AHMEDABAD: ગુજરાતી ગૌરવ માના પટેલ સાથે PM મોદીએ કરી વાતચીત, શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહેલા રમતવીરો સાથે સંવાદ કર્યો હતો. ગુજરાતની છ દીકરીઓ પણ આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેના સંવાદમાં જોડાઈ હતી. અમદાવાદ શહેરની સ્વિમર માના પટેલે સંવાદમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની વાતચીતનો વીડિયો સામે આવ્યો છે. 23 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન જાપનના ટોક્યોમાં યોજાશે ઓલિમ્પિક 2021 બેંગ્લોર ખાતેથી પીએમ મોદી સાથેના સંવાદમાં માના પટેલ જોડાઈ હતી. ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓ સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ કર્યો હતો. જુદી જુદી રમતો સાથે જોડાયેલા ખેલાડીઓનો પીએમ મોદીએ ઉત્સાહ વધાર્યો હતો. 
AHMEDABAD: ગુજરાતી ગૌરવ માના પટેલ સાથે PM મોદીએ કરી વાતચીત, શુભેચ્છાઓ પાઠવી

અતુલ તિવારી/અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહેલા રમતવીરો સાથે સંવાદ કર્યો હતો. ગુજરાતની છ દીકરીઓ પણ આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેના સંવાદમાં જોડાઈ હતી. અમદાવાદ શહેરની સ્વિમર માના પટેલે સંવાદમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની વાતચીતનો વીડિયો સામે આવ્યો છે. 23 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન જાપનના ટોક્યોમાં યોજાશે ઓલિમ્પિક 2021 બેંગ્લોર ખાતેથી પીએમ મોદી સાથેના સંવાદમાં માના પટેલ જોડાઈ હતી. ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓ સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ કર્યો હતો. જુદી જુદી રમતો સાથે જોડાયેલા ખેલાડીઓનો પીએમ મોદીએ ઉત્સાહ વધાર્યો હતો. 

ગુજરાતના 6 ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવાના છે. ઈલાવેનિલ વેલારિવાન ( શૂટર), માના પટેલ ( સ્વીમર) સોનલ પટેલ(ટેબલ ટેનિસ) ભાવિના પટેલ (ટેબલ ટેનિસ) અંકિત રૈના (ટેનિસ) પારુલ પરમાર ( બેડમિન્ટન) ની રમતમાં ભાગ લેશે. ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર એલાવેનિલ વેલારિવાનની માતા સાથે પીએમ મોદીએ વાતચીત કરી હતી. પીએમમોદીએ ખેલાડીઓ સાથે સંવાદ સાધ્યો ત્યારે સંસ્કાર ધામ ખાતે ખેલાડીઓના માતા - પિતા ઉપસ્થિત રહ્યા હતા. શૂટર ઈલાવેનિલના માતા - પિતા તેમજ અંકિત રૈનાના પિતાએ હાજરી આપી હતી. 

શૂટર ઈલાવેનિલની માતા કે. સરોજા વેલારીવાનનું નિવેદન સામે આવ્યું હતું. વડ્ડક્મ કહીને પીએમ મોદીએ શુભકામનાઓ આપી. પીએમના સંવાદથી તમામ ખેલાડીઓનો ઉત્સાહ વધ્યો છે. આજે ઈલાવેનિલની માતા હોવાનો ગર્વ છે, ખુશી થઈ છે કે મારી દીકરી દેશનું નામ રોશન કરી રહી છે. દેશનો તિરંગો જ્યારે અન્ય દેશોની વચ્ચે ઊંચાઈ પર જોવા મળશે અને રાષ્ટ્રગાન ગવાશે એ ક્ષણ ખૂબ જ સુખદ હશે. ઈનાવેનિલ જ્યારથી શૂટિંગ શીખી ત્યારથી અનેક મેડલ્સ જીતી ચુકી છે. ઓલિમ્પિકમાં રમવાનું મારી દીકરીનું સ્વપ્ન પૂરું થઈ રહ્યું છે. અમદાવાદમાં આવેલ સંસ્કારધામની સ્પોર્ટ્સ એકેડમી અને સરકારની ખૂબ મદદ મળી રહી છે.

ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લેનાર ટેનિસના પ્લેયર અંકિતા રૈનાના પિતા સાથે ઝી 24 કલાક એ કરી વાતચીત. અંકિતાના પિતા આર.કે. રૈનાએ કહ્યું કે 4 વર્ષથી ટેનિસ રમવાની શરૂઆત કરી. અન્ડર 8 અને અન્ડર 10 નું ટાઇટલ 8 વર્ષે અંકિતાએ જીત્યું હતું. અંકિતાના કોચ એ ત્યારે કહ્યું હતું કે તમારી દીકરીને આગળ ટેનિસ રમાડો, એ નામ રોશન કરશે. 13 વર્ષે અંકિતાએ ટેનિસ માટે આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ શરૂ કર્યું. 2007માં એ ટેનિસ રમવા સિરિયામાં ગઈ હતી. 2009 માં એ બીજી ભારતીય મહિલા હતી કે જેણે જુનિયર અને સિનિયર નેશનલ ટાઇટલ મેળવ્યું. 2010 થી અંકિતા ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું. આજ દિન સુધી ફેડ કપમાં તે ભારતને લીડ કરે છે. 2018માં અંકિતાને ફ્રેન્ચ ઓપન અને વિમબ્લડનમાં એન્ટ્રી મેળવી. 2018માં એશિયન ગેમ્સમાં વુમન સિંગલન્સમાં બ્રોન્ઝ મેળવ્યો. આખરે 2021માં અંકિતાને ઓલિમ્પિકમાં સ્થાન મળ્યું છે. એક પિતા તરીકે ગર્વ છે અને મારી દીકરી સારું પરફોર્મન્સ કરશે એવી મને પુરી આશા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news