ગુજરાતની તમામ સ્કૂલોએ 30 દિવસમાં કરવું પડશે ફરજિયાત આ કામ, 5 ઓગસ્ટ છેલ્લો દિવસ
રાજ્યની તમામ શાળાઓને 30 દિવસની અંદર ફાયર એનઓસી મેળવી લેવા કહેવામાં આવ્યું છે અને તેના માટે 10 દિવસની અંદર શાળાઓએ અરજી આપવાની રહેશે.
Trending Photos
Fire NOC Gujarat: ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતની તમામ સ્કૂલોમાં ફાયર NOC ફરજિયાત કરવામાં આવી છે. જી હા... રાજ્યની તમામ શાળાઓને 30 દિવસની અંદર ફાયર એનઓસી મેળવી લેવા કહેવામાં આવ્યું છે અને તેના માટે 10 દિવસની અંદર શાળાઓએ અરજી આપવાની રહેશે.
અગાઉ રાજ્યના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલોમાં તપાસ કરવામાં આવી હતી. જે અંગેનો રિપોર્ટ પણ શિક્ષણ વિભાગને સોંપવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા વધુ એક પરિપત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં તમામ જિલ્લા શિક્ષણાધિકારીને આદેશ કરવામાં આવ્યો છે કે તમામ સ્કૂલો 30 દિવસમાં ફાયર NOC મેળવવાની રહેશે. NOC ના મળે ત્યાં સુધી સ્કૂલોએ નવી ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.
મહત્વનું છે કે શિક્ષણ વિભાગ દ્વારા હાઇકોર્ટમાં આજે ફાયર સેફ્ટી અને NOC અંગેનો રિપોર્ટ સબમિટ કરવાનો હતો. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા 10 દિવસનો સમય માંગ્યો છે. જેથી હવે 2 ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે