નવા વર્ષે અંબાજી મંદિરનો ચાચર ચોક માઈ ભક્તોથી ઉભરાયો! અમદાવાદના માઈ ભક્તે 21 કિલોની કેકનો પ્રસાદ ચઢાવ્યો!

સમગ્ર અંબાજી મંદિર પરિષદ બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. અંબાજી મંદિરનો ચાચર ચોક માઈ ભક્તોથી ઉભરાયેલું જોવા મળ્યું હતું અને અંબાજી મંદિરમાં પણ ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન કરી પોતાની નવા વર્ષે શરૂઆત કરી હતી.

નવા વર્ષે અંબાજી મંદિરનો ચાચર ચોક માઈ ભક્તોથી ઉભરાયો! અમદાવાદના માઈ ભક્તે 21 કિલોની કેકનો પ્રસાદ ચઢાવ્યો!

અંબાજી: આજથી નવા વર્ષ એટલે કે 2023 ની શરૂઆત થઈ છે અને સાથે થર્ટી ફસ્ટ અને પહેલી જાન્યુઆરીને શનિ રવિની રજા હોવાથી લોકો નવા વર્ષની ઉજાણી સાથે ધાર્મિક સ્થળોએ દર્શનાર્થે જવાનું વધારે મહત્વ સમજતા હોવાથી અંબાજી ખાતે આજે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ખાસ કરીને રાત્રીએ લોકો થર્ટી ફસ્ટ મનાવી હતી અને વર્ષ 2022ને વિદાય આપી વર્ષ 2023 નું શુભારંભ કર્યો હતો. જ્યારે આજે 2023ના નવા વર્ષના શુભારંભે અંબાજી મંદિરના ચાચર ચોકમાં લાંબી લાલ ધજાઓ સાથે યાત્રીકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો.

સમગ્ર અંબાજી મંદિર પરિષદ બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. અંબાજી મંદિરનો ચાચર ચોક માઈ ભક્તોથી ઉભરાયેલું જોવા મળ્યું હતું અને અંબાજી મંદિરમાં પણ ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન કરી પોતાની નવા વર્ષે શરૂઆત કરી હતી અને જેમાં પણ ખાસ કરીને કેટલાક ભક્તો પોતે પગપાળા ચાલી માતાજીના મંદિરે ધજાઓ લઈને પહોચ્યા હતા.

આ પણ વાંચો:

આજના દિવસે જે છેલ્લા બે વર્ષથી નવા વર્ષની ઉજવણી કરી શકતા ન હતા કે અંબાજી મંદિર આવી શકતા ન હતા તેવા ભક્તોએ પણ સમગ્ર દેશ અને વિશ્વમાંથી કોરોના જેવા રોગમાંથી મુક્તિ મળે અને આવનારું વર્ષ સુખાકારી નિવડે અને શાંતિપૂર્ણ પસાર થાય તેવી પણ પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો:

આજે મોટી સંખ્યામાં માય ભક્તો અંબાજી મંદિરના શિખરે બાવન ગજની ધજાઓ પણ ચડાવતા નજરે પડ્યા હતા, જ્યારે અમદાવાદના એક માઈ ભક્તે માતાજીના 21 કીલો વેજેટેરીયન કેકનો પ્રસાદ ધરાવી પ્રસાદ સ્વરુપે વહેંચ્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news