અમદાવાદમાં વરસાદ વચ્ચે વિચિત્ર ઘટના : ઘૂંટણ સમા પાણી હોવા છતાં કારમાં લાગી આગ

Ahmedabad Rains : અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી હોવા છતાં કારમાં લાગી આગ

અમદાવાદમાં વરસાદ વચ્ચે વિચિત્ર ઘટના : ઘૂંટણ સમા પાણી હોવા છતાં કારમાં લાગી આગ

સપના શર્મા/અમદાવાદ :પાણી એ આગને ઠારે છે. આગ લાગે તો પાણીનો મારો કરાય છે. પરંતુ ક્યારેક એવુ પણ બને છે કે પાણીમા ય આગ લાગે. અમદાવાદમાં 24 વર્ષ પછી આકાશમાંથી કુદરતનો કોપ વરસ્યો છે. રવિવાર સાંજથી ખાબકી પડેલા વરસાદના 24 કલાક પછી પણ લોકોના ઘરમાં અને દુકાનોમાં ભરાયેલાં પાણી ઓસર્યા નથી. ગઈકાલ સાંજથી અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, જેન પગલે વાહનો પણ આખેઆખા પાણીમાં ડૂબી ગયા હતા. પરંતુ આ વચ્ચે એક વિચિત્ર બનાવ જોવા મળ્યો. કારમાં ડૂબેલી કારમાં આગ લાગી હતી. 

જીવરાજ પાર્ક ગુપ્તાનગર રજવાડુ હોટલ પાસે પાણીમાં ગરકાવ થયેલી એક કારમાં અચાનક આગ લાગી હતી. કારની આસપાસ ઘૂંટણ સમા પાણી હતા, છતાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા છે. આગની માહિતી મળતા જ ફાયર વિભાગે આગ બુઝાવી હતી. 

કારમાં આગ લાગતા જ સ્થાનિકો ગભરાઈ ગયા હતા. તેઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં વરસાદના 12 કલાક બાદ પણ પાણી ન ઓસરતા સ્થાનિકો મુશ્કેલીની સામનો કરી રહ્યાં છે. સાથે પ્રશાસનની કામગીરી પર પણ સવાલ થઇ રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news