BJP સામે બાથ ભીડી અલ્પેશે, ગુજરાત સરકારને ધમકી આપી છે કે...

ગુજરાત સરકાર દ્વારા ઓગષ્ટ 2018માં પોલીસ વિભાગની LRD સંવર્ગની કુલ 9,713 જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે 3077 જેટલી જગ્યાઓ હતી, જેની પરીક્ષા 6 જાન્યુઆરી 2019ના રોજ લીધી હતી.

 BJP સામે બાથ ભીડી અલ્પેશે, ગુજરાત સરકારને ધમકી આપી છે કે...

અમદાવાદ : ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પરિપત્ર મામલે સરકારને ચીમકી આપી છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યુ કે, સરકાર 48 કલાકમાં પરિપત્ર વિવાદનો ઉકેલ લાવે અને જો આમ કરવામાં નહીં આવે તો ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવશે. જેથી હવે અલ્પેશ ઠાકોરે પોતાની જ સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં કારમી હાર બાદ અલ્પેશ ઠાકોર ભાજપના જાહેર મંચ પરથી ગાયબ થઇ ગયો હતો. અલ્પેશ ઠાકોરે LRD મહિલા અનામત મુદ્દે રૂપાણી સરકાર પર સવાલ ઉઠાવતા ગુજરાતની રાજનીતિમાં ફરી કેન્દ્ર સ્થાન મેળવવા કવાયત હાથ ધરી છે.

અનામતનું કોકડું એટલી હદે ગૂંચવાયુ છે કે અત્યારે અનામત અને બિન અનામત વર્ગના લોકો આમને-સામને આવી ગયા છે. બિન અનામત વર્ગની મહિલાઓ પરિપત્રમાં સુધારો ના કરવાની માંગ સાથે આંદોલન કરી રહી છે ત્યારે બંધારણીય અનામત બચાવો સમિતીએ એલાન કર્યુ છે કે, જો સરકાર 24 કલાકમાં LRD ભરતી મુદ્દે પરિપત્ર રદ નહી કરે તો મહેસાણા બંધનું એલાન આપવામાં આવશે. 
 
રાજકોટની દીકરીનો ગજબનો આઇડિયા, કેનેડા પરણીને જતા પહેલાં ખોલતી ગઈ સમાજની આંખો

આ વિવાદની વિગતો જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા ઓગષ્ટ 2018માં પોલીસ વિભાગની LRD સંવર્ગની કુલ 9,713 જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે 3077 જેટલી જગ્યાઓ હતી, જેની પરીક્ષા 6 જાન્યુઆરી 2019ના રોજ લીધી હતી. આ પરીક્ષાનું મેરિટ 31 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરિટવાળી મહિલા ઉમેદવારોની જનરલ મેરિટમાંથી બાદબાકી કરાઈ હતી. જેની સામે વિરોધ નોંધાવતા રાજ્યભરમાંથી મહિલા ઉમેદવારો હાલ ગાંધીનગરમાં ધરણાં પર બેઠી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news