આજે જો તમે અંબાજી જશો તો ત્યાંની તમામ દુકાનો બંધ મળશે, કારણ છે....

વરસાદને રીઝવવાના પ્રયાસોમાં અંબાજીવાસીઓ આગળ આવ્યા છે. રિસાયેલા મેઘરાજાને મનાવવા માટે અંબાજીમાં ધંધો-રોજગાર બંધ રાખી પ્રાર્થનાક રવા મટે ઉજાણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને પગલે આજે અંબાજીમાં તમામ દુકાનદારો, સ્કૂલોમાં સ્વંયભૂ બંધ પાળવામાં આવ્યો છે. 

આજે જો તમે અંબાજી જશો તો ત્યાંની તમામ દુકાનો બંધ મળશે, કારણ છે....

મહેન્દ્ર અગ્રવાલ/બનાસકાંઠા :આજે જો તમે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમા અંબાજી બંધ જોવા મળશે. મંદિરમાં દર્શન કરવા મળશે, પણ તમને અંબાજીની દુકાનો આજે બંધ હોવાથી ત્યાં ખરીદી નહિ કરી શકો. જેનુ કારણ છે વરસાદ. વાયુ વાવાઝોડા બાદ વરસાદે બ્રેક લીધો છે. પણ વરસાદને રીઝવવાના પ્રયાસોમાં અંબાજીવાસીઓ આગળ આવ્યા છે. રિસાયેલા મેઘરાજાને મનાવવા માટે અંબાજીમાં ધંધો-રોજગાર બંધ રાખી પ્રાર્થનાક રવા મટે ઉજાણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને પગલે આજે અંબાજીમાં તમામ દુકાનદારો, સ્કૂલોમાં સ્વંયભૂ બંધ પાળવામાં આવ્યો છે. 

અમદાવાદમાં માંગો ત્યારે ડ્રગ્સ મળશે, જુઓ ઝી 24 કલાકનો Exclusive Report

ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અસર તળે થોડા દિવસો પહેલા સારો વરસાદ નોંધાયો હતો, પણ ત્યાર બાદ વરસાદે જાણે વિરામ લીધો છે. નોંધપાત્ર વરસાદ ન થતા અનેક લોકો અકળાયા છે. ગરમી હજી પણ બપોરના સમયે લોકોને દઝાડી રહી છે, તો બીજી તરફ સમયસર વાવણી કર્યા બાદ ખેડૂતો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યારે રિસાયેલા મેઘરાજાને મનાવવા માટે અંબાજીના રહેવાસીઓ દ્વારા અનોખો પ્રયાસ શરૂ કરાયો છે. 

શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ
આ પ્રયાસમાં અંબાજીના નગરજનો દ્વારા તમામ ધંધા-રોજગાર બંધ કરીને ઉજાણી કરવાનું આયોજન કરાયું છે. આ વિશે અંબાજી ગ્રામ પંચાયતના ઈન્ચાર્જ સરપંચ કલ્પના પટેલ દ્વારા અંબાજીની તમામ શૈક્ષણિક સંસ્થાઓને પણ લેખિતમાં રજા જાહેર કરવા અંગે માહિતગાર કરાયા હતા. ત્યારે આજે ગુરુવારના રોજ સ્વંયભૂ બંધ પાળવામાં આવ્યો છે. આજે અંબાજીમાં ઠેરઠેર મેઘરાજાને મનાવવાના પ્રયાસો કરવામાં આવશે. અંબાજીની પ્રજા એ આશા સાથે આ ઉજાણી કરી રહ્યા છે કે મેઘરાજા તેમની આજીજી સાંભળશે અને ગુજરાતની ધરતી પર વર્ષા કરશે.  

શ્રદ્ધાળુઓ ભૂખ્યા ન રહે તેનું આયોજન
અંબાજી યાત્રાધામ હોવાથી અહી રોજ હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે ઉજાણીમાં શ્રદ્ધાળુઓને કોઈ અવગડ ન પડે તેનુ પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ ભૂખ્યા ન રહે તે માટે ભોજનાલય સંચાલકો દ્વારા અંબાજી અને ગબ્બર ખાતે રસોઈમાં વધારો કરી જરૂર પડ્યે રસોડા ચાલુ રાખવાનું આયોજન કરાયું છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news