અક્ષરધામ મંદિર આ તારીખ સુધી રહેશે બંધ, ભક્તોને નહીં કરી શકે ભગવાનના દર્શન

ગાંધીનગરનું અક્ષરધામ મંદિર 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમજ અમદાવાદમાં કર્ફ્યૂ નાખતા જ અક્ષરધામ મંદિર બંધ કરવામાં આવ્યું હતું

અક્ષરધામ મંદિર આ તારીખ સુધી રહેશે બંધ, ભક્તોને નહીં કરી શકે ભગવાનના દર્શન

હિતલ પારેખ/ ગાંધીનગર: ગાંધીનગરનું અક્ષરધામ મંદિર 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમજ અમદાવાદમાં કર્ફ્યૂ નાખતા જ અક્ષરધામ મંદિર બંધ કરવામાં આવ્યું હતું. જો કે, આજથી અક્ષરધામ મંદિર શરૂ કરવામાં આવનાર હતું પરંતુ હવે 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. ત્યારે રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી 1 હજારથી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યાં છે. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં 57 કલાકનું કર્ફ્યૂ તેમજ અન્ય ત્રણ મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ જાહેર કર્યું હતું. અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા 20 નવેમ્બર રાતે 9 વાગ્યાથી 23 નવેમ્બર સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો હતો. જેને લઇને ગાંધીનગર અક્ષરધામ મંદિર દ્વારા દર્શનાર્થીઓની સલામતી જળવાય એ હેતુથી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

જો કે, 23 તારીખથી એટલે આજથી શરૂ કરવામાં આવનાર હતું પરંતુ રાજ્યમાં કોરોના કેસમાં વધારો થતો હોવાથી અક્ષરધામ મંદિર 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news