PM Modi Mother health LIVE Update : હીરાબાને આવતીકાલે હોસ્પિટલમાંથી રજા અપાય તેવી શક્યતા, બેસીને લિક્વિડ ફૂડ લીધું

PM Modi Mother health LIVE Update : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ છે ત્યારે હોસ્પિટલ દ્વારા આજે હીરાબાનું બીજુ હેલ્થ બુલેટિન જાહેર કર્યું છે 

PM Modi Mother health LIVE Update : હીરાબાને આવતીકાલે હોસ્પિટલમાંથી રજા અપાય તેવી શક્યતા, બેસીને લિક્વિડ ફૂડ લીધું

PM Modi Mother health LIVE Update : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત થતા ગઈકાલે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શતાયુ ઉંમરના હીરાબા હોસ્પિટલમાં દાખત થતા પીએમ મોદી પણ દિલ્હીથી તાત્કાલિક અમદાવાદ દોડી આવ્યા હતા. ત્યારે હાલ હીરાબાની તબિયતમાં સુધારો હોવાનું હોસ્પિટલ દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે યુએન મહેતા હોસ્પિટલ દ્વારા નવુ હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યુઁ છે. હેલ્થ બુલેટિન અનુસાર, હીરા બાના સ્વાથ્યમાં આજે સુધારો છે. તેમજ લેટેસ્ટ અપડેટ અનુસાર, હીરાબાએ બેડ પર બેસી લિક્વિડ ફૂડ લીધું છે. તેમજ MRI અને સીટી સ્કેન બાદ હોસ્પિટલમાંથી આવતીકાલે રજા અપાય એવી શક્યતા છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે પણ U.N મહેતા હોસ્પિટલમાં ફરી એકવાર હીરાબાના ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા. તો આજે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હીરાબાના ખબરઅંતર પૂછવા માટે યુએન મહેતા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેઓએ હોસ્પિટલમાંથી નીકળીને કહ્યુ હતું કે, હીરાબાની તબિયત ખૂબ જ સરસ છે. તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. એકાદ દિવસમાં રજા અપાશે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે હીરાબાને દાખલ કરાયા બાદ સૌથી પહેલા ભુપેન્દ્ર પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેઓ પ્રધાનમંત્રી હોસ્પિટલથી નીકળે ત્યાં સુધી રોકાયા હતા. 

આ પણ વાંચો : 

ગુજરાતભરમાં હીરાબા માટે દુઆ મંગાઈ
હીરાબાના  સ્વાસ્થ્ય માટે દેશભરમા પ્રાર્થના કરાઈ હતી. અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામમાં મહાઆરતીનું આયોજન કરાયુ હતું અને હીરાબાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી. તો અરવલ્લીના ભિલોડામાં હીરાબાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના સભા યોજાઈ હતી. ધારાસભ્ય પી સી બરંડાની હાજરીમાં યોજાયેલી પ્રાર્થનાસભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકોને રામધૂન બોલાવી હતી. મહેસાણાના વડનગરમાં હાટકેશ્વર મંદિરમાં હીરાબાના સારા સ્વાસ્થ્ય માટે વિશેષ પૂજા કરાઈ. હતી. હીરાબાના દીર્ઘ આયુષ્યની માટે રુદ્રાભિષેક કરાયો. હતો. તો રાજકોટમાં પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબાના સારા સ્વાસ્થ્ય માટે પૂજા કરાઈ હતી. યુવાનોએ ગૌ માતાની પૂજા કરી અને હીરાબાના  દીર્ઘાયુષ્ય માટે યુવાનોએ પ્રાર્થના કરી હતી.   
 

હીરાબાના મોસાળમાં પણ પ્રાર્થના કરાઈ
તો પાટણમાં હીરાબાના મોસાળમાં પણ તેમના સારા સ્વાસ્થ્ય માટે લોકોએ પ્રાર્થના કરી હતી. હીરાબાની નાદુરસ્ત તબિયતને લઈને મોસાળમાં લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી. સરસ્વતી તાલુકામાં આવેલ કાંસા ગામ હીરાબાનું મોસાળ છે. ત્યારે હીરાબાના મોસાળમાં તેમના સગા વ્હાલાઓએ હીરબાની નાદુરસ્ત તબિયતને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. હીરબાની તબિયત જલ્દીથી સુધારા પર આવે તે માટે હીરાબાના પરિવારના લોકોએ ભગવાન પાસે પ્રાર્થના કરી હતી. હીરાબાએ બાળપણમાં કાંસા ગામમાં અને કાંસા ગામના ખેતરોમાં દિવસો વિતાવ્યાની પરિવારે વાતો વાગોળી હતી. દેશના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કાંસા ગામમાં તેમનું મોસાળ થાય છે તેવો ઉલ્લેખ અનેકવાર કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news