અમદાવાદ શાહઆલમ પથ્થરબાજીઃ કોર્પોરેટર શહેઝાદ સહિત 13 આરોપી 26 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર

શાહ આલમમાં(Shah Aalam) પોલીસ પર થયેલા પથ્થરમારાની(Stone Pelting) ઘટનામાં શુક્રવારે કોર્પોરેટર શાહેઝાદ ખાન(Shezad Khan) સહિત 50થી વધુની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી 32 આરોપીઓને પોલીસે મેટ્રો કોર્ટમાં રજુ કર્યા હતા અને તેમના રિમાન્ડ માટે માગણી કરી હતી. 
 

અમદાવાદ શાહઆલમ પથ્થરબાજીઃ કોર્પોરેટર શહેઝાદ સહિત 13 આરોપી 26 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર

મૌલિક ધામેચા/અમદાવાદઃ નાગરિક્તા સંશોધન કાયદાના(Citizenship Amendment Act) વિરુદ્ધમાં ગુરૂવારે અમદાવાદ(Ahmedabad) બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન ગુરૂવારે સાંજે અમદાવાદના શાહઆલમ (Shah Aalam) વિસ્તારમાં પોલીસ અને લોકો વચ્ચે હિંસક સંઘર્ષ થયો હતો, જેમાં અનેક પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા. પોલીસે આ ઘટનામાં શુક્રવારે 32 શકમંદોની ધરપકડ કરીને મેટ્રો કોર્ટમાં રજુ કર્યા હતા. કોર્ટે તેમાંથી 13 આરોપીઓના 26 ડિસેમ્બર સુધી રિમાન્ડ(Remand) મંજુર કર્યા છે. 

શાહઆલમમાં પોલીસ પર થયેલા પથ્થરમારાની ઘટનામાં શુક્રવારે કોર્પોરેટર શાહેઝાદ ખાન(Shezad Khan) સહિત 50થી વધુની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી 32 આરોપીઓને પોલીસે મેટ્રો કોર્ટમાં રજુ કર્યા હતા અને તેમના રિમાન્ડ માટે માગણી કરી હતી. 

પોલીસે રિમાન્ડની માગણી કરતા કોર્ટને જણાવ્યું કે, "આરોપીઓના મોબાઈલ ફોનના ડેટાની ચકાસણી કરી આરોપી કોની-કોની સાતે સંપર્કમાં હતા તેની તપાસ કરવાની છે. રામોલ, વટવા, ગોમતીપુર, વેજલપુરના જુદા-જુદા વિસ્તારમાંથી આરોપીઓએ દેહશત ફેલાવવા લોકોને બોલાવીને હિંસક તોફાન કર્યું હતું તે મુદ્દે તપાસ કરવાની છે. આ ઉપરાંત, પથ્થરમારા સમયે આટલા બધાં પથ્થરો ક્યાંથી આવ્યો અને કોણ લાવ્યું તેની પણ તપાસ કરવી પડશે."

પોલીસે કોર્ટને વધુમાં જણાવ્યું કે, "આ ઘટનાના સંદર્ભમાં જે શકમંદોની ધરપકડ કરાઈ છે, તેમાંથી એક આરોપી શહેઝાદ ખાન કાઉન્સિલર છે. આથી તેની સાથે બીજા કયા મોટા માથા સંડોવાયેલા છે તેની પણ પોલીસ તપાસ કરવા માગે છે. સાથે જ આ તોફાન પેહલા સોશિયલ મીડીયાના વોટ્સએપ ગ્રુપમાં NRC અને CAA કાયદાના વિરુદ્ધમાં અનેક ઉશ્કેરણીજનક પોસ્ટ પણ કરવામાં આવી છે, તેના મુદ્દે પણ તપાસ કરવાની રહેશે."

મેટ્રો કોર્ટે રિમાન્ડ પર મોકલેલા 13 આરોપી
1. શહેજાદ ખાન પઠાણ
2. ઝહીર યાસીન સૈયદ
3. આરીફ અરબ
4. ફારૂક હુસેન શેખ
5. નેહાલુદિન શેખ
6. નવાબ શાહ રસુલ શાહ
7. અનવર બેગ મીરજા
8. મોહમંદ ઇરમાન મકરાણી
9. મોહમંદ રસીલ શેખ
10. સદામ હુસેન શેખ
11. જુબેર મેમણ 
12. સરફરાઝ શેખ
13. નશૂર શેખ

અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં સ્થિતિ કાબુમાં.. જુઓ વીડિયો...

શાહ આલમમાં અજંપાભરી શાંતિ
પોલીસે 50 જેટલા લોકોની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા મોડી રાત સુધી સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. શાહઆલમ વિસ્તારમાં હાલમાં અજંપાભરી શાંતિ જોવા મળી છે. પોલીસ સતત વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે. ગુરૂવારે શાહ આલમમાં પથ્થરમારા મામલે આજે 5 હજારના ટોળા સામે હત્યાના પ્રયાસ સહિત વિવિધ ગુના હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પી.આઈ. જે.એમ સોલંકી ફરિયાદી બન્યા છે.

ઇસનપુર પોલીસે ટોળા સામે IPC 307, 337, 333, 143, 145, 147, 151, 152, 153, 188, 120-B, 34 તથા પબ્લિક પ્રોપર્ટી કલમ-3 અને 7,  GP Act-135(1) એટલે કે હત્યાનો પ્રયાસ, પોલીસ ફરજમાં રૂકાવટ, ષડયંત્ર રચી જીવલેણ હુમલો કરવો, ગેરકાયદે ટોળું બનાવી ગુનાને અંજામ આપવો અને રાયોટીંગની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, શાહ આલમ પથ્થરમારામાં શહેરના ડીસીપી, એસીપી સહિત 21 પોલીસ જવાનો સહિત કુલ 25 લોકો ઘાયલ થયા હતા.

ઈન્ટરનેટ સેવા બંધ કરવાની વાત ખોટી: પ્રદિપસિંહ જાડેજા... જુઓ વીડિયો...

રાજકોટ અને સુરતમાં કલમ-144 લાગુ
લોકની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત અને રાજકોટમાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશ્નરે આ મામલે જાહેરનામુ બહાર પાડ્યું છે. જે મુજબ, રાજકોટમાં ચારથી વધુ વ્યક્તિઓ એકઠા નહિ થવા કલમ 144ની કલમ લગાવાઈ છે. તો સભા સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. તો બીજી તરફ, સુરત શહેરમાં પણ 144ની કલમ લાગુ કરવામાં આવી છે. સુરતમાં કલમ 144 લાગુ કરતા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે પગલાં લેવાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news