અમદાવાદમાં રહેવું અંબાણીના એન્ટીલિયા જેવું મોંઘુ લાગશે, AMC એ વધારેલી બાંધકામ ફીમાં આટલા રૂપિયા વધારે ચૂકવવા પડશે

Property Investment In Gujarat : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાંધકામ વિકાસ પરવાનગી ફી માં કરાયો વધારો... એએસમી કમિશનર દ્વારા સરક્યુલર જાહેર કરાયો... ચણતર ફી, બિલ્ડીંગ મટીરીયલ્સ રિમુવલ ચાર્જ અને ટ્રી પ્લાન્ટેશન ચાર્જમાં વધારો... હવેથી રેઇન વોટર હાર્વેસ્ટીગ (પરકોલેશન વેલ) ડિપોઝીટ વસુલ કરાશે... ચણતર ફી હવે રહેણાંક અને કોર્મિશયલ અલગ અલગ લેવાશે
 

અમદાવાદમાં રહેવું અંબાણીના એન્ટીલિયા જેવું મોંઘુ લાગશે, AMC એ વધારેલી બાંધકામ ફીમાં આટલા રૂપિયા વધારે ચૂકવવા પડશે

Ahmedabad Property અર્પણ કાયદાવાલા/અમદાવાદ : જંત્રીના ભાવ વધારા બાદ વધુ એક ભાવ વધારો લાગુ કરવામા આવ્યો છે. જેની સીધી અસર રિયલ એસ્ટેટ ક્ષેત્રને થશે. અમદાવાદ મહાનગરપાલિકાએ બાંધકામની વિકાસ પરવાનગીની અરજી વખતે વસૂલાતી ફિના દરમાં વધારો કર્યો છે. આ ફી વધારો થતા એએમસીની તિજોરીમાં મોટી આવક થશે. નોંધનીય છેકે આ ભાવ વધારો 10 વર્ષ બાદ કરાયો છે..

જો તમે હવે અમદાવાદમાં ઘર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો તમને લાખો રૂપિયા વધૂ ચૂકવવા પડશે. આ વખતે ક્રેડાઈ દ્વારા નહીં, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાવ વધારો કરવાનો નિર્ણય કરાયો છે, તેમાં શહેરમાં નવા બનતા બાંધકામોને લગતી ફીમાં વધારો ઝીંકયો છે. AMC દ્વારા હાલ એક નવો જ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ ચણતર ફી, ટ્રી પ્લાન્ટેશન ડિપોઝીટમાં વધારો કરાયો છે તેમજ બિલ્ડીંગ રિમૂવલ મટીરીયલ ચાર્જમાં પણ વધારો કરાયો છે. 

એએમસીના ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર રાજેશ પટેલે જણાવ્યું કે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બાંધકામ વિકાસ પરવાનગી વખતે વસુલાત કરાતી ફીમાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે. ચણતર ફી, બિલ્ડીંગ મટીરીયલ રીમુવલ ચાર્જ (BMRC) તથા ટ્રી પ્લાન્ટેશન ડીપોઝીટના ઘણા સમયથી અમલી હાલના દરમાં મ્યુનિ. કમિશનરે વધારો કરવાની મંજૂરી આપી છે. આથી હવેથી

ચણતર ફી :-
ચણતર ફીના વસૂલ લેવાના થતા દર રૂા. પ્રતિ ચો.મી. રહેણાક - 40 રૂપિયા , બિન રહેણાંક - 60 રૂપિયા

રહેણાંક
સ્વતંત્ર મકાન (સ્વતંત્ર બંગલો/ એડીશન/ અલ્ટ્રેશન/ ફર્સ્ટ ફ્લોર વિ. માટે)
સૂચિત બાંધકામના રૂ|. 15/- પ્રતિ ચો.મી. કે તેના ભાગ માટે, પરંતુ લઘુત્તમ રૂ।. 7500/- પ્રતિ પરવાનગી

સ્વતંત્ર મકાન સિવાય (ફ્લેટ/ સોસાયટી/ રો-હાઉસ વિ. માટે)
સૂચિત બાંધકામના રૂ|. 50/- પ્રતિ ચો.મી. કે તેના ભાગ માટે, પરંતુ લઘુત્તમ રૂ।. 50000/- પ્રતિ પરવાનગી

બિન રહેણાંક
સૂચિત બાંધકામના રૂ।. 75/- પ્રતિ ચો.મી. કે તેના ભાગ માટે, પરંતુ લઘુત્તમ રૂ।. 75000/- પ્રતિ પરવાનગી

ટ્રી પ્લાન્ટેશન ડીપોઝીટ :-

ટ્રી પ્લાન્ટેશન ડીપોઝીટ રહેણાક માટે 3000 /- પ્રતિ વૃક્ષ અને બિન- રહેણાંક 5000/- પ્રતિ વૃક્ષ

વપરાશ પરવાનગી (બિલ્ડીંગ યુઝ પરમીશન) આપ્યાના પાંચ વર્ષ બાદ, “સ્થળે યોગ્ય રીતે જરૂરી વૃક્ષોનો ઉછેર કરવામાં આવેલ છે તથા તેની જાળવણી માટે યોગ્ય વ્યવસ્થા કરેલ છે”- તે બાબતે બગીચાખાતાનું પ્રમાણપત્ર રજુ થયા બાદ “ટ્રી પ્લાન્ટેશન ડીપોઝીટની” રકમ પરત મળવાપાત્ર રહેશે તથા જો યોગ્ય રીતે વૃક્ષ ઉછેર કરવામાં આવેલ ન હોય તથા તેની જાળવણી માટે યોગ્ય વ્યવસ્થા કરાયેલ ન હોય તો ડીપોઝીટની રકમ જપ્ત કરવાની રહેશે.

રેઈન વોટર હાર્વેસ્ટીંગ (પરકોલેશન વેલ) ડીપોઝીટ :-
રૂ. 75000/- પ્રતિ પરકોલેશન વેલ નોંધ:-

પરકોલેશન વેલ કાયમી ધોરણે કાર્યરત રહે તે માટે તેની નિયમિત સાફ-સફાઈ/મરામત/નિભાવ કરવાનો રહેશે. વપરાશ પરવાનગી (બિલ્ડીંગ યુઝ પરમીશન) મેળવ્યાના પાંચ વર્ષ બાદ, “સ્થળે જરૂરી પરકોલેશન વેલ સંપૂર્ણપણે કાર્યરત છે"- તે મુજબનુ ઈજનેર વિભાગના વોટર રીસોર્સીસ મેનેજમેન્ટ (WRM) ડીપાર્ટમેન્ટનું પ્રમાણપત્ર રજુ થયા બાદ “રેઈન વોટર હાર્વેસ્ટીંગ ડીપોઝીટ" ની રકમ પરત મળવાપાત્ર રહેશે તથા જો પરકોલેશન વેલ કાયમી ધોરણે કાર્યરત રહે તે માટે તેની સાફ-સફાઈ/મરામત/નિભાવ કરવાની યોગ્ય વ્યવસ્થા કરાવેલ ન હોય તો ડીપોઝીટની રકમ જપ્ત કરવાની રહેશે

નોંધનીય છેકે આ પહેલા જંત્રીના દરમાં રાજ્ય સરકારે વધારો કરતા તેની સીધી અસર રિઅલ એસ્ટેટ ક્ષેત્રને થઇ છે, ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયેલો આ નવો વધારો દાઝ્યા ઉપર ડામ ઉક્તીને સાર્થક કરશે એમા કોઇ શંકા નથી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news