એક પરપ્રાંતિય યુવકની મળેલી બાતમીથી ગુજરાત SOG દોડતી થઈ! અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ...

ગુજરાત પોલીસ દરિયા કાંઠે અને અલગ અલગ શહેરમાંથી નાની મોટી માત્રામાં સતત ડ્રગ્સ પકડી પાડી કેસ નોંધી રહી છે, ત્યારે ગુજરાતને ડ્રગ્સ ફ્રી કરવા માટેથી સરકાર પણ એડી ચોટીની જોર લગાડી રહી છે.

એક પરપ્રાંતિય યુવકની મળેલી બાતમીથી ગુજરાત SOG દોડતી થઈ! અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ...

ઉદય રંજન/અમદાવાદ: સોમવારે રાજ્યના ગૃરાજ્યમંત્રી એ ડ્રગ્સ સામે જંગ લડવા નું એલાન કર્યું ત્યારે જ બીજા દિવસે અમદાવાદ sog એ 53 ગ્રામ એમડી ડ્રગ્સ સહિત 5 લાખ ના મુદ્દામાલ સાથે એક પરપ્રાંતિય યુવકની ધરપકડ કરી છે...

ગુજરાત પોલીસ દરિયા કાંઠે અને અલગ અલગ શહેરમાંથી નાની મોટી માત્રામાં સતત ડ્રગ્સ પકડી પાડી કેસ નોંધી રહી છે, ત્યારે ગુજરાતને ડ્રગ્સ ફ્રી કરવા માટેથી સરકાર પણ એડી ચોટીની જોર લગાડી રહી છે ત્યારે અમદાવાદ sog ક્રાઈમ બ્રાંચની ટીમને એક માહિતી મળી હતી કે રતલામમાંથી એક શખ્સ એમડી ડ્રગ્સ લઈને અમદાવાદ ડિલિવર કરવા આવવાની છે જે માહિતીના આધારે sog એ ગજનફરખાન પઠાણ ઉર્ફે શાલુની નારોલ ખાતેથી 53 ગ્રામ એમડી ડ્રગ્સ ખાતેથી ધરપકડ કરી હતી. જેની કિંમત 5 લાખ 30 હજાર થવા પામી છે. sog એ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. 

Sogની ગિરફ્તમાં દેખાતો શખ્સ ગજનફરખાન પઠાણ ઉર્ફે શાલુની વધુ પૂછ પરછ કરતા જાણવા મળ્યું હતું કે રતલામ ટ્રેન કે બસમાં ખાસ એમડી ડ્રગ્સ આપવા માટે અમદાવાદ આવતો હતો અને અમદાવાદના ગેસ્ટહાઉસમાં રોકાતો હતો. આ ડ્રગ્સનો જથ્થો રતલામના અબરાર ખાન પાસેથી આ એમડી ડ્રગ્સ લાવતો હતો અને અમદાવાદમાં અલગ અલગ ગ્રાહકોને છૂટકમાં વેચાણ કરવાનો હતો, તે પહેલા sogએ ઝડપી પડ્યો હતો. 

Sogની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગજનફરખાન પઠાણ ઉર્ફે શાલુ આ અગાઉ પણ 2 થી 4 વાર એમડી ડ્રગ્સનો જથ્થો લઇને ડીલીવર કરી ચૂક્યો છે, ત્યારે પોલીસે તપાસ શરૂ કરી છે કે આ ડ્રગ્સ અહીંયાથી કોણ મેળવી રહ્યું હતું. આવનાર સમયમાં ડ્રગ્સ લેનારની પણ પોલીસ ધરપકડ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news