સાવધાન! અમદાવાદના રસ્તાઓ પર ફોનમાં વાત કરતા હોય તો આજુબાજુ જોઈ લેજો, નહીં તો....
સરખેજ પોલીસની કસ્ટડીમાં રહેલા બે આરોપી મશકુર ઉર્ફે શાહરૂખ ડેલીગરા અને મોહમ્મદ સોયબ શેખ છે. જે બંને ફતેવાડી ના રહેવાસી છે. પોલીસે આરોપીને મોબાઇલ સ્નેચિંગના ગુનામાં ઝડપી પાડ્યા છે. આરોપી પાસેથી ₹1,28,000 ની કિંમતના 14 મોબાઈલ કબજે કર્યા છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: રસ્તે ચાલીને જતા માણસોના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી લેનાર બે આરોપીને પોલીસે ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે અલગ અલગ કંપનીના 14 મોબાઈલ અને ગુનામાં વપરાયેલ વાહન કબજે કર્યું છે. સાથે જ મોબાઈલના માલિકો ને શોધી ગુના નોંધવાની તજવીજ હાથ ધરી છે.
સરખેજ પોલીસની કસ્ટડીમાં રહેલા બે આરોપી મશકુર ઉર્ફે શાહરૂખ ડેલીગરા અને મોહમ્મદ સોયબ શેખ છે. જે બંને ફતેવાડી ના રહેવાસી છે. પોલીસે આરોપીને મોબાઇલ સ્નેચિંગના ગુનામાં ઝડપી પાડ્યા છે. આરોપી પાસેથી ₹1,28,000 ની કિંમતના 14 મોબાઈલ કબજે કર્યા છે. સાથે જ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં વપરાતું વાહન પણ કબજે કરવામાં આવ્યું છે.. પ્રાથમિક તપાસમાં આનંદ નગર અને સરખેજ પોલીસ મથકના ગુનાઓનો ભેદ ઉકેલાયો. સાથે જ અન્ય ચોરી ક્યાં કરી છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
ઝડપાયેલા બંને આરોપીની પૂછપરછ કરતા મશકુર ડેલીગરા અગાઉ વાસણા,, વેજલપુર અને સરખેજ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ છે.. તો અન્ય આરોપી મોહમ્મદ શોએબ પણ ચોરીના ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું.. આરોપી પાસેથી મળી આવેલા 14 મોબાઈલ માંથી બે મોબાઈલ માલિકની ઓળખ થઈ છે.. જ્યારે અન્ય બાર મોબાઈલ કોના છે.. અને ક્યાં ચોરી કરી હતી તે અંગે તપાસ થઈ રહી છે... સાથે જ આરોપી વિરુદ્ધ વધુમાં વધુ ગુના દાખલ થાય તે માટે પોલીસ ફરિયાદીઓનો સંપર્ક કરી રહી છે.
મહત્વનું છે કે બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સાથે જ તેમની પાસેથી મળી આવેલા 12 મોબાઈલ ક્યાંથી અને કેવી રીતે ચોર્યા તે અંગેની હકીકત સામે આવ્યા બાદ વધુ ગુના નોંધાઈ શકે છે. ત્યારે પોલીસ આ બે રીઢા આરોપીઓ વિરુદ્ધ કેવા પગલાં લે છે તે જોવું મહત્વનું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે