ગુજરાતનું સફેદ સોનું! બરફીના ટુકડા જેવા લાગતા ગુજરાતના સંગેમરમરને મળ્યો GI ટેગ

Ambaji Marble gets the GI tag :  અંબાજી નજીક પહાડોમાંથી સફેદ માર્બલ નીકળે છે. જેની ભારતભરમાં માંગ રહે છે, જીઆઈ ટેગ મળવાથી અંબાજીનો સફેદ મારબલ ઉચ્ચ ગુણવત્તાવાળો સાબિત થયો 

ગુજરાતનું સફેદ સોનું! બરફીના ટુકડા જેવા લાગતા ગુજરાતના સંગેમરમરને મળ્યો GI ટેગ

Ambaji Temple : સંગેમરમરનો પથ્થર એક ઐતિહાસિક ખનીજ સમાન જ માનવામાં આવે છે આ સંગેમરમરથી દેશ વિદેશમાં મોટા મંદિરો જેવા સ્મારકો બન્યા છે, આપણે જણાવી દઈએ કે ગુજરાતભરમાં આ સંગેમરમર એટલે કે માર્બલ ખાણો માત્ર શક્તિપીઠ અંબાજીમાં આવેલી છે. ત્યારે આ કિંમતી સંગેમરમરને જીઆઈ ટેગ મળ્યું છે. 

અંબાજીમાં 30 ઉપરાંત ખાણોમાંથી સફેદ સંગેમરમરનો પથ્થર નીકળે છે. અંબાજીની ખાણોમાંથી નીકળતા આ સફેદ માર્બલના પથ્થરની મોટી વિશેષતાઓ છે. આ પથ્થર મજબૂતીમાં હાર્ડ અને કેલ્શિયમ માત્રા ભરપૂર છે. અંબાજી પંથકમાં એવું મનાય છે કે, આ માર્બલની ખાણો 1000,થી 1200 વર્ષ પુરાણી છે, ને આજે પણ ધરતીના પેટાળમાં સંગેમરમરનો પથ્થર એટલે કે માર્બલનો પથ્થરનો ખજાનો ધરબાયેલો પડ્યો છે. ઉદ્યોગકારો આ પથ્થરને જાણે બરફીના ચોસલા પાડીને નીકળતા હોય તેમ આધુનિક મશીનથી આ માર્બલના બ્લોક નીકળતા હોય છે. 

અયોધ્યામાં બનેલા રામ મંદિરના નિર્માણ કાર્યમાં જે બંસી પહાણના પથ્થરનો વપરાશ થયો છે, ત્યાં આ માર્બલનો પણ ઉપયોગ થનારો હતો. કારણ કે આ સફેદ માર્બલનું આયુષ્ય ઘણું લાંબુ અને ટકાઉ છે. ગુજરાત કે દેશ જ નહિ પણ વિદેશોમાં પણ અંબાજીના આ માર્બલની ભારે બોલબાલા છે. અંબાજીના આ પથ્થરથી અનેક મંદિરોના પણ નિર્માણ થયા છે. ભલે પછી માઉન્ટ આબુના દેલવાડાના દેરા હોય કે પછી શક્તિપીઠ અંબાજીનું જ મંદિર હોય. તે પણ અંબાજીના માર્બલમાંથી જ બનેલા મંદિરો મનાય છે. 

તાજેતરમાં અંબાજીના સફેદ આરસપહાણમાં જે સિલિકોન ઓક્સસાઈડ કેલિશ્યમ ઓક્સસાઈડ જેવા તત્વો હોવાને કારણે અંબાજી માર્બલને GI ટેગ ભારત સરકાર દ્વારા પ્રાપ્ત થયો છે. જેમ ઉચ્ચ ક્વોલિટીવાળા સોનાના દાગીનામાં હોલમાર્ગ હોય છે તેમ અંબાજીના માર્બલને હજારો વર્ષની તપસ્યા બાદ G I ટેગ એટલે કે જીઓ ગ્રાફિકલ ઇન્ડીકેશન સર્ટિફિકેટ મળ્યું છે. 

આ ટેગ સાચા માર્બલની ખરાઈના પુરાવાઓ આપે છે. આ GI (જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન) ટેગ મળતા અંબાજીના માર્બલની વેલ્યૂવેશન મોટા માર્કેટમાં ઘણી ઉંચી થઈ છે. સાથે અંબાજીનો માર્બલ ઉચ્ચ ગુણવત્તાસભર હોવાનું પણ આ GI ટેગ સાબિત કરી બતાવે છે. હાલ દિલ્હીમાં બની રહેલે અમેરિકન એમ્બેસીમાં અંબાજીના માર્બલનો ઉપયોગ થઈ રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news