AHMEDABD: ગુમ થયેલા બાળકો પૈકી મોટા ભાગનાએ લવ મેરેજ કર્યા, પોલીસ ચોંપડામાં ચોંકાવનારા ખુલાસા

શહેર અને રાજ્યમાંથી ગુમ થતા લોકો ને શોધવા અને પરિવાર સાથે ફરિ મિલન કરાવવું. તે ખૂબ જ અઘરું કામ હોય છે. કારણ કે ગુમ થનાર વ્યક્તિ પોતાની ઓળખ સમાજ અને પોલીસથી છુપાવતો હોય છે. ઉપરાંત પરત આવી ગયા બાદ પણ પોલીસને પરિવાર જાણ નથી કરતો.તેવા જ અમદાવાદ શહેરમાંથી ગુમ થયેલા 151 લોકોને એક અઠવાડિયા ની ડ્રાઈવ દરમિયાન શોધી લેવામાં આવ્યા.
AHMEDABD: ગુમ થયેલા બાળકો પૈકી મોટા ભાગનાએ લવ મેરેજ કર્યા, પોલીસ ચોંપડામાં ચોંકાવનારા ખુલાસા

મૌલિક ધામેચા/ અમદાવાદ : શહેર અને રાજ્યમાંથી ગુમ થતા લોકો ને શોધવા અને પરિવાર સાથે ફરિ મિલન કરાવવું. તે ખૂબ જ અઘરું કામ હોય છે. કારણ કે ગુમ થનાર વ્યક્તિ પોતાની ઓળખ સમાજ અને પોલીસથી છુપાવતો હોય છે. ઉપરાંત પરત આવી ગયા બાદ પણ પોલીસને પરિવાર જાણ નથી કરતો.તેવા જ અમદાવાદ શહેરમાંથી ગુમ થયેલા 151 લોકોને એક અઠવાડિયા ની ડ્રાઈવ દરમિયાન શોધી લેવામાં આવ્યા.

અમદાવાદ શહેરના 18 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ 1728 લોકો વર્ષ 2007થી અત્યાર સુધી ગુમ થયા છે. તેવા લોકોને શોધવા સીઆઇડી ક્રાઇમના મિસિંગ સેલ તથા શહેર પોલીસની અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી.25 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી ચાલેલી આ ડ્રાઈવ માં પોલીસે 151 લોકોને શોધ્યા અને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું.પોલીસ દ્વારા યોજાયેલી આ સ્પેશિયલ ડ્રાઇવ માં 25 જેટલી ટીમ બનાવવામાં આવી હતી. આ તમામ ટીમો એ છ દિવસની તપાસ બાદ 151 લોકોને શોધ્યા છે. એક અઠવાડિયાની તપાસ બાદ પોલીસે 18 વર્ષ સુધીના 10 બાળકો, 18 થી 40 વર્ષના 112 યુવકો, 40 થી 60 વર્ષના 26 લોકો અને 60 વર્ષથી વધુના લોકોને શોધવામાં આવ્યા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, સૌથી વધુ ગુમ થવાના કારણોમાં પ્રેમ લગ્ન અને ઘરે પરત આવ્યા બાદ પણ પોલીસને જાણ ન કરાઈ હોવાનું સામે આવ્યું છે. 

જોકે આ તમામ તપાસ ની વચ્ચે દસ વર્ષ પહેલા અમદાવાદ માંથી ગુમ થયેલી વિશ્વા પટેલ ની કોઈ ભાળ પોલીસને મળી નથી.ઉપરાંત વિશ્વા જેવા 2000 લોકો પોલીસ ચોપડે ગુમ અથવા અપહરણ થયેલા છે.જેને શોધવાની કવાયત પોલીસે હાથ ધરી છે. સમગ્ર રાજ્યમાં વર્ષ 2017 થી 50 હજાર કરતાં વધુ લોકો ગુમ અથવા અપહરણ થયા છે. જેમાંથી રાજ્યભરની પોલીસે 48 હજાર લોકોને શોધી નાખ્યા. એટલે 96 ટકા લોકો નું પરિવાર સાથે મિલન કરાવવામાં સફળ રહેલી ગુજરાત પોલીસ અન્ય 2000 લોકોને ક્યારે શોધે છે. અને કેવી રીતે તે જોવું મહત્વનુ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news