અમદાવાદમાં ભીષણ આગમાં 12 કામદારોના મોત, PM મોદીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું
અમદાવાદના પિરાણા પીપલજ રોડ પર આવેલા કપડાના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી હતી. પીપલજ રોડ પર આવેલા નાનુકાકા એસ્ટેટમાં કપડાના ગોડાઉનમાં લાગેલી આગની ઘટનામાં 12 લોકોના મોત નિપજ્યા છે.
Trending Photos
અમદાવાદ: અમદાવાદના પિરાણા પીપલજ રોડ પર આવેલા કપડાના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી હતી. પીપલજ રોડ પર આવેલા નાનુકાકા એસ્ટેટમાં કપડાના ગોડાઉનમાં લાગેલી આગની ઘટનામાં 12 લોકોના મોત નિપજ્યા છે. જો કે આ મામલે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રાલયનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ જગ્યાએ કોઈપણ પ્રકારની ફેક્ટરીનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું નથી.
પિરાણા પિપલ રોડ પર આવેલ નાનુકાકા એસ્ટેટના કાપડના ગોડાઉનમાં 11 વાગ્યાની આસપાસ મોટો બ્લાસ્ટ થયો હતો. ગોડાઉનમા બ્લાસ્ટ થતા તેની છત ધરાશયી થઈ હતી. જેથી નીચે કામ કરી રહેલા મજૂરો પર છત પડી હતી. જો કે, બ્લાસ્ટ બાદ ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. કાટમાળમાં 21 જેટલા મજૂરો ફસાયા હોવાનું જાણાવવામાં આવી રહ્યું છે. આગને પગલે ફાયર વિભાગ તાત્કાલિક દોડતુ થયું હતું. ફાયર વિભાગ દ્વારા ફસાયેલા 21 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તમામને સારવાર માટે એલજી હોસ્પિટલમા ખસેડાયા હતા. જેમાં 12 લોકોના મોત નિપજ્યા છે અને અન્ય 9 લોકો સારવાર હેઠળ છે. જેમાંથી 2ની હાલત નાજુક છે. મૃતકોમાં કલુવા બુન્દુ (ઉં- 41), યુનુસભાઈ મલેક (ઉં- 52), રાગિણી જુનુસભાઈ ક્રિશ્ચિયન (ઉં- 50), રામારામ દેવારામ દેવાશી (ઉં- 26), જેક્લીન રાજુભાઈ ક્રિશ્ચન (ઉં- 17)ના નામ સામેલ છે. જ્યારે તંત્ર હજુ પાંચ મૃતકો કોણ છે તે હજી જાણવા મળ્યું નથી.
પીએમ મોદી કર્યું ટ્વીટ
પીએમ મોદીએ ટ્વીટ કરી લખ્યું, અમદાવાદ ખાતે ગોડાઉનમાં થયેલ આગની ઘટનાથી જાનહાનીના સમાચારથી વ્યથિત છું. મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ તથા ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના. સરકારીતંત્ર તથા અધિકારીઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે
અમદાવાદ ખાતે ગોડાઉનમાં થયેલ આગની ઘટનાથી જાનહાનીના સમાચારથી વ્યથિત છું. મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ તથા ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના. સરકારીતંત્ર તથા અધિકારીઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે.
— Narendra Modi (@narendramodi) November 4, 2020
ગૃહ મંત્રી અમિત શાહએ કર્યું ટ્વીટ
અમદાવાદમાં કપડાના ગોડાઉનમાં લાગેલી આગના સમાચાર અત્યંત દુ:ખદ છે. સ્થાનિક વહીવટ તંત્ર ઘટના સ્થળે તમામ શક્ય મદદ કરી રહી છે. હું આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઇજાગ્રસ્તોની સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.
