અમદાવાદ: થલતેજની ઉદ્ગમ સ્કુલની દાદાગીરી, ફી નહી ભરનાર વિદ્યાર્થીઓનો અભ્યાસ અટકાવ્યો

શહેરના થલતેજમાં આવેલી ઉદ્ગમ શાળાની દાદાગીરી સામે આવી છે. જે વાલીઓએ ફી નથી ભરી તેના સંતાનોનું ઓનલાઇન એજ્યુકેશન બંધ કરી દેવામાં આવ્યું છે અને તેઓને સ્કુલના વોટ્સએપ ગ્રુપમાંથી પણ રિમૂવ કરી દેવામાં આવ્યો છે. સ્કુલની દાદાગીરીની પગલે વાલીઓમાં રોષ ફેલાયો છે. એક તરફ રાજ્ય સરકાર અને હાઇકોર્ટ પણ સ્કુલની ખુલે ત્યાં સુધી ફી લેવા પર પ્રતિબંધ લાદ્યો છે. બીજી બાજુ ઉદ્ગમ સ્કુલની મનમાની કરી રહી છે. 
અમદાવાદ: થલતેજની ઉદ્ગમ સ્કુલની દાદાગીરી, ફી નહી ભરનાર વિદ્યાર્થીઓનો અભ્યાસ અટકાવ્યો

અમદાવાદ : શહેરના થલતેજમાં આવેલી ઉદ્ગમ શાળાની દાદાગીરી સામે આવી છે. જે વાલીઓએ ફી નથી ભરી તેના સંતાનોનું ઓનલાઇન એજ્યુકેશન બંધ કરી દેવામાં આવ્યું છે અને તેઓને સ્કુલના વોટ્સએપ ગ્રુપમાંથી પણ રિમૂવ કરી દેવામાં આવ્યો છે. સ્કુલની દાદાગીરીની પગલે વાલીઓમાં રોષ ફેલાયો છે. એક તરફ રાજ્ય સરકાર અને હાઇકોર્ટ પણ સ્કુલની ખુલે ત્યાં સુધી ફી લેવા પર પ્રતિબંધ લાદ્યો છે. બીજી બાજુ ઉદ્ગમ સ્કુલની મનમાની કરી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, શિક્ષણ વિભાગ દ્વારા શાળા શરૂ ન થાય ત્યા સુધી ફી નહી લેવાનો પરિપત્ર કર્યા બાદ શિક્ષણ બંધ કરનાર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ગુજરાત બાદ અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે પણ સોમવારથી એટલે કે આજથી ઓનલાઇન એજ્યુકેશન આપવાનો નિર્ણય કર્યો છે. 

છેલ્લા એક મહિના કરતા વધારે સમયથી શાળા સંચાલકોને ઓનલાઇન શિક્ષણના નામે વાલીઓ પાસે ફી લેવાનું શરૂ કર્યું હતું. આ મુદ્દે અનેક વાલીઓએ સરકારમાં રજુઆતો કરી હતી પરંતુ સરકાર પણ ચુપ બેઠી હતી. જ્યારે વાલીઓએ મજબુર બનીને ફી ભરવી પડી હતી. જ્યારે વિરોધ કરનારા વાલીઓએ ફી ભરી નહોતી. આખરે હાઇકોર્ટ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news