અમદાવાદમાં મોડી રાત્રે પરિણીતા પર ગેંગરેપ, નરાધમોએ ગંદુકામ કરીને ઉતાર્યો વીડિયો

Ahmedabad Crime News: 34 વર્ષીય મહિલાનો બળાત્કાર સમયનો વિડીયો આરોપીએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી મહિલાને વિડીયો વાયરલ કરવાની ધમકી આરોપી આપતા હતા.

અમદાવાદમાં મોડી રાત્રે પરિણીતા પર ગેંગરેપ, નરાધમોએ ગંદુકામ કરીને ઉતાર્યો વીડિયો

ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં ફરી એક વખત મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. પોતાના પતિની રાહ જોતા બહાર નીકળેલી પરિણીતાને બંધક બનાવી 3 નરાધમોએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. સાથે જ મહિલાનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા હતા. જોકે પરણિતાએ પોતાના પતિને આ અંગે જાણ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં બનાવના બે મહિના બાદ સરખેજ પોલીસે ગેંગ રેપની કલમો હેઠળ ગુનો નોંધી નરાધમની ધરપકડ કરી છે.

સરખેજ પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીના નામ વસીમ ઉર્ફે રાજા પઠાણ, અનિશખાન પઠાણ અને ઈદ્રીશ ઘાંચી છે. આરોપીઓએ 2 મહિના અગાઉ મોડી રાતે પોતાના પતિની રાહ જોઈ રહેલા પરણીતાને રિક્ષામાં ખેંચી બળજબરી પુર્વક તેની સાથે ગેંગરેપ ગુજાર્યો હતો. 34 વર્ષીય મહિલાનો બળાત્કાર સમયનો વિડીયો આરોપીએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી મહિલાને વિડીયો વાયરલ કરવાની ધમકી આરોપી આપતા હતા. સાથે જ આરોપી ફરિયાદીના પતિને ઓળખતા હોવાથી મારી નાખવાની ધમકી આપતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગેંગરેપ અંગે બનાવની વાત કરીએ તો 34 વર્ષીય મહીલાએ ફરિયાદ નોંધાવી છે કે આશરે 2 મહિના પહેલા તે તેના પતિની રાહ જોઈ રાતના અઢી વાગ્યાની આસપાસ અંબર ટાવર સામે આવેલ રોડ પરના મેદાન પાસે ઉભી હતી. તે સમયે આરોપી વસીમ ઉર્ફે રાજા પઠાણ તેની રીક્ષા લઈને આવ્યો અને અન્ય બે આરોપી અનિશ અને ઈદ્રીસની સાથે મળી તેની સાથે વારાફરતી ગેંગરેપ ગુજાર્યો હતો. જોકે પતિને મારી નાખવાની અને વિડીયો વાયરલ કરવાની ધમકી મળતા તેમણે અત્યાર સુધી ફરિયાદ નોંધાવી ન હતી.

બનાવની અઢી મહિના બાદ મહિલાએ પોતાના પતિને સમગ્ર બનાવની હકીકત વિશે વાતચીત કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. જ્યાં પોલીસે ગુનો નોંધી તમામ આરોપીની ધરપકડ કરી છે સાથે જ આરોપી વિરુધ્ધ વૈજ્ઞાનિક પુરાવા એકઠા કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

જુઓ આ પણ વીડિયો:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news