આ શખ્સ માત્ર 70 રૂપિયામાં ડુપ્લીકેટ આઇકાર્ડ બનાવી આપતો, પરંતુ IPLની એક મેચે કૌભાંડનો કર્યો પર્દાફાશ

આ ઘટનામાં 2000થી વધુ TRB જવાનને આઈકાર્ડ બનાવી આપ્યા હોવાનો ખુલાસો થયો છે. ગેરકાયદેસર આઈકાર્ડ બનાવવાના રેકેટ કેસમાં પોલીસે ડેટા મેળવીને વધુ તપાસ શરૂ કરી છે.

 આ શખ્સ માત્ર 70 રૂપિયામાં ડુપ્લીકેટ આઇકાર્ડ બનાવી આપતો, પરંતુ IPLની એક મેચે કૌભાંડનો કર્યો પર્દાફાશ

ઉદય રંજન/અમદાવાદ: માધવપુરામાં TRB જવાનના નકલી આઈકાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે આઈકાર્ડ બનાવનાર પ્રિંટીંગ પ્રેસના માલિકની ધરપકડ કરી છે. આ ઘટનામાં 2000થી વધુ TRB જવાનને આઈકાર્ડ બનાવી આપ્યા હોવાનો ખુલાસો થયો છે. ગેરકાયદેસર આઈકાર્ડ બનાવવાના રેકેટ કેસમાં પોલીસે ડેટા મેળવીને વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આ શખ્સનું નામ રિતેશ સોલંકી છે. માધવપુરામાં માનવ પ્રિન્ટ નામથી પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતા આરોપી રિતેશ સોલંકીએ ગેરકાયદેસર TRB જવાનના આઈકાર્ડ બનાવ્યા હતા. TRB જવાનને સરકાર કે ટ્રાફિક વિભાગ દ્વારા કોઈ આઈ કાર્ડ ઇસ્યુ કર્યા નથી અને આઈકાર્ડ બનાવવાની કોઈ મંજૂરી પણ નથી. તેમ છતાં આરોપી રિતેશ સોલંકીએ TRB જવાન વિશાલ પટણીનું આઈકાર્ડ બનાવ્યું. 

TRB જવાન મોટેરા આઇપીએલ મેચ જોવા TRBના આઈકાર્ડથી એન્ટ્રી કરી ત્યારે ટ્રાફિકના ઉચ્ચ અધિકારીના ધ્યાનમાં આવ્યું હતું અને આઈકાર્ડની તપાસ દરમ્યાન ગેરકાયદેસર નકલી આઈકાર્ડ બનાવવાનું રેકેટ ઝડપાયું હતું. આરોપીએ 2000થી વધુ TRB જવાનને આઈકાર્ડ બનાવીને આપ્યા છે. માધવપુરા પોલીસે નકલી આઈકાર્ડ બનાવવાના કૌભાંડમાં આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમા સામે આવ્યુ કે આરોપી રિતેષ સોલંકી પ્રિન્ટીંગ પ્રેસમા લગ્નની કંકોત્રી છાપતો હતો. 2019માં પોતાના મિત્રનો ભાઈ લલીત પરમાર ટ્રાફિક બ્રિગેડ વિભાગમા જોડાયો હતો. ત્યારે તેના નિમણુક પત્રના આધારે TRBનું આઈકાર્ડ તૈયાર કર્યુ હતુ. રૂ 20થી આઈકાર્ડ બનાવવાની શરૂઆત કર્યા બાદ અત્યારે 70થી 100 રૂપિયામાં આઈકાર્ડ બનાવે છે. આઈકાર્ડ પર ડમી સહિઓ અને ટ્રાફિક બ્રિગેડના સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવી છે. કોમ્પુયટર પર આઈકાર્ડ બનાવીને તેની કલર પ્રિન્ટ કાઢીને લેમીનેશન કરીને TRB જવાનને આપવામા આવે છે. માધવપુરા પોલીસે આઈકાર્ડ કોંભાંડમા આરોપીએ કોને કોને આઈકાર્ડ બનાવીને આપ્યા છે તે મુદ્દે તપાસ શરૂ કરી છે.

TRB જવાનના આઈકાર્ડ કૌભાંડમા માધવપુરા પોલીસે કોમ્પયુટર અને પ્રિન્ટર જપ્ત કર્યુ છે. અમદાવાદ શહેરમા 2300 જેટલા TRB જવાન ફરજ બજાવે છે. જેમાંથી 2000થી વધુ જવાનોએ આઈકાર્ડ બનાવ્યા છે. દેખાદેખીમાં બનાવેલા આઈકાર્ડનો જવાનો દ્રારા જો કોઈ દૂર ઉપયોગ કરવામા આવ્યો હશે તો તેમની વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામા આવશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news