Ahmedabad Traffic Alert : અમદાવાદીઓને મોટી રાહત મળી, ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર ઉભા નહીં રહેવું પડે!
Traffic Signal Rules : અમદાવાદમાં ભરબપોરે આકરી ગરમીમાં ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભા રહેવું ન પડે તે માટે રાહતનો નિર્ણય ટ્રાફિક વિભાગ દ્વારા લેવાયો
Trending Photos
Ahmedabad News : અમદાવાદમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ ટ્રાફિક વિભાગે શહેરીજનો માટે મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદના 100 જેટલા ચાર રસ્તા બ્લિંકર પર મૂકવામાં આવશે, જેનાથી કાળઝાળ ગરમીમાં વાહન ચાલકોને બપોરે શેકાવું નહીં પડે. આ ઉપરાંત તાપ ન લાગે એ માટે તંત્ર પ્રવાહીના પાઉચનું પણ વિતરણ કરશે.
આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં આકરી ગરમી પડવાની આગાહી છે. એપ્રિલ, મે અને જૂન મહિના સુધી તાપમાનનો પારો ઉંચો રહેવાની શક્યતા છે. આવતા અઠવાડિયાથી તાપમાન 3 થી 5 ડિગ્રી વધશે. એપ્રિલના અંતથી ગુજરાત સહિત દેશના 23 રાજ્યોમાં હીટવેવની શક્યતા છે. આગામી 20 દિવસ સુધી વાતાવરણમાં ગરમ લૂ ફેંકાય તેવી શક્યતા છે. આ વર્ષે ગરમી જૂના તમામ રેકોર્ડ તોડી શકે છે. ત્યારે બળબળતી બપોરે ગુજરાતના રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ પર ઉભું રહેવુ મોટી ચેલેન્જ હોય છે. એક સેકન્ડ પણ ઉભા રહો તો પાપડની જેમ શેકાઈ જવાય છે. ત્યારે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા વાહન ચાલકો માટે મોટો નિર્ણય લેવાયો છે.
ગુજરાતમાં ગરમીનો પારો દિવસે જે દિવસે વધી રહ્યો છે, ત્યારે વાત કરી અમદાવાદની તો અમદાવાદમાં દિવસેને દિવસે કોંક્રિટના જંગલો બની રહ્યાં છે. સાથે સાથે વાહનોમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે આવી સ્થિતિમાં ગરમી સામે સામનો કરવો તંત્ર માટે મુશ્કેલ બન્યું છે. ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને ગરમી ન સહન કરવી પડે એ માટેથી નિર્ણય લીધો છે કે આખા ઉનાળા દરમિયાન અમદાવાદમાં 100 સિગ્નલો બ્લિંકિંગ પર મૂકવામાં આવ્યા છે. એટલે કે ઉનાળા દરમિયાન આખા શહેરમાં 305 ટ્રાફીક સિગ્નલ છે, જેમાંથી 285 સિગ્નલ ચાલુ છે. જેમાંથી 100 સિગ્નલને ઉનાળા દરમિયાન બ્લીંકિંગ પર મૂકવામાં આવ્યા છે. જેમાં આ 100 સિગ્નલ પર વાહન ચાલકોએ ટ્રાફિક નિયમન સાથે પસાર કરવાના રહેશે. આ 100 સિગ્નલો પર સમય સેટ કરવામાં આવ્યો છે. સેકંડોમાં એ શરૂ નહિ હોય, જેથી વાહન ચાલકોએ તડકામાં ઉભુ રહેવું નહિ પડે. સાથે જ તાપ ન લાગે એ માટેથી એએમસી અને ટ્રાફીક પોલીસ દ્વારા પ્રવાહીના પાઉચ બનાવીને લોકોમાં વહેંચવામાં આવશે.
અમદાવાદના ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે
શહેરમાં બપોરે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી 100 જેટલા ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવામાં આવશે, તો વધારે ટ્રાફિકવાળા કેટલાક સિગ્નલની ચેઈનનો સમય 50 ટકા સુધી ઓછો કરી દેવાશે. સાથે જ ટ્રાફિક સિગ્નલ બંધ એટલે કે બ્લીન્કર ઓન કરી દેવાશે.
આ ઉપરાંત વાહન ચાલકો અને ટ્રાફિક પોલીસને ડી હાઇડ્રેશનના પેકેટ આપવાનુ પણ આયોજન કરાયું છે. આકરી ગરમીના દિવસો હોવાથી બપોરના સમયમાં ઓનલાઈન મેમોમાં પણ રાહત મળશે. જેથી પોલીસ જવાનોને પણ આકરા તડકામાં ઉભા રહેવાથી મુક્તિ મળશે. જો ટ્રાફિકની સમસ્યા સર્જાશે મેન્યુઅલી ટ્રાફિક હળવો કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે