અમદાવાદ: ઇસનપુરમાં અસમાજિક તત્વોનો ત્રાસ, વેપારી પર જાહેરમાં તલવાર વડે હુમલો

શહેરમાં જાણેકે અસામાજિક તત્વોનો આતંક વધતો જાય છે તેમ લાગી રહ્યું છે શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા એક વેપારી પર સ્થાનિક અસામાજિક તત્વોએ લાકડી અને તલવારો વડે હુમલો કરતા વેપારી યુવકને આ હુમલામાં ગંભીર ઈજાઓ પોહચી હતી. હાલ યુવકે અસામાજિક તત્વો સામે ઇસનપુર પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે.

અમદાવાદ: ઇસનપુરમાં અસમાજિક તત્વોનો ત્રાસ, વેપારી પર જાહેરમાં તલવાર વડે હુમલો

જાવેદ સૈયદ/અમદાવાદ: શહેરમાં જાણેકે અસામાજિક તત્વોનો આતંક વધતો જાય છે તેમ લાગી રહ્યું છે શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા એક વેપારી પર સ્થાનિક અસામાજિક તત્વોએ લાકડી અને તલવારો વડે હુમલો કરતા વેપારી યુવકને આ હુમલામાં ગંભીર ઈજાઓ પોહચી હતી. હાલ યુવકે અસામાજિક તત્વો સામે ઇસનપુર પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે.

દાણીલીમડાના શક્તિ સોસાયટીમાં રહેતા અને જમીનની લે-વેચનો વેપાર કરતા અસલમ શેખ ગત અઠવાડિએ ઇસનપુર વિસ્તારમાં પોતાના કામથી જઈ રહ્યો હતો તે દરમિયાન ત્યાં રેહતા અને માથાભારે ઇસમોએ અસ્લમ પર લાડકી અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. 8થી વધારે લોકોએ અસલમ પર જીવલેણ હુમલો કર્યો હતો.

ગૃહમંત્રી અમિત શાહે માણસામાં કુળદેવીના દર્શન કર્યા, સહપરિવાર કરી પૂજા

આ હુમલામાં અસલમને ઈજાઓ પહોચતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયારે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. હાલ પોલીસે 5થી વધારે લોકો સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. અને જાહેરમાં હથિયારો લઇને લોકો પર હુમલો કરનાર લોકોની સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news