કેનેડા જનારા હવે બેગને તાળુ મારીને રાખજો, એરપોર્ટ પર અમદાવાદની મહિલાની બેગમાંથી થઈ મોટી ચોરી

Ahmedabad Airport : કેનેડા જતી મહિલાનાં ચેક ઈન લગેજથી 10 તોલા સોનાનાં દાગીના ચોરાયા, એરપોર્ટ સ્ટાફે હાથ અધ્ધર કરતા જોવાજેવી થઈ
 

કેનેડા જનારા હવે બેગને તાળુ મારીને રાખજો, એરપોર્ટ પર અમદાવાદની મહિલાની બેગમાંથી થઈ મોટી ચોરી

Canada Craze : રેલવે અને બસની જેમ હવે એરપોર્ટની મુસાફરી પણ સલામત રહી નથી. એરપોર્ટ પર મુસાફરોના સામાનની ચોરીના કિસ્સા વધી રહ્યા છે. પરંતુ અમદાવાદની એક મહિલા સાથે જે થયુ તે અત્યંત ચોંકાવનારું છે. હવે એમ લાગે છે કે, એરપોર્ટ પર પણ  સામાનને તાળુ મારવાનો સમય આવી ગયો છે. અમદાવાદની એક 61 વર્ષીય મહિલાના પેસેન્જર હેન્ડબેગમાંથી 10 તોલા સોનાના દાગીનાની ચોરી થઈ છે. કેનેડા પોતાના દીકરાને મળવા નીકળેલી ગુજરાતી મહિલાએ એરપોર્ટ પર લાખોના દાગીના ગુમાવ્યા છે. મહિલાએ કેનેડા પહોંચીને બેગ જોયુ તો અંદરથી 10 તોલાના દાગીના ખાલી હતા. જોકે, આ ચોરી અમદાવાદ એરપોર્ટ પર થઈ કે મુંબઈ એરપોર્ટ પર તે અંગે અનેક ચર્ચા ઉઠી છે. 

બન્યું એમ હતું કે, અમદાવાદના મણિનગર વિસ્તારના રહેવાસી એક મહિલાનો દીકરો કેનેડામાં રહે છે. દીકરાના ઘરે દીકરી અવતરી હોવાથી 61 વર્ષીય વૃદ્ધ મહિલા કેનેડા જવા નીકળ્યા હતા. તેઓએ પૌત્રી માટે 10 તોલા સોનું, ગણપતિની ભગવાનની ચાંદીની મૂર્તિ અને પૂજાના કેટલાક ચાંદીના વાસણો ખરીદ્યા હતા. તેઓ અમદાવાદથી વાયા મુંબઈ થઈને કેનેડા જવા નીકલ્યા હતા. તેઓએ અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટથી મુંબઈની ફ્લાઈટ લીધી હતી. અને મુંબઈથી બ્રિટિશ એરવેઝમાં કેનેડાની ટિકિટ બુક કરાવી હતી. બંને એરપોર્ટ પર તેમના સામાનું ચેકિંગ થયુ હતું. 

મહિલા પાસે 2 ચેક ઈન લગેજ તથા એક હેન્ડ લગેજ અને પર્સ હતું. અમદાવાદ એરપોર્ટ પર સ્ટાફે મહિલાને કહ્યું કે, તમારે હેન્ડ બેગને પણ ચેક ઈન લગેજમાં મુકવી પડશે. જેથી કરીને પહેલા તો તેમને થયું કે આ તપાસ અર્થે મુકાવી રહ્યા છે. મહિલાએ જ્યારે ચેક ઈન સમયે તપાસ થઈ ગઈ એના પછી હેન્ડબેગ પરત માગી હતી. તેવામાં અહીં હાજર સ્ટાફે હેન્ડબેગને ચેક ઈન લગેજમાં જ રાખો તમારી સાથે ન લઈ જાઓ એમ જણાવ્યું હતું. આ વાત તે મહિલા માની ગયા હતા ને લગેજ સાથે જ હેન્ડબેગ મૂકી ત્યાંથી મુંબઈ જવા માટે નીકળી ગયા હતા.

આ બાદ મહિલા મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા હતા. પરંતુ કેનેડાની ફ્લાઈટ પકડતા પહેલા તેઓએ હેન્ડબેક ચેક કરી તો તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. કારણ કે, તેમની બેગ ખાલી હતી. હેન્ડબેગમાંથી 10 તોલા સોનું, ચાંદીના વાસણો અને ગણપતિ બાપ્પાની ચાંદીની મૂર્તિ ગાયબ હતી. 

આ બાદ મહિલાએ મુંબઈ એરપોર્ટ પર ફરિયાદ કરી હતી. મહિલાના હેન્ડબેગમાંથી લાખોનો સામાન ચોરી થયો હતો. આખરે આ ચોરી ક્યાં થઈ એ ખબર ન પડી. આ ચોરી બાબતે એરપોર્ટ સ્ટાફે હાથ અધ્ધર કરતા જોવાજેવી થઈ હતી. આખરે મહિલાના દાગીના ગયા ક્યાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news