં પહેલાં સપ્તાહમાં જ મેઘરાજા ધબધબાટી બોલાવશે. જોકે, સપ્ટેમ્બર શરૂ થયો પણ હજુ વરસાદનું ટીપુંય પડ્યું નથી. ત્યારે લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યાં છે.
મહત્વનું છે કે આખો ઓગસ્ટ મહિનો કોરોધાકોર ગયો છે ત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા હવે સપ્ટેમ્બર મહિનામાં હવામાન વિભાગે સારા વરસાદની આગાહી કરી છે. જેમાં સુરત, વલસાડ,ભરૂચ,ડાંગ,નવસારી,નર્મદા અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદ,ખેડા, દાહોદ, આણંદ,મહીસાગર અને પંચમહાલમાં મધ્યમ વરસાદ, જ્યારે અમરેલી, ભાવનગર, દીવ, ગીર સોમનાથમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
4થી 10 સપ્ટેમ્બરે ગુજરાતનું પલટાઈ શકે છે: અંબાલાલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, 4 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બરમાં બંગાળાના ઉપસગારમાં મજબૂત સિસ્ટમ બનશે. જેના કારણે આંધ્રપ્રદેશ, ઓરિસ્સા થઈને મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં 3 થી 10 સપ્ટેમ્બરમાં રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે. પહેલા સપ્તાહના અંતમાં અને બીજા સપ્તાહના અંત વચ્ચે રાજ્યમાં સારો વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. તો 13-20 સપ્ટેમ્બરમાં ભારે વરસાદી ઝાપટાની શક્યતા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, બંગાળાના ઉપસાગરમાં એક પછી એક મજબૂત સિસ્ટમ બનતા દેશ સહીત ગુજરાતનાં ભાગોમાં વારસાદ પડી શકે છે. સપ્ટેમ્બરના અંતિમ તબકામાં વરસાદ થોડો ઓછો રહી શકે છે. 1 સપ્ટેમ્બરથી ગરમી વધશે. આ દિવસોમાં ટ્રેડ પવન સાનુકૂળ રહેવાની શક્યતા છે. પશ્ચિમ હિન્દ મહાસાગરનો પવન સાનુકૂળ રહેતા વરસાદ સારો રહેશે. તારીખ 10-15 સાપ્ટેમ્બરમાં આરબસાગરમાં લૉ સિસ્ટમ બનશે. મોન્સૂન ટ્રફ નીચે આવતા સપ્ટેમ્બર મહિનામાં થોડા વરસાદ થવાની શક્યતા છે.
ક્યાં પડશે વરસાદ?
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 6થી 12 સપ્ટેમ્બર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. 10થી 15 સપ્ટેમ્બર અરબી સમુદ્ર, બંગાળના ઉપસાગરમાં પણ સિસ્ટમ બનશે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ રહેશે. મધ્ય, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આ સિવાય પંચમહાલ, ભરૂચ, સાપુતારામાં વરસાદની આગાહી છે. તો વલસાડ, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જામનગરમાં પણ વરસાદ વરસશે. તો આ સમયગાળા દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે. તેઓએ કહ્યું કે, ઓક્ટોબર મહિનામાં હવાનું દબાણ ઉત્પન્ન થવાથી વરસાદ રહેશે.
સપ્ટેમ્બર શરૂ થતા કેટલાંક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ ક્રિએટ થઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટોછવાયો હળવો વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય રાજ્યના તમામ ભાગોમાં હવામાન સૂકું રહી શકે છે. આગામી સમયમાં પણ આજ ભાગોમાં હળવો વરસાદ રહી શકે છે.
અલનીનોની અસરના કારણે ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાયો હતો અને તે બાદ ફરી એકવાર ચોમાસું એક્ટિવ થવા માટે સાનુકૂળ હવામાન બન્યું છે, આગામી સમયમાં નવી સિસ્ટમ સક્રિય થઈ શકે છે અને રાજ્યમાં મેઘ મહેર થઈ શકે છે, જોકે, હવામાન વિભાગ દ્વારા હાલમાં નવી સિસ્ટમ અંગે કોઈ સંભાવનાઓ વ્યક્ત કરી નથી. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગરમીમાં પણ આગામી દિવસોમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતાઓ ન હોવાનું જણાવ્યું છે પરંતુ જો વાદળો દૂર થાય તો સામાન્ય ફેરફાર થઈ શકે છે. જોકે, પાછલા 2 દિવસથી હળવો તડકો રાજ્યના ઘણાં ભાગોમાં જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે અમદાવાદમાં પણ હાલ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી નથી. ભેજવાળા પવનોના કારણે સાંજના સમયે બફારો પણ અનુભવાઈ રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે