PMJAY Yojna : સરકારે ખાનગી હોસ્પિટલોને કરોડો રૂપિયા ચૂકવવાના બાકી, આહનાએ કરી રજૂઆત

PMJAY Yojna : આહનાના પ્રમુખ ડોકટર ભરત ગઢવી અને ઉપપ્રમુખ વીરેન શાહે કહ્યું કે, સરકારે 650 કરોડ કરતા વધુની રકમ તાત્કાલિક ચૂકવવી જોઈએ. ગુજરાતની હોસ્પિટલ્સના પ્રતિનિધિઓ, PMJAY યોજના સાથે જોડાયેલી હોસ્પિટલના લાંબા સમયથી પડતર પ્રશ્નોના નિરાકરણ નથી મળી રહ્યા

PMJAY Yojna : સરકારે ખાનગી હોસ્પિટલોને કરોડો રૂપિયા ચૂકવવાના બાકી, આહનાએ કરી રજૂઆત

Pradhan Mantri Jan Arogya Yojana અતુલ તિવારી/અમદાવાદ : સરકાર દ્વારા જનતાને આરોગ્ય સુવિધા મળી રહે તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની શરૂઆત કરાવી હતી. જેમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકો સારવાર મેળવીને લાભ રહી રહ્યાં છે. પરંતુ સિક્કાની બીજી બાજુ એવી છે કે, આયુષ્યમાન કાર્ડના 500 હોસ્પિટલના 650 કરોડથી વધુ રકમ સરકારને ચૂકવવાની બાકી છે. ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોએ સારવાર કરાવ્યા બાદ સરકાર પાસેથી પેમેન્ટ માટે વલખા મારવા પડી રહ્યાં છે. તેથી આ માટે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન દ્વારા સરકારમાં રજુઆત કરાઈ છે. 

PMJAY યોજના અંતર્ગત હોસ્પિટલોને 650 કરોડ કરતા વધારે બાકી રકમ ચૂકવવા માંગણી કરાઈ છે. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન દ્વારા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને મળીને રજુઆત કરાઈ છે. આહનાએ 650 કરોડની બાકીની રકમ ચૂકવવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. PMJAY યોજના અંતર્ગત લગભગ 50 ટકા રકમ છેલ્લા એક - બે વર્ષથી બાકી હોવાની રજૂઆત કરાઈ છે.

આહનાના પ્રમુખ ડોકટર ભરત ગઢવી અને ઉપપ્રમુખ વીરેન શાહે કહ્યું કે, સરકારે 650 કરોડ કરતા વધુની રકમ તાત્કાલિક ચૂકવવી જોઈએ. ગુજરાતની હોસ્પિટલ્સના પ્રતિનિધિઓ, PMJAY યોજના સાથે જોડાયેલી હોસ્પિટલના લાંબા સમયથી પડતર પ્રશ્નોના નિરાકરણ નથી મળી રહ્યા. લગભગ 500 કરતા વધુ ખાનગી અને ટ્રસ્ટ હોસ્પિટલ PMJAY દર્દીઓને સારવાર આપે છે. PMJAY અંતર્ગત બાકી 650 કરોડ કરતા વધુની રકમ માટે સંબંધિત અધિકારીઓ સાથે વારંવાર નિયમિત ફોલોઅપ કરી રહ્યા છે, પરંતુ નક્કર ઉકેલ નથી મળતો. છેલ્લા ત્રણ વર્ષથી MA / PMJAY યોજનામાં વીમા કંપનીનો સમાવેશ થયો છે ત્યારથી કંપનીઓની ચુકવણી અનિયમિત હોવાની આહનાએ રજૂઆત કરી.

આહનાએ કહ્યું કે, વીમા કંપનીના અધિકારીઓનું બિનજવાબદર વલણ સરકારની લોકપ્રિય યોજનાને ચાલુ રાખવામાં રસ ધરાવતા ના હોવાનું લાગી રહ્યું છે. વીમા કંપનીઓએને મેનેજમેન્ટ સોંપવામાં આવ્યું ત્યારથી સમસ્યાઓ વધ્યાની રજૂઆત

મહત્વનું છે કે લગભગ 500 કરતાં વધુ ખાનગી અને ટ્રસ્ટ હોસ્પિટલ PMJAY યોજના અંતર્ગત દર્દીઓને સારવાર આપે છે.... જોકે ગુજરાતની હોસ્પિટલના પ્રતિનિધિઓ લાંબા સમયથી પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી રહ્યા છે... પરંતુ હજુ સુધી તેનું નિરાકરણ આવ્યું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news