અમદાવાદ: નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 કોન્સ્ટેબલ થયા ગુમ
શહેરના નવરંગપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલ ગુમ થઇ જતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. આ અંગે ડીસીપી પ્રવીણ મલ દ્વારા પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી. ડીસીપીએ વધુમાં જણાવ્યું કે, બંન્ને નવરંગરપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કૌશલ ભટ્ટ અને જીગર સોલંકી પોતાન ધરેથી આત્મહત્યા કરવાનું કહીને ઘરેથી નિકળ્યા હતા.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: શહેરના નવરંગપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલ ગુમ થઇ જતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. આ અંગે ડીસીપી પ્રવીણ મલ દ્વારા પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી. ડીસીપીએ વધુમાં જણાવ્યું કે, બંન્ને નવરંગરપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કૌશલ ભટ્ટ અને જીગર સોલંકી પોતાન ધરેથી આત્મહત્યા કરવાનું કહીને ઘરેથી નિકળ્યા હતા.
આ અંગે ઘાટલોડિયા અને સોલા પોલિસ મથકમાં જણવા જોગ દાખલ કરવામાં આવી છે. નવરંગપુરા પોલીસ મથકના પીઆઇ પર આક્ષેપ કર્યો છે, કંટ્રોલ રૂમમાં પણ જાણ કરી છે. પ્રાથમિક તપાસમાં 15 તારીખથી ગેરહાજર છે હાજર થવા છતાં તેઓ હાજર થયા નથી. નાગરિક તરફથી કોન્સ્ટેબલ પૈસા માંગતા હોવાની ફરિયાદ આવી છે.
સુરત: રૂપિયા માટે યુવાનની હત્યા કરી હાથ-પગ બાંધી કેનાલમાં ફેંક્યો, 3ની ધરપકડ
એસીપી બી ડીવીઝન બન્ને કોન્સ્ટેબલની પીઆઇ વિરુદ્ધની ફરિયાદ બાબતે જવાબ લખાવવા બોલાવ્યા હતા. જેમાં જીગર હાજર રહ્યો ન હતો જ્યારે કૌશલ અડધો જવાબ લખાવી જતા રહ્યા હતા.બન્ને પોલીસ કોન્સ્ટેબલ ને નોટિસ આપવામાં આવી છે. ત્યારે આ અંગે અન્ય ઝોનના ડિવિઝન અધિકારી પણ તપાસ કરી રહ્યા છે.
પ્રાથમિક તપાસમાં બન્ને કોન્સ્ટેબલ ગેર હાજર રહેવાની અને ખોટા આક્ષેપ કરવાની ટેવ ધરાવે છે. બન્ને કોન્સ્ટેબલ હેરાનગતિ હતી તો ડીસીપીને રજુઆત ન કરી એક પોલીસ જવાન કૌશલ ભટ્ટ સામે પેથાપુર ગાંધીનગરમાં જુગારનો કેસ થયેલો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે