ક્રિસમસ અને નવા વર્ષે ફટાકડા ફોડતા પહેલા પોલીસનું જાહેરનામુ વાંચી લેજો, નહિ તો જેલના સળિયા ગણવા પડશે

નવા વર્ષની ઉજવણી આવી રહી છે. આ વર્ષે પણ લોકો કરફ્યૂ વચ્ચે નવુ વર્ષ અને ક્રિસમસ ઉજવશે. આવામાં અમદાવાદ શહેર પોલીસ (ahmedabad police)  દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. જે મુજબ, ક્રિસમસની રાત્રે માત્ર 35 મિનિટ અમદાવાદ શહેરમાં ફટાકડા ફોડી શકાશે. 

ક્રિસમસ અને નવા વર્ષે ફટાકડા ફોડતા પહેલા પોલીસનું જાહેરનામુ વાંચી લેજો, નહિ તો જેલના સળિયા ગણવા પડશે

ગૌરવ પટેલ/અમદાવાદ :નવા વર્ષની ઉજવણી આવી રહી છે. આ વર્ષે પણ લોકો કરફ્યૂ વચ્ચે નવુ વર્ષ અને ક્રિસમસ ઉજવશે. આવામાં અમદાવાદ શહેર પોલીસ (ahmedabad police)  દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. જે મુજબ, ક્રિસમસની રાત્રે માત્ર 35 મિનિટ અમદાવાદ શહેરમાં ફટાકડા ફોડી શકાશે. 

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડયું છે. દિવાળીની માફક જ નવા વર્ષની ઉજવણીમાં પણ પ્રતિબંધ મૂકાયો છે. જેમાં ફટાકડા ફોડવા, વેચાણ અને ઉત્પાદન માટે નિયમો મૂકાયા છે. ક્રિસમસની રાત્રે 11.55થી 12.30 વાગ્યા સુધી જ આતશબાજી કરી શકાશે. 24 ડિસેમ્બર અને 25 ડિસેમ્બરે રાત્રે 11-55થી 12-30 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થાય તેવા ફટાકડા નહિ ફોડી શકાય. સાથે જ નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની પોલીસ કાર્યવાહી કરી શકાશે.
 
શહેરમાં ક્રિસમની રાત્રે ચાઈનીઝ તુક્કલ, આતશબાજી માત્ર 35 મિનિટ સુધી કરી શકાશે. શહેર પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામા અનુસાર, દિવાળીની માફક જ નવા વર્ષની ઉજવણીમાં પણ પ્રતિબંધ રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news