Ahmedabad : 12માં ધોરણમાં ફેલ અમદાવાદની છાત્રાને NEET UGમાં 705 માર્ક્સ : ટોપર પણ ડોક્ટર નહીં બની શકે
NEET UG Result 2024: 20 જુલાઈ 2024ના રોજ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પ્રથમ વખત NEET-UG-2024નું કેન્દ્ર અને શહેરવાઈઝ પરિણામ જાહેર કર્યું, ત્યારે અમદાવાદના એક વિદ્યાર્થીનું પરિણામ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યું
Trending Photos
Ahmedabad News : NEET-UG પરીક્ષા હાલમાં વિવાદનું કેન્દ્ર છે. સંસદથી લઈને સુપ્રીમ સુધી બબાલ ચાલી રહી છે ત્યારે અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા એક વિદ્યાર્થીનીએ NEET-UG પરીક્ષામાં 99.9 પર્સેન્ટાઈલ સાથે 705 માર્ક્સ મેળવ્યા છે. જો કે, ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં 352 માર્કસ સાથે નાપાસ થવાને કારણે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવાનો માર્ગ મુશ્કેલ બની ગયો છે.
NEET UG Result 2024: અમદાવાદના સાયન્સ સિટીમાં રહેતી એક વિદ્યાર્થીનીને NEET-UG પરીક્ષામાં 99.9 પર્સન્ટાઈલની સાથે 705 અંક મળ્યા છે, જોકે, આ વિદ્યાર્થીનીને ધોરણ 12ની પરીક્ષામાં 352 અંક સાથે ફેલ થવાના કારણે મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે તેનું એડમિશન મુશ્કેલ બન્યું છે, હવે તે NEET-UGમાં ટોપરમાં સ્થાન ધરાવે છે.
NEET UG Result 2024: ગુજરાતની એક છાત્રાએ ચમત્કાર કર્યો છે. NEET-UG પરીક્ષામાં 720માંથી 705 માર્ક્સ મેળવ્યા છે. 705 ગુણ મેળવનાર વિદ્યાર્થીની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા લેવાયેલી ધોરણ 12ની પરીક્ષામાં નાપાસ થઈ હતી. આમ છતાં આ છાત્રાની કમાલ હાલમાં ચર્ચાનું કારણ બની છે. NEET-UGનું પરિણામ શનિવારે કેન્દ્ર અને શહેર મુજબ જાહેર થતાં જ વિદ્યાર્થીનું NEET અને 12માનું પરિણામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર વાયરલ થયું છે. એક તરફ NEETમાં વિદ્યાર્થીનો સ્કોર અને બીજી તરફ ધોરણ 12 માં 700 માંથી માત્ર 352 માર્કસ મેળવ્યા હતા.
ધોરણ 12માં છાત્રા થઈ ગઈ હતી ફેલ...
આ છાત્રાની માર્કશીટ હાલમાં ભારે ચર્ચામાં છે. અમદાવાદના શિક્ષણ વિભાગના ટોચના સૂત્રોએ ખુલાસો કર્યો હતો કે વિદ્યાર્થીએ અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા એક કોચિંગ સેન્ટર સાથે સંલગ્ન સ્થાનિક શાળામાં ડમી વિદ્યાર્થી તરીકે ધોરણ 11 અને 12માં કોચિંગ ક્લાસ માટે પ્રવેશ મેળવ્યો હતો. બોર્ડની માર્કશીટ મુજબ વિદ્યાર્થીનીએ ફિઝિક્સમાં 21, કેમેસ્ટ્રીમાં 31, બાયોલોજીમાં 39 અને અંગ્રેજીમાં 59 માર્કસ જ મેળવ્યા હતા. વિદ્યાર્થીનીએ એકંદરે 700 માંથી 352 ગુણ મેળવ્યા અને ધોરણ 12 ની પરીક્ષામાં નાપાસ થઈ હતી.
વિદ્યાર્થીના માતાપિતા ડૉક્ટર
શાળાના સૂત્રોએ પુષ્ટિ કરી કે છાત્રાના તેના માતા-પિતા ડોક્ટર છે. જેમને શાળાએ વિદ્યાર્થીના નબળા પરિણામ માટે ચર્ચા કરવા માટે પણ બોલાવ્યા હતા. જે કોચિંગ સેન્ટરમાં તેણે પ્રવેશ મેળવ્યો હતો ત્યાંથી તેને બે મહિના પછી અભ્યાસ છોડી દીધો હતો. ડમી વિદ્યાર્થી તરીકેની તેણીની સ્થિતિને કારણે, શાળા પાસે તેણીની વિશે મર્યાદિત માહિતી છે.
રિઝલ્ટ જોઈ શાળા પણ ચોંકી ગઈ
NEET-UGનું પરિણામ જાહેર થયું ત્યારે, શાળાના અધિકારીઓ એ જાણીને ચોંકી ગયા કે 705 માર્કસ મેળવનાર વિદ્યાર્થીનીએ રાજ્યના ટોપર્સમાં સ્થાન મેળવ્યું છે. તેનો NEET સ્કોર ભૌતિકશાસ્ત્રમાં 99.8 ટકા, રસાયણશાસ્ત્રમાં 99.1 ટકા અને જીવવિજ્ઞાનમાં 99.1 ટકા હતો, જે કુલ 99.9 ટકાનો સ્કોર છે. આ માર્ક્સ મળવાથી મેડિકલ કોલેજનો રસ્તો સાફ થઈ જાય છે. પરંતુ 12માં નાપાસ થવાને કારણે વિદ્યાર્થી મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે યોગ્યતાના માપદંડોને પૂર્ણ કરી શકશે નહીં. આ માટે 12મામાં ઓછામાં ઓછા 50% માર્ક્સ જરૂરી છે. આમ અમદાવાદની છાત્રા નીટમાં તો પાસ થઈ ગઈ ડોક્ટર બનવાનો તેનો રસ્તો ક્લિયર થયો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે