Shamlaji Mandir બાદ અંબાજીમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરનારાઓને નહી મળે પ્રવેશ

શામળાજી મંદિર ટ્રસ્ટ બાદ અંબાજી મંદિર ટ્રસ્ટ (Ambaji Mandir Trust) એ નિર્ણય લીધો છે કે વેસ્ટર્ન લુકવાળા કપડાં પહેરીને શ્રદ્ધાળુ મંદિરમાં પ્રવેશ કરી શકશે નહી. મંદિરના પ્રવેશ દ્રાર પર આ સૂચનાનું બેનર પણ લગાવવામાં આવ્યું છે. 

Shamlaji Mandir બાદ અંબાજીમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરનારાઓને નહી મળે પ્રવેશ

પરખ અગ્રવાલ, અંબાજી: શામળાજી મંદિર (Shamlaji Mandir) માં ટૂંકા વસ્ત્રો પહેરીને આવનાર ભક્તોને પ્રવેશ પર પાબંધીનો મુદ્દો અટક્યો નથી ત્યાં તો ગુજરાતના વધુ એક મંદિરમાં આ પ્રકારનો નિયમ લાગૂ કરી દીધો છે. શામળાજી મંદિર ટ્રસ્ટ બાદ અંબાજી મંદિર ટ્રસ્ટ (Ambaji Mandir Trust) એ નિર્ણય લીધો છે કે વેસ્ટર્ન લુકવાળા કપડાં પહેરીને શ્રદ્ધાળુ મંદિરમાં પ્રવેશ કરી શકશે નહી. મંદિરના પ્રવેશ દ્રાર પર આ સૂચનાનું બેનર પણ લગાવવામાં આવ્યું છે. 

શું કહેવું છે કે મંદિરના ટ્રસ્ટનું
અંબાજી મંદિર ટ્રસ્ટ (Ambaji Mandir Trust) દ્રારા કહેવામાં આવ્યું છે કે ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચ્યા બાદ મંદિર વહિવટીતંત્રએ નિર્ણય લીધો છે કે મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવનારને પ્રવેશ આપવામાં નહી આવે. જોકે મંદિર ટ્રસ્ટનું એ પણ કહેવું છે કે આ નિયમ જૂનો છે પરંતુ બોર્ડ ખરાબ થઇ જતાં નવું બોર્ડ લગાવવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે આ પહેલાં શામળાજી મંદિર (Shamlaji Mandir) માં નાના વસ્ત્રો પહેરીને આવનારને પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કોઇ નાના કપડાં પહેરીને આવે છે તો તેમને પીતાંબર પહેર્યા બાદ જ પ્રવેશ મળશે. 

ટૂંકા વસ્ત્રો પહેરનારાઓને નો એન્ટ્રી
અંબાજી મંદિર પહેલાં ગુજરાતના અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિર  (Shamlaji Mandir) ટ્રસ્ટે ટૂંકા કપડાં પહેરનારા મુસાફરોને પ્રવેશને અનુમતિ ન આપવાનો નિર્ણય કર્યો છે. ટ્રસ્ટનું કહેવું છે કે મંદિરમાં ટૂંકા કપડાં પહેરીને જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મંદિરમાં ટૂંકા કપડાં પહેરીને આવનારને પીતાંબર પહેર્યા બાદ જ પ્રવેશની અનુમતિ મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news