अहमदाबाद में कपड़ों के गोदाम में आग लगने की सूचना अत्यंत दुःखद है। स्थानीय प्रशासन घटनास्थल पर हर सम्भव सहायता प्रदान करने में जुटा है। इस दुर्घटना में जान गंवाने वाले लोगों के परिजनों के प्रति गहरी संवेदना व्यक्त करता हूँ और घायलों के शीघ्र ही स्वस्थ होने की प्रार्थना करता हूँ।
— Amit Shah (@AmitShah) November 4, 2020
સીએમ રૂપાણીએ કર્યું ટ્વીટ
અમદાવાદ આગની દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા લખ્યું કે, અધિકારીઓને જરૂરી કામગીરી કરવા સૂચના આપી. ઈજાગ્રસ્તોના જલદીથી સ્વસ્થ થવા અને મૃત્કના આત્માની શાંતી માટે હું પ્રાર્થના કરું છું.
Deeply saddened by the news of Ahmedabad fire tragedy. Instructed officials to do needful. My prayers are with all those affected. May those who have been injured recover at the earliest. I pray for the departed souls. Om Shanti.
— Vijay Rupani (@vijayrupanibjp) November 4, 2020
કોઈપણ પ્રકારની ફેક્ટરીનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું નથી
અમદાવાદ કપડાના ગોડાઉનમાં આગ લાગવા મામલે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રાલયનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ જગ્યાએ કોઈપણ પ્રકારની ફેક્ટરીનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું નથી. આમ છતાં શ્રમ અને રોજગાર મંત્રાલયનાં અધિકારીઓને ઘટનાસ્થળે તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
કેમિકલ પ્લાન્ટમાં કોઈ ફાયર સેફટી નહોતી
ચીક ફાયર ઓફિસર એમ એફ દસ્તુરે જણાવ્યું હતું કે, રેસ્ક્યુ ઓપરેશનમાં 9 લોકોને જીવતા બહાર કાઢ્યા, 9ના મોત થયા જ્યારે 2 હજુ મિસિંગ છે. કાપડના ગોડાઉનમાં કામ કરતા 2 લોકો મિસિંગ છે તેમની શોધખોળ ચાલુ છે. કેમિકલ પ્લાન્ટમાં કોઈ ફાયર સેફટી નહોતી. કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટ થતા કાપડના ગોડાઉનની છત તૂટી પડી હતી. પોલીસ અને એફએસએલના રિપોર્ટ બાદ કારવાઈ થશે.
ફાયર એનઓસી વગર શહેરમાં ધમધમે છે ઘણા યુનિટો
પીરાણામાં લાગેલી આગ મામલે AMC વિપક્ષ કાર્યકારી નેતા તૌફિકખાન પઠાણે જણાવ્યું હતું કે, આગમાં મૃત્યુ પામેલા લોકોને સમયસર વળતર મળે. ઘણા યુનિટો ફાયર એનઓસી વગર શહેરમાં ધમધમે છે. આવા યુનિટો સામે ફોજદારી ગુનો નોંધવામાં આવે. મેયર અને કમિશનરે ઘટના સ્થળે જવું એ તેમની ફરજ છે. ભૂતકાળમાં પણ આગના બનાવો બન્યા છે પણ કાર્યવાહી થઈ નથી.
આ પણ વાંચો:- CORONA ની રસી મળે કે ન મળે GTU દ્વારા શોધી કઢાયો અક્સીર ઉપાય, આ માસ્ક પહેરો કદી કોરોના નહી થાય
બ્લાસ્ટના કારણે મારા 10 કર્મચારીઓ ફસાયા
કાપડના ગોડાઉન માલિક ધુવ ચોપરાએ જણાવ્યું હતું કે, હું સવારે અહીં આવ્યો ત્યારે ગાડી પાર્ક કરતો હતો અને 6 બ્લાસ્ટ થયા હતા. મારા ગોડાઉનની પાછળ આવેલા કેમિકલનું કામ કરતા વ્યક્તિને ત્યાં બ્લાસ્ટ થયા હતા. એ કંપનીમાં બ્લાસ્ટના કારણે મારા 10 કર્મચારીઓ ફસાઈ ગયા હતા. 30 કર્મચારીઓ કાપડનું પેકીંગ કરી રહયા હતા. મારે ત્યાં બ્લાસ્ટ થાય એવું કઈં નહોતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે