એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટમાં ભાજપમાં આંતરિક કકળાટમાં કોણ જંગ જીત્યું, ચૂંટણીનું આવી ગયું પરિણામ

Unjha APMC Election : મહેસાણાઃ ઊંઝા APMCમાં દિનેશ પટેલના જૂથનો દબદબો... પૂર્વ ચેરમેન દિનેશ પટેલના સમર્થકોની જીત થઈ... ખેડૂત વિભાગની 10 બેઠકો પર પરિણામ જાહેર... ભાજપ મેન્ડેટ ધરાવતા 5 ઉમેદવારની જીત...

એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટમાં ભાજપમાં આંતરિક કકળાટમાં કોણ જંગ જીત્યું, ચૂંટણીનું આવી ગયું પરિણામ

Mehsana News : એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટમાં ઊંઝા એપીએમસીની ચૂંટણીનો મુદ્દો ગરમાયો હતો. ભાજપ એ મેન્ડેડ આપ્યા છતાં ચુંટણીમાં ડખો ઊભો થયો હતો. ખેડૂતો વિભાગના બંને જૂથના 10 ઉમેદવારોને મેન્ડેડ અપાયો હતો. જેમાં સ્થાનિક ધારાસભ્ય, પૂર્વ મંત્રીના પૌત્ર અને પૂર્વ ચેરમેનનું જૂથ મેદાને હતું. ત્રણેય રાજકીય આગેવાનો ભાજપના નેતા વચ્ચે વર્ચસ્વની લડાઈનું પરિણામ આવી ગયું છે. ઊંઝા APMCમાં દિનેશ પટેલના જૂથનો દબદબો કાયમ રહ્યો છે. પૂર્વ ચેરમેન દિનેશ પટેલના સમર્થકોની જીત થઈ છે. ખેડૂત વિભાગની 10 બેઠકો પર પરિણામ જાહેર થયા છે. જેમાં ભાજપ મેન્ડેટ ધરાવતા 5 ઉમેદવારની જીત થઈ છે.  ઊંઝા APMCમાં ભાજપના 10માંથી 5 ઉમેદવારોની હાર થઈ છે. ખેડૂત વિભાગમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીત થઈ છે. તો ધારાસભ્યની કિરીટ પટેલની પેનલના તમામ ઉમેદવારોની હાર થઈ છે. 

ઊંઝા APMCમાં ખેડૂત વિભાગના વિજેતા ઉમેદવારની યાદી
મેન્ડેડ ઉમેદવાર

  • પટેલ અંબાલાલ જોઈતારામ
  • પટેલ કનુભાઈ રામાભાઇ 
  •  પટેલ ધીરેન્દ્ર કુમાર બાબુલાલ 
  • પટેલ પ્રહલાદભાઈ હરગોવિંદ 
  • પટેલ ભગવાનભાઈ શિવરામદાસ

અપક્ષ ઉમેદવાર

  • પટેલ બળદેવભાઈ શિવરામદાસ 
  • પટેલ રાજેન્દ્રકુમાર શંકરલાલ 
  • પટેલ લીલાભાઈ માધવલાલ
  • પટેલ શૈલેષભાઈ તળશીભાઈ
  • પટેલ જયંતીભાઈ વિઠ્ઠલદાસ

(આ તમામ ઉમેદવાર પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલના સમર્થક છે) 

ઉલ્લેખનીય છે કે, ઊંઝા એપીએમસીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. ઊંઝા એપીએમસીની કુલ ૧૪ બેઠકો માટે ચંટણી યોજાઈ હતી. ખેડૂત વિભાગની 10 બેઠકો અને વેપાર વિભાગની 4 બેઠકો માટે ચૂંટણી થઈ હતી. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 261 મતદારોમાંથી 258 મતદારોએ મતદાન કર્યું હતું. વેપાર વિભાગની 4 બેઠકો માટે 805 મતદારોમાંથી 782 મતદારોએ મતદાન કર્યુ હતું. આજે મતગણતરી યોજાઈ હતી. આમ, ઉંઝા એપીએમસીની સત્તા કોને ફાળે જાય છે તે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.

ભાજપે બળવો ખાળવા 5-4-1 ની પદ્ધતિ અપનાવી મેન્ડેડ 3 જૂથોમાં વહેંચ્યા હતા 
આ પરિણામ બતાવે છે કે, ખેડૂત વિભાગની પેનલમાં દિનેશ પટેલ જૂથનો દબદબો કાયમ રહ્યો છે. ખેડૂત પેનલમાં પૂર્વ મંત્રી નારાયણ પટેલ પૌત્ર સુપ્રિતનો પરાજય થયો છે. તો ધાસરભ્ય કિરીટ પટેલના ખાસ ટેકેદાર એચ કે પટેલનો પણ પરાજય થયો છે. ખેડૂત પેનલમાં ભાજપના મેન્ડેડવાળા 5 ઉમેદવાર વિજયી બન્યા છે. તો ખેડૂત પેનલમાં મેન્ડેડ વગરના 5 ઉમેદવાર વિજયી થયા છે. ભાજપે બળવો ખાળવા 5-4-1 ની પદ્ધતિ અપનાવી મેન્ડેડ 3 જૂથોમાં વહેંચ્યા હતા. ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને 1 મેન્ડેડ નારાયણ પટેલના પૌત્રને અપાયું હતું. નારાયણ પટેલ પોતાના પૌત્ર માટે મેન્ડેડ લાવ્યા, છતાં પરાજય થયો. મેન્ડેડ આપી ભાજપના તમામ ઉમેદવારોને જીતાડવાની રાજકીય ચાલ ખોટી સાબિત થઈ હતી. ખેડૂત વિભાગની મતગણતરી પૂર્ણ થયા બાદ હવે વેપારી વિભાગની મત ગણતરી થશે. મેન્ડેડ વિરૂદ્ધ જઈ  ચુંટણી જીતનાર ઉમેદવારો માટે ભાજપ કઈ સ્ટ્રેટેજી અપનાવશે તે જોવું રહ્યું. 

ત્રણ રાજકીય આગેવાનો ભાજપના નેતા અને તેમની વચ્ચે વર્ચસ્વની લડાઈ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે એક નિવેદનમાં કહ્યું હતું કે, વેપારી પેનલના સમર્થન માટે ઊંઝામાં જાહેર સભા યોજાઈ હતી. નારાજ પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદભાઈએ પણ મેન્ડેડ વાળા ઉમેદવારોને ટેકો આપ્યો છે. ચૂંટણીના પરિણામ આવતા મેન્ડેડવાળા ઉમેદવારો જીતશે. જેને મેન્ટેડ અપાયા તેવા ત્રણ ઉમેદવારો પણ સભામાં ગેરહાજર છે, તેમને બાદમાં મળીશું. મેન્ડેડવાળી 15 સીટો ભાજપ પાસે જ હશે. અત્યાર સુધી છ ઉમેદવારોએ મેન્ડેડવાળા ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news