અમદાવાદ: સુરત, ભરૂચ અને વડોદરા તરફ જતી તમામ GSRTC ની ટ્રીપ રદ્દ
Trending Photos
અમદાવાદ : કોરોનાએ સમગ્ર ગુજરાતને ભરડામાં લીધું છે. જેના પગલે દરેકે દરેક જિલ્લાઓ પોત પોતાની રીતે કોરોનાથી બચવા માટે મથી રહ્યા છે. કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત અમદાવાદ આ મુદ્દે સૌથી વધારે ચિંતિત છે. અમદાવાદમાં મહા મુશ્કેલીએ કોરોના સંક્રમણ કાબુમાં આવ્યું છે. જો કે હવે કોરોનાનું બીજુ હોટસ્પોટ સુરતમાંથી સંક્રમિતો અમદાવાદમાં ન પ્રવેશે તે માટે વિવિધ ઉપાયો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાને હવે અમદાવાદથી સુરત,વડોદરા ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં જતી એસટી બસોના સંચાલન પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
GTU દ્વારા પરીક્ષાની તારીખો જાહેર: 30 જુલાઇએ ઓનલાઇન, 17 ઓગસ્ટે ઓફલાઇન પરીક્ષા લેવાશે
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સેન્ટ્રલ બસ સ્ટોપ ગીતા મંદિર ખાતે સુરત તરફથી આવતી બસો પર બંધી મુકવામાં આવી હતી. ત્યાર બાદ કૃષ્ણનગર, રાણીપ અને નહેરૂનગર જેવા એસટી બસ સ્ટોપ પર આવતા યાત્રીઓનાં એન્ટિજન ટેસ્ટ કરવા માટેની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. જો કે આખરે દક્ષિણ તરફ જતી બસોને અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જેના પગલે હવે અમદાવાદથી દક્ષિણ તરફ માત્ર પ્રાઇવેટ વાહન, જીવન જરૂરી વાહનોની આવન જાવન થઇ શકશે. એસટીની તમામ ટ્રીપ રદ્દ કરી દેવામાં આવી છે. જો કે આ અંગે પ્રાઇવેટ બસોનું સંચાલન થશે કે કેમ તે મુદ્દે ભારે અસંમજસ પ્રવર્તી રહી છે. ખાનગી વાહનો સુરત તરફ જઇ શકશે કે કેમ તે અંગે વિસ્તૃત ગાઇડ લાઇનની રાહ જોવાઇ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે