અરેરાટી થઈ જાય તેવા CCTV : અમદાવાદમાં ગાયનો મહિલા પર હુમલો, આ જોઈ 9 ગાય હુમલો કરવા દોડી આવી
Cow Attack : અમદાવાદના નરોડા વિસ્તારમાં રખડતાં ઢોરનો આતંક... નરોડાના નવરંગ ફ્લેટ પાસે ગાયે મહિલા પર કર્યો હુમલો... એક ગાય પછી અનેક ગાયો સ્થળ પર આવી પહોંચી... અન્ય ગાયો હુમલો કરે તે પહેલા સ્થાનિકોએ મહિલાને બચાવી... ગંભીર હાલતમાં મહિલા હાલ સારવાર હેઠળ...
Trending Photos
Ahmedabad News અર્પણ કાયદાવાલા/અમદાવાદ : સ્માર્ટસિટીનું બિરુદ મળવા છતાં અમદાવાદ રખડતા ઢોરનો આતંક યથાવત છે. રખડતી ગાયોનો આતંકથી અમદાવાદીઓને ક્યારે મુક્તિ મળશે. આવામાં ગઇ કાલે નરોડા નવરંગ ફ્લેટ પાસે ગાયે મહિલા પર હુમલો કર્યો હતો. જેના બાદ મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમા દાખલ કરવામા આવી હતી. એક ગાયના હુમલા બાદ 9 ગાય મહિલા પર હુમલો કરવા દોડી આવી હતી, પરંતુ સ્થાનિકોએ મહિલાને બચાવી લીધી હતી.
નરોડા વિસ્તારમાં પગપાળા જતી મહીલા પર ગાયે જીવલેણ હુમલો કર્યો હતો. નવરંગ ફ્લેટ નજીકથી પસાર થતી મહિલા તરફ એક ગાય ધસી આવી હતી, જેના બાદ મહિલા જમીન પર પટકાઈ હતી. જમીન પર પડેલી મહીલા પર ગાયે કેટલાય સમય સુધી હુમલો કર્યો હતો. આ બાદ મહિલા પર ગાયના હુમલા બાદ એક બાદ એક કુલ 9 ગાય એકઠી થઈ ગઈ હતી. એક સ્થાનિક શખ્સે મહિલાને ગાયના ચુંગાલમાંથી બચાવી લીધી હતી. જેથી મહિલાનો જીવ બચ્યો હતો.
કાચા-પોચા હૃદયવાળા આ વીડિયો ન જોતા.... મહિલા પર રખડતા ઢોરનો જીવલેણ હુમલો!
અમદાવાદની દર્દનાક ઘટના CCTV માં થઈ કેદ#Ahmedabad #straycattle #straycattleattack #cowattack #attack #viral #viralvideo #AMC #ZEE24KALAK #gujarat @arpan_kaydawala pic.twitter.com/CDlCDK6Kn1
— Zee 24 Kalak (@Zee24Kalak) August 29, 2023
આ બાદ ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત મહીલાને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. આ ઘટના બાદ એએમસીના સીએનસીડી વિભાગની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે. રખડતા ઢોર મામલે હાઇકોર્ટની અનેક ફટકાર બાદની કામગીરીમાં પણ કોઇ જ સુધારો આવ્યો નથી. સ્માર્ટસિટી અમદાવાદમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે.
એપ્રિલ 2023 થી ઓગષ્ટ 2023 એએમસી દ્વારા રખડતા ઢોર મામલે કરાયેલી કામગીરીના આંકડા
- પકડાયેલા પશુ - 5585
- છોડાયેલા ઢોરની સંખ્યા - 517
- પાંજરાપોળમાં રખાયેલા ઢોર - 3098
- પોલીસ ફરીયાદ - 243
- દંડ - 3186107
- ઘાસચારો જપ્ત - 19755 કીલો
- ઘાસચારા વેચાણ વિરુધ્ધ ફરીયાદ - 568
- rfid ટેગીંગ - 12962
વાલીઓ નાઈટ ડ્રેસ કે ટૂંકાં કપડા પહેરી નહિ આવી શકે, ગુજરાતના આ શહેરમા મૂકાયો પ્રતિબંધ
રાજ્યમાં રખડતાં ઢોર અંગે સરકારે થોડા દિવસ અગાઉ ગાઈડલાઈન જાહેર કરી હતી. મનપા, નપા માટે સરકારે ગાઈડલાઈન જાહેર કરી હતી. રોડ પર રખડતા ઢોરનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું હતું. રજિસ્ટ્રેશન વગરના ઢોર હશે તો જપ્ત કરવાની જોગવાઈ હતી. મનપા અને નપાએ પશુઓમાં ટેગ લગાવવાની કામગીરી કરવી પડશે. સાથે જ જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને ખવડાવવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. ટેગ વગરના ઢોર માટે 10થી 1 હજાર સુધી દંડની જોગવાઈ કરાઈ હતી. છતા હજી સુધી કોઈ પ્રયાસો હાથ ધરાયા હોય તેવુ લાગતુ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે