AHMEDABAD: શહેરનાં આ વિસ્તારમાં 12 કલાકનાં સમયમાં બે હત્યાથી ચકચાર

પૂર્વ વિસ્તાર ફરી એક વાર અસામાજીક તત્વોનો અડ્ડો બનતો જાય છે. ખાસ કરીને તેમાં પણ અમરાઈવાડી વિસ્તારમાં હત્યા, લૂંટ અને અન્ય ગુનાહિત પ્રવૃતિઓ માટે કુખ્યાત થતો જાય છે, તેવામાં માત્ર 13 કલાકનાં સમયગાળામાં અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનાં બે બનાવો બનતા પોલીસ દોડતી થઈ છે.

AHMEDABAD: શહેરનાં આ વિસ્તારમાં 12 કલાકનાં સમયમાં બે હત્યાથી ચકચાર

મૌલિક ધામેચા/અમદાવાદ : પૂર્વ વિસ્તાર ફરી એક વાર અસામાજીક તત્વોનો અડ્ડો બનતો જાય છે. ખાસ કરીને તેમાં પણ અમરાઈવાડી વિસ્તારમાં હત્યા, લૂંટ અને અન્ય ગુનાહિત પ્રવૃતિઓ માટે કુખ્યાત થતો જાય છે, તેવામાં માત્ર 13 કલાકનાં સમયગાળામાં અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનાં બે બનાવો બનતા પોલીસ દોડતી થઈ છે.

અમદાવાદમાં હત્યા જાણે સામાન્ય બાબત થઈ ગયી હોય તેમ નજીવી બાબતે જીવલેણ હુમલો કરતા લોકો ખચકાતા નથી. અમરાઇવાડી વિસ્તારમાં બનેલી હત્યાની ધટનાની વાત કરીએ તો રબારી કોલોની વિસ્તારમા બાંકડા પર બેસવા જેવી સામાન્ય બાબતમાં ચંદન ગોસ્વામી નામનાં યુવકને ત્રણ ઈસમોએ લાકડા તેમજ અન્ય હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ યુવકનુ મૃત્યુ નિપજ્યું હતું. યુવકનાં મૃતદેહને પી.એમ માટે મોકલી પોલીસ ફરાર આરોપીઓને શોધવા માટે તજવીજ હાથ ધરી હતી. 

જોકે પોલીસ એક ઘટનામાં ફરિયાદ નોંધે ત્યાં જ બીજો બનાવ અમરાઈવાડીમાં આવેલા નેશનલ હેન્ડલુમ શોપીંગ સેન્ટર પાસે બન્યો. જેમાં જૂની અદાવતમાં 3 થી 4 શખ્સોએ ભેગા મળીને મનોજ વાઘેલા નામના ૨૪ વર્ષીય યુવકને ચપ્પુના ઘા મારીને ફરાર થઈ ગયા હતા. જે અંગે જાણ થતા ઝોન 5 ડિસીપી અચલ ત્યાગી સહિતનાં પોલીસ અધિકારીઓ ધટના સ્થળે દોડી આવ્યા હતા. માત્ર 12 કલાક જેટલા સમયગાળામાં અમરાઈવાડીમાં હત્યાના બે બનાવ બનતા વિસ્તારમા ચકચાર મચી ગઈ છે. 

પોલીસે હાલ તો બંન્ને ગુનામાં આસપાસમાં નજરે જોનાર વ્યક્તિઓ દ્વારા તેમજ ટેક્નીકલ સોર્સનાં માધ્યમથી હત્યારાઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ તો પોલીસે અમરાઈવાડી વિસ્તારમા 13 કલાકમાં જ બે યુવકની હત્યા કેસમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. ત્યારે હકીકત એ છે કે અમરાઇવાડી વિસ્તારમાં ફરી એક વખત અસામાજિક તત્વોએ માથું ઊંચક્યું છે ત્યારે પોલીસે તેમને કેવી રીતે કાયદાના પાઠ ભણાવે છે તે જોવું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news