અમદાવાદ: ATM સાથે ચેડા કરી રૂપિયા કાઢીલેતો ગઠિયો ઝડપાયો
અમદાવાદના ચાંદખેડા બાદ હવે શાહીબાગની યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાં યુવકે ચેડા કરી પૈસા લઈ છેતરપિંડી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. અનેક વખત એટીએમ સેન્ટરમાં થતી છેતરપિંડીના કિસ્સા સાંભળવામાં આવ્યા છે. પણ આ એક એવો કિસ્સો છે જે પહેલી વાર બન્યો હોવાની શક્યતા છે.
Trending Photos
જાવેદ સૈયદ/અમદાવાદ: અમદાવાદના ચાંદખેડા બાદ હવે શાહીબાગની યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાં યુવકે ચેડા કરી પૈસા લઈ છેતરપિંડી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. અનેક વખત એટીએમ સેન્ટરમાં થતી છેતરપિંડીના કિસ્સા સાંભળવામાં આવ્યા છે. પણ આ એક એવો કિસ્સો છે જે પહેલી વાર બન્યો હોવાની શક્યતા છે.
યુનિયન બેન્ક દ્વારા જાન્યુઆરી મહિનામાં એટીએમમાં કેશ અને થયેલા વ્યવહારોનો હિસાબ ન મળતા એટીએમની સિસ્ટમની તપાસ કરવામાં આવી હતી. જોકે એટીએમની સિસ્ટમ બરાબર હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ એક જ ગ્રાહકનો એટીએમમાંથી પૈસા ન મળ્યા હોવાનો ક્લેમ પણ આવતો હતો. વાંરવાર આવેલા આ કોલને પગલે સ્ટાફ એલર્ટ થઇ ગયો. જેના પગલે તપાસ કરાતા સુરતની હરિપુરા શાખામાં ખાતુ ધરાવતા હરેશ પટેલ નામના વ્યક્તિનો ક્લેમ થતો હોવાનું બહાર આવ્યું હતું.
એસટી અને શિક્ષણના કર્મચારીઓ માટે નિતીન પટેલે કરી મહત્વની જાહેરાત, ગ્રેડ પેમાં વધારો
સીસીટીની ફૂટેજની તપાસ કરતા હરેશ પટેલએ ચાંદખેડામાં 11 વખત કાર્ડ દ્વારા પૈસા કાઢ્યા હતા. અને એટીએમની અંદર ચેડા કરી રૂપિયા કાઢી લીધા હતા. જ્યારે શાહીબાગની અસારવાર બ્રાંચમાં સાત વાર એટીએમ સાથે ચેડા કરી વારંવાર ક્લેમ કરી ડબલ રૂપિયા મેળવ્યા હોવાનું સામે આવ્યું. આરોપી એટીએમમાં હાર્ડવેર એરર હોવાનું કહી પૈસા ન મળ્યા હોવાનું ક્લેમ કરતો હતો.
આરોપી હરેશે એટીએમમાંથી જે ખાનામાંથી પૈસા આવે ત્યાં આંગળી નાખીને પૈસા આવી ગયા બાદ આંગળી નાખતો હતો. જેથી તેને રૂપિયા તો મળી જતા પણ તેની એન્ટ્રી પડતી ન હતી અને આ જ રીતે તેણે અલગ-અલગ તારીખે ચાંદખેડામાં કુલ રૂ 1.54 લાખ અને શાહીબાગમાં 94 હજાર રૂપિયા કાઢી લીધા હતા. અને બેન્કમાં ખોટો ક્લેમ કર્યો હતો.
દેશની પ્રથમ મહાનગરપાલિકા જે રુફટોપ સોલારથી કરે છે જળ વિતરણ અને ટ્રીટમેન્ટ
આરોપીની આ મોડસઓપરેન્ડી જોઇને પોલીસ પણ મુંઝવણમાં મૂકાઇ ગઇ કારણકે આ પ્રકારની ચિટીંગનો કિસ્સો પહેલી વાર પોલીસના ધ્યાને આવ્યો. ચાંદખેડા પોલીસે આરોપીની ધરપકડ કરી તો આરોપી હરેશ સુરતથી સ્પેશિયલ આ કામ માટે આવતો અને બાદમાં જતો રહેતો હતો. હાલ તો આરોપી કોર્ટ કસ્ટડીમાં હોવાથી ટ્રાન્સફર વોરંટના આધારે શાહીબાગ પોલીસ તેની ધરપકડ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે