AHMEDABAD ની શાળાએ વાલીઓને લૂંટી લૂંટી એકત્ર કરેલી લાખોની રકમ ક્લાર્ક લઇને રફૂચક્કર
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ :: અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના પ્રિન્સીપાલે મહિલા ક્લાર્ક સામે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ છે. અગાઉના પ્રિન્સીપાલની ખોટી સહીઓ કરી સ્કૂલની ફી અને અન્ય નાણાં મળી 3.21 કરોડ રૂપિયા મનીષા નામની મહિલા ક્લાર્કએ ઉચાપત કરી છે. સમગ્ર મામલે ઓડિટ દરમિયાન આ કૌભાંડ સામે આવતા યુનિવર્સિટી દ્વારા પોલીસે મહિલા ક્લાર્ક તેના પતિ અને અન્ય એકની ધરપકડ કરી.
શહેરના નારણપુરામાં રહેતા ફાધર ઝેવીયર અમલરાજ સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના પ્રિન્સીપાલ છે. તેમની સ્કૂલમાં 21 વર્ષથી મનીષા વસાવા નામની મહિલા કામ કરે છે. જે 15 વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. વર્ષના અંતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આવીને ઓડિટ કરતા હોવાથી પ્રિન્સીપાલએ તમામ ચેકબુક, પાસબુક અને હિસાબો મનીષા બહેનને લાવવા જણાવ્યું હતું. વારંવાર જણાવવા છતાંય મનિશાબહેને હિસાબો આપ્યા ન હતા અને મંજૂરી વગર જ તેઓ ગેરહાજર રહેવા લાગ્યા હતા. જેથી શાળાના અન્ય ક્લાર્ક દ્વારા સી.એ. ને હિસાબો આપવામાં આવ્યા હતા. એકતરફ મનિશાબહેનની ગેરહાજરી અને બીજીતરફ તેઓની વર્તણુક પરથી ગેરરીતિ થઈ હોવાની સંચાલકોને શંકા ગઈ અને આખરે આ કૌભાંડ સામે આવ્યું.
શાળાનું જે બેંકમાં એકાઉન્ટ હતું તેમાં અનેક ક્રેડિટ ટ્રાન્ઝેકશન થયા હોવાનું સામે આવ્યું હતું. મનીષા વસાવા એ શાળાના ડિડક્શન એકાઉન્ટમાંથી અમુક રકમ ચેકથી તથા અમુક રકમ આરટીજીએસથી ટ્રાન્સફર કરી હોવાનું સામે આવ્યું હતું. જે તે સમયે પ્રિન્સીપાલ ચાર્લ્સ અરુલદાસ હોવાથી તેઓને આ રકમો બાબતે પૂછતાં ચેકબુક મનીષા પાસે રહેતી હોવાનું સામે આવ્યું હતું. અને ચેકબુકથી પૈસા ટ્રાન્સફર થયા હોવાથી સહીઓ બાબતે ચાર્લ્સ અરુલદાસ ને પૂછતાં તેઓએ કોઈ સહીઓ ન કરી હોવાનું જણાવ્યું હતું.
ક્લાર્ક મનીષા એ 3,21,09,975 એટલેકે 3.21 કરોડ રૂપિયાની ઉચાપત કરી જયેશ વાસવાની નામના વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરતા હતા. આ મામલે કૌભાંડ બાબતે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપી મનીષા અધિકારી તેના પતિ ધીરેન અધિકારી અને જેના એકાઉન્ટમાં આ નાણાં ટ્રાન્સફર કર્યા તેવા જયેશ વાસવાનીની ધરપકડ કરી છે. આરોપીઓએ આ કૌભાંડ બે વર્ષ દરમિયાન કર્યું હતું. પણ કૌભાંડ કરી કરોડો રૂપિયા ચાઉં કરવા પાછળનું કારણ શું તે પોલીસ રિમાન્ડ દરમિયાન સામે આવશે. આરોપી ધીરેન અને જયેશની ઓફિસ બાજુ બાજુમાં હોવાથી તે બને એ મહિલા સાથે કૌભાંડ માં સંકળાયા હોવાનું સામે આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